તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

પ્રિન્ટ મીડિયા કહે એ સાચું!:દેશમાં પ્રિન્ટ મીડિયા પરનો વિશ્વાસ વધ્યો

નવી દિલ્હી5 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • મીડિયા ઈનસાઈટ-કન્સલ્ટિંગ ફર્મ ઓરમેક્સનો રિપોર્ટ

રાષ્ટ્રીય અને સ્થાનિક અખબારોએ જાહેરખબરોના મામલામાં તહેવારોની સિઝનમાં મજબૂત રીતે વાપસી કરી છે. તેનું મુખ્ય કારણ પ્રિન્ટ મીડિયા પર સતત વધી રહેલો વિશ્વાસ છે. મીડિયા ઈનસાઈટ અને કન્સલ્ટિંગ ફર્મ ઓરમેક્સ મીડિયાના તાજા રિપોર્ટમાં પ્રિન્ટ મીડિયાને સૌથી વિશ્વસનિય ગણાવાયું છે.

આ રિપોર્ટમાં કહેવાયું છે કે, અંગ્રેજી અખબાર ‘ટાઈમ્સ ઓફ ઈન્ડિયા’ અને હિંદીમાં ‘દૈનિક ભાસ્કર’ જૂથે છેલ્લા કેટલાક મહિનામાં 70થી 140 પાનાના અખબાર પ્રકાશિત કર્યા છે, જે તેમની વાપસીનો સંદેશ આપે છે. આ સિવાય જાહેરખબર દાતાઓનો ઈલેક્ટ્રોનિક કે ટીવી મીડિયા કરતા પ્રિન્ટ મીડિયા પર વધેલો વિશ્વાસ બતાવે છે. અમૂલના મેનેજિંગ ડિરેક્ટર આરએસ સોઢી કે છે કે, ‘અમે લૉકડાઉનમાં જાહેરખબર આપવાનું ઓછું કર્યું હતું, પરંતુ હવે કોવિડ પહેલાની સ્થિતિમાં પાછા આવી ગયા છીએ.’

દૈનિક ભાસ્કરની અનેક આવૃત્તિઓ બમ્પર જાહેરખબરો સાથે નીકળી છે. થોડા સમય પહેલા બાસ્કર જૂથે સિમલામાં 144 પાનાનું અને બિકાનેરમાં 130 પાનાનું અખબાર કાઢ્યું હતું. ભાસ્કરના પ્રમોટર અને ડિરેક્ટર ગિરીશ અગ્રવાલ કહે છે કે, ‘દેશના ટિયર-2 અને ટિયર-3 શહેરોમાં રિટેલ માર્કેટમાંથી આવતી જાહેરખબરોની આવક કોવિડ-19 ગાળામાંથી બહાર આવીને સામાન્ય થઈ ચૂકી છે. આજના સમયમાં વિશ્વસનિયતા ટોચ પર છે.વાચકો અન્યની તુલનામાં દૈનિક અખબારો પર વધુ વિશ્વાસ કરે છે.’

આ જ રીતે ટાઈમ્સ જૂથના એક્ઝિક્યુટિવ કમિટીના ચેરમેન શિવકુમાર સુંદરમનું કહેવું છે કે, તહેવારોમાં બમ્પર આવૃત્તિઓથી સારી શરૂઆત થઈ, તેનાથી જાહેરખબર દાતાઓની સારી પ્રતિક્રિયા મળી રહી છે અને સર્ક્યુલેશન પણ વધ્યું છે.

ફેલાવો વધુ અને પહોંચ પણ, તેની ભૂમિકા પણ વધુ
હોન્ડા મોટરસાઈકલ એન્ડ સ્કૂલ ઈન્ડિયા પ્રા. લિમિટેડના ડિરેક્ટર (સેલ્સ એન્ડ માર્કેટિંગ) યદવિંદર ગુલેરિયા કહે છે કે, પરંપરાગત રીતે આપણે જોતા આવ્યા છીએ કે, પ્રિન્ટ મીડિયાનો પ્રસાર ઘણો વધારે છે અને એટલે તેની વિશ્વસનિયતા પણ વધુ છે. માતૃભાષા પણ મોટી ભૂમિકા ભજવે છે. એ રીતે પ્રિન્ટ-ડિજિટલ મીડિયા માતૃભાષાનું પૂરક છે. સોશિયલ મીડિયામાં પણ પ્રિન્ટ માધ્યમોની ભૂમિકા મહત્ત્વની છે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- ઘર-પરિવારને લગતાં કાર્યોમાં વ્યસ્ત રહેશો. તમે તમારી બુદ્ધિ દ્વારા મહત્ત્વપૂર્ણ કાર્યો પૂર્ણ કરવામાં સક્ષમ પણ રહેશો. આધ્યાત્મિક તથા જ્ઞાનવર્ધક સાહિત્યોને વાંચવામાં પણ સમય પસાર થશે. નેગેટિવ...

વધુ વાંચો