હિમાચલ ચૂંટણી 2022:કોંગ્રેસ વિકાસની ‘દુશ્મન’ અને ભાજપ ‘સમર્થક’ઃ મોદી

શિમલા22 દિવસ પહેલા
  • કૉપી લિંક

હિમાચલ પ્રદેશમાં ચૂંટણીના મતદાનના બે દિવસ પહેલા ભાજપ અને કોંગ્રેસનો પ્રચાર ચરમસીમાએ પહોંચ્યો. ભાજપ તરફથી વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ એક રેલી યોજીને સંબોધન કર્યું હતું. તેમણે કાંગડા અને શિમલામાં કોંગ્રેસને આડે હાથ લીધી હતી.

મોદીએ કહ્યું કે, કોંગ્રેસ વિકાસની દુશ્મન છે અને ભાજપ વિકાસનું સમર્થન કરે છે. જો અમારો પક્ષ ફરી ચૂંટાશે તો લોકોને જ બેવડો લાભ મળશે. ઉત્તર પ્રદેશ, ઉત્તરાખંડ અને મણિપુરની પ્રજાએ પણ દર પાંચ વર્ષે સત્તા પરિવર્તન કરવાનો રિવાજ બદલી નાખ્યો છે.

ભાજપ લોકોને બેવકૂફ ના બનાવી શકેઃ ખડગે
કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ ખડગેએ બનૂટીમાં ભાજપ પર શાબ્દિક પ્રહાર કર્યા. તેમણે કહ્યું કે, હિમાચલમાં કોંગ્રેસ સરકાર બનશે તો જૂની પેન્શન યોજના બહાલ કરીશું અને ચૂંટણી ઢંઢેરામાં આપેલા તમામ વચનો પણ પૂરાં થશે.

અન્ય સમાચારો પણ છે...