તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • National
  • Congress Asked, 'Why Didn't Shah Enter AIIMS', BJP Replied, 'Sonia Also Went Abroad'

વિવાદ:કોંગ્રેસે પૂછ્યું, ‘શાહ એઈમ્સમાં કેમ દાખલ ન થયા’, ભાજપે જવાબ આપ્યો, ‘સોનિયા પણ વિદેશ ગયાં હતાં’

નવી દિલ્હી2 મહિનો પહેલા
  • કૉપી લિંક
અમિત શાહનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતા તેમને ગુરુગ્રામની મેદાન્તા હોસ્પિટલમાં સારવાર માટે ખસેડાયા છે
  • મોટો પ્રશ્ન: નેતાઓ સરકારી હોસ્પિટલોમાં સારવાર કેમ નથી કરાવતા?
  • થરુરે ગૃહમંત્રી પર નિશાન તાક્યું, રાવે વળતો પ્રહાર કર્યો

કોરોનાની સારવાર માટે ખાનગી હોસ્પિટલોમાં દાખલ થવા અંગે કોંગ્રેસ સાંસદ શશિ થરુરે સોમવારે ગૃહમંત્રી અમિત શાહ સામે નિશાન તાક્યું હતું. થરુરે ટિ્વટ કરી કે આશ્ચર્ય છે કે બીમાર થતાં આપણા ગૃહમંત્રીએ તેમની સારવાર માટે એઇમ્સ નહીં પણ પાડોશી રાખ્યની એક ખાનગી હોસ્પિટલ પસંદ કરી. જાહેર સંસ્થાનો પર સામાન્ય લોકોનો વિશ્વાસ વધે તે માટે તેને પ્રભાવશાળી લોકોનું સંરક્ષણ મળવું જોઈએ.

શાહને ગુરુગ્રામની મેદાન્તમાં દાખલ કરાયા
આ મામલે તેલંગાણા ભાજપના મુખ્ય પ્રવક્તા કૃષ્ણા સાગર રાવે થરુરને જવાબ આપતાં ટિ્વટ કરી કે થરુરનું નિવેદન અત્યંત ખરાબ છે, સારવારની જગ્યા પસંદ કરવી અંગત અધિકારનો મામલો છે. કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધી પણ સારવાર માટે વિદેશ ગયાં હતાં ત્યારે ભાજપે આ પ્રકારના નિવેદન નહોતા આપ્યાં. સોનિયા ગાંધીએ તેમના નેતાઓને આવાં નીચલી કક્ષાનાં નિવેદન કરતા રોકવા જોઈએ. ઉલ્લેખનીય છે કે કોરોના ચેપગ્રસ્ત થયા બાદ શાહને ગુરુગ્રામમાં આવેલી મેદાતા હોસ્પિટલમાં દાખલ કરાયા હતા.

ચેપ: ચિદમ્બરમના દીકરા તથા યેદિયુરપ્પાની દીકરી પોઝિટિવ, રવિશંકર હોમ ક્વૉરન્ટાઈન
પૂર્વ કેન્દ્રીયમંત્રી પી.ચિદમ્બરમના દીકરા અને કોંગ્રેસ સાંસદ કાર્તિ ચિદમ્બરમ કોરોના ચેપગ્રસ્ત થયા છે. કાર્તિએ ટિ્વટ કરી તેની પુષ્ટી કરી હતી. કર્ણાટકના સીએમ બી.એસ.યેદિયુરપ્પાની દીકરી બી.વાય.પદ્માવતી પણ કોરોના પોઝિટિવ છે. યેદિયુરપ્પાના દીકરા બી.વાય.વિજયેન્દ્ર પણ ક્વૉરન્ટાઇન થઈ ગયા છે. યેદિયુરપ્પાના કાર્યાલયના 6 કર્મચારી પણ ચેપગ્રસ્ત મળ્યા છે. બીજી બાજુ ગૃહમંત્રી શાહને મળ્યા બાદ રવિશંકર પ્રસાદ પણ હોમ ક્વૉરન્ટાઈન થઇ ગયા છે.

અહીં અમેરિકામાં…નિષ્ણાતોની ચેતવણી – ઘરમાં પણ માસ્ક પહેરો, તો જ કોરોના અટકશે
અમેરિકામાં વ્હાઈટ હાઉસ કોરોના વાઈરસ ટાસ્ક ફોર્સના પ્રમુખ ડૉ. ડેબોરા બિર્ક્સે કહ્યું કે અમેરિકામાં કોરોના અસાધારણ રીતે ફેલાઈ રહ્યો છે. આપણે કોરોનાનો સામનો કરવાના બીજા તબક્કામાં છીએ. જરૂરી છે કે લોકો ઘરોમાં પણ માસ્ક પહેરે. સહાયક સ્વાસ્થ્ય સચિવ બ્રેટ ગિરયરે પણ કહ્યું કે કોરોનાને અટકાવવા માટે 90 ટકા લોકોએ માસ્ક પહેરવું પડશે. અમેરિકામાં અત્યાર સુધી 48,14,440 દર્દી મળ્યા છે જ્યારે 1,58,375 મૃત્યુ થયાં છે.

0

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- સમયની ગતિ તમારા પક્ષમાં રહેશે. સામાજિક સીમા વધશે. છેલ્લાં થોડાં સમયથી ચાલી રહેલી કોઇ સમસ્યાનું સમાધાન મળવાથી રાહત મળશે. કોઇ મોટું રોકાણ કરવા માટે સમય ઉત્તમ છે. નેગેટિવઃ- બપોર પછી પરિસ્થિત...

વધુ વાંચો