તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • Confirmation Of 2nd Kappa Variant In Genome Sequencing Of 109 Samples; The First Death Occurred In Gorakhpur In June

UPમાં ડેલ્ટાથી પણ ઘાતક કપ્પા વેરિએન્ટ મળ્યો:109 સેમ્પલના જીનોમ સિક્વેન્સિંગમાં 2માં કપ્પા વેરિએન્ટની પુષ્ટિ; ગોરખપુરમાં જૂનમાં થયું હતું પહેલું મોત

ગોરખપુર/લખનઉ24 દિવસ પહેલા
  • કૉપી લિંક

ઉત્તર પ્રદેશમાં કોરોનાના કપ્પા વેરિએન્ટના બે મામલા સામે આવ્યા છે. અધિકારીઓનું કહેવું છે કે 109 સેમ્પલના જીનોમ સિક્વેન્સિંગ કરવામાં આવી. જેમાં આ વેરિએન્ટની પુષ્ટિ થઈ છે. જો કે આ પ્રકારના મામલાઓ પહેલાં પણ આવી ચુક્યા છે. જે લોકોમાં આ વેરિએન્ટની પુષ્ટિ થઈ છે, તેમની ટ્રાવેલ હિસ્ટ્રી તપાસવામાં આવી રહી છે. મુખ્યમંત્રી યોગ આદિત્યનાથની અધ્યક્ષતામાં શુક્રવારે મળેલી હાઈલેવલ મીટિંગમાં અધિકારીઓએ આ જાણકારી આપી.

લખનઉના KGMUમાં કરવામાં આવેલા જીનોમ સિક્વેન્સિંગમાં સંતકબીર નગર જિલ્લાના રહેવાસી 65 વર્ષના દર્દીના સેમ્પલમાં આ વેરિએન્ટ મળ્યો હતો. જેમાં તેનું મોત નિપજ્યું હતું. રિપોર્ટ મુજબ, 107 નમૂનામાં કોરોનાની બીજી લહેરમાં સામે આવેલા ડેલ્ટા સ્વરૂપની પુષ્ટિ થઈ છે. 2 સેમ્પલમાં વાયરસનો કપ્પા વેરિએન્ટ મળી આવ્યો છે. નિવેદનમાં કહેવામાં આવ્યું કે બંને જ વેરિએન્ટ પ્રદેશ માટે નવા નથી.

કપ્પા વેરિએન્ટના કેસ પહેલાં પણ આવ્યા હતા
આ વેરિએન્ટના ડેલ્ટા ભલે જ ખતરનાક ગણાવવામાં આવે છે, પરંતુ તે અંગે પૂછવામાં આવતા મુખ્ય સચિવ (સ્વાસ્થ્ય) અમિત મોહન પ્રસાદે જણાવ્યું કે કપ્પા સ્વરૂપ કોઈ નવી વાત નથી, પહેલાં પણ આ સ્વરૂપના અનેક કેસ સામે આવી ચુક્યા છે, તેથી ગભરાવવાની કોઈ જ જરૂર નથી, આ કોરોના વાયરસનું એક સામાન્ય સ્વરૂપ છે અને તેનાથી રિકવર થઈ શકાય છે.

KGMUના PRO ડૉ. સુધીર કુમારનું કહેવું છે કે કપ્પા વેરિએન્ટ નવો નથી, આ પહેલેથી જ છે. તેના માટે કોઈ ખાસ રણનીતિની જરૂરિયાત નથી. તેની સારવાર અને બચાવના ઉપાય પણ અલગ નથી.

ગોરખપુરમાં મામલો સામે આવ્યો હતો
આ પહેલાં ગોરખપુરમાં આ વેરિએન્ટ મળ્યો હતો. આ ડેલ્ટા વેરિએન્ટથી વધુ ખતરનાક છે. ગોરખપુરના બાબ રાઘવ દાસ (BRD) મેડિકલ કોલેજમાં દાખલ 61 દર્દીઓના નમૂન તપાસ માટે દિલ્હી સ્થિતિ ઈન્સ્ટિટ્યૂટ ઓફ જીનોમિક્સ એન્ડ ઈન્ટીગ્રેટિવ બાયોલોજી (IGIB)માં મોકલવામાં આવ્યા હતા. તેમાંથી 30ના રિપોર્ટ આવ્યા છે. તેમાંથી એકમાં કપ્પા વેરિએન્ટની પુષ્ટિ થઈ છે.

ડોકટર્સ હવે આ વાતની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે કે ગોરખપુરમાં કોરોનાની બીજી લહેર દરમિયાન કપ્પાએ પણ કહેર વરસાવ્યો હતો. જે બાદ શાસને BRD મેડિકલ કોલેજથી વિસ્તૃત રિપોર્ટ માગવામાં આવી છે. ચિકિત્સા તેમજ સ્વાસ્થ્ય વિભાગના મહાનિર્દેશક ડૉ. ડીએસ નેગીએ કહ્યું કે દર્દીની ટ્રાવેલ હિસ્ટ્રી, પરિવારના સભ્યોની જાણકારી ઉપરાંત તેમના સંપર્કમાં આવેલા લોકોની જાણકારી એકઠી કરવામાં આવી રહી છે.

30 દેશોમાં જોવા મળ્યો છે કપ્પા વેરિએન્ટ
BRDના માઈક્રોબાયોલોજી વિભાગના અધ્યક્ષ ડૉ. અમરેશ સિંહે જણાવ્યું કે કપ્પા વેરિએન્ટ 30 દેશમાં મળી ચુક્યો છે. વિશ્વ સ્વાસ્થ્ય સંગઠને આ વેરિએન્ટ ઓફ કન્સર્ન કહ્યું છે, એટલે કે આ અંગે વધુ સજાગ રહેવાની જરૂરિયાત છે.
કપ્પા વેરિએન્ટ બી.1.617 વેરિએન્ટના મ્યૂટેશનથી જ પેદા થયો છે, જે ડેલ્ટા વેરિએન્ટ માટે પણ જવાબદાર છે. B.1.617ના 12થી વધુ મ્યૂટેશન થઈ ગયા છે, જેમાંથી બે મહત્વના છે- E484Q અને L452R. તેથી આ વેરિએન્ટને ડબલ મ્યૂટેન્ટ પણ કહેવામાં આવે છે. જેમ જેમ આ વિકસિત થતું ગયું B.1.617ની નવી વંશાવલી તૈયાર થતી ગઈ.

B.1.617.2ને ડેલ્ટા વેરિએન્ટના નામથી જાણવામાં આવે છે, જે ભારતમાં કોરોનાની બીજી લહેર માટે જવાબદાર માનવામાં આવે છે. તેના અન્ય વેરિએન્ટ B.1.617.1ને કપ્પા કહેવામાં આવે છે. ઓક્ટોબર 2020માં આ નવા વેરિએન્ટની પુષ્ટિ ભારતમાં થઈ હતી.

ગોરખપુરમાં 27 દર્દી ડેલ્ટા વેરિએન્ટથી સંક્રમિત મળ્યા
IGIBથી આવેલા 30 દર્દીઓના જીનોમ સીક્વેન્સિંગના રિપોર્ટમાં 27 દર્દીઓમાં ડેલ્ટા વેરિએન્ટની પુષ્ટિ થઈ છે. કોલેજ પ્રશાસન હવે જાણવામાં મહેનત કરી રહ્યું છે કે ડેલ્ટા વેરિએન્ટમાં કેટલા દર્દીઓના મોત નિપજ્યા છે અને કેટલાં દર્દીઓ સ્વસ્થ થયા છે.

UPમાં 1800થી નીચે એક્ટિવ કેસ
ઉત્તર પ્રદેશમાં કોરોનાના 1,789 એક્ટિવ કેસ છે. એટલે કે તેમની સારવાર હજુ ચાલી રહી છે. ગત 24 કલાકમાં બુધવારે પ્રદેશમાં 110 સંક્રમિત દર્દીઓ મળ્યા હતા, જ્યારે 258 દર્દી સ્વસ્થ થયા હતા. આ દરમિયાન 10 દર્દીઓના મોત નિપજ્યા છે. પ્રદેશમાં 98.6% રિકવરી રેટ અને 0.04% પોઝિટિવિટી રેટ છે.

અન્ય સમાચારો પણ છે...