તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • Conductor Jailed For One Year, Fined Rs 15,000 For Talking About Sex With 13 year old Girl In Mumbai

કોર્ટનો કડક નિર્ણય:મુંબઈમાં 13 વર્ષની છોકરી સાથે સેક્સ વિશે વાત કરનારા બસ-કંડક્ટરને એક વર્ષની જેલ, 15 હજારનો દંડ પણ કરાયો

મુંબઇએક મહિનો પહેલા
  • કૉપી લિંક
આ ઘટના જુલાઈ 2018ની છે અને પીડિતાની ફરિયાદ બાદ આરોપીની ધરપકડ કરાઈ હતી, પરંતુ તેને માત્ર 12 દિવસમાં જ જામીન મળી ગયા હતા. - Divya Bhaskar
આ ઘટના જુલાઈ 2018ની છે અને પીડિતાની ફરિયાદ બાદ આરોપીની ધરપકડ કરાઈ હતી, પરંતુ તેને માત્ર 12 દિવસમાં જ જામીન મળી ગયા હતા.
  • છોકરીએ એકવાર આવી વાતો ન કરો કહેવા છતાં કંડ્કટરે અશ્લીલ વાતો ચાલુ રાખી
  • છોકરીએ બસમાં શાળાએ ન જવાનું કહેતાં માતાને ઘટના વિશે જાણ થઈ

મુંબઈની એક વિશેષ અદાલતે 13 વર્ષની છોકરી સાથે 'સેક્સ' વિશે વાત કરવાના આરોપમાં એક બસ-કંડક્ટરને એક વર્ષની સજા આપવામાં આવી છે. કોર્ટે કંડક્ટર ચંદ્રકાંત સુદામ કોળીને POSCO એક્ટની ધારા 12 અંતર્ગત દોષી ગણવામાં આવ્યો છે. આરોપીને એક વર્ષની સજા તેમજ 15 હજારનો દંડ પણ કરવામાં આવ્યો છે. દંડ ન ભરવા પર ત્રણ મહિનાના કઠોર કાળાવાસની સજા આપવામાં આવશે.

બાળકી બસમાં એકલી હતી
આ ઘટના 2018ના વર્ષની છે. પૂર્વી ઉપનગરની રહેવાસી એક છોકરી રોજ સવારે પોતાની શાળાએ બસમાં જતી હતી અને બપોરના સમયે શાળાએથી પરત ફરતી હતી. જુલાઇ 2018માં ઘટનાના દિવસે બસમાં માત્ર 2થી 3 લોકો જ સવાર હતા. ત્યારે કંડક્ટર ચંદ્રકાંત છોકરી પાસે જઇ તેની બાજુમાં જ બેસી ગયો. ચંદ્રકાંતે છોકરીને પૂછ્યું કે શું તુ 'સેક્સ' વિશે કંઇ પણ જાણે છે? જેના જવાબમાં બાળકીએ કહ્યું, મને આ પ્રકારના સવાલો ન કરો.

કંડ્કટર થોડીવાર માટે ત્યાંથી જતો રહ્યો, પરંતુ થોડા સમય પછી ફરી છોકરી પાસે આવીને સેક્સ વિશે સવાલ કર્યો. બાળકીએ ફરી તેને આ પ્રકારના સવાલો ન કરો એવો જવાબ આપ્યો અને જેવું તેનું સ્ટોપ આવ્યું બાળકી ઊતરી ગઈ હતી.

છોકરીએ શાળાએ જવાની ના પાડી ત્યારે માતાને શંકા ગઈ
કેટલાક દિવસ પછી જ્યારે છોકરીએ બસથી શાળાએ જવાની ના પાડી ત્યારે પીડિતાની માતાને શંકા ગઇ અને તેને પૂછ્યુ કે શું બાબત છે, પરંતુ છોકરીએ કહેવાની ના પાડી દીધી. માતાએ તેની દોસ્તને પૂછવાથી ઘટના વિશે જાણ થઇ અને મા છોકરીને લઇને બસ ડેપો પહોચી. છોકરીએ કંડક્ટરની ઓળખાણ આપ્યા બાદ માતાએ આરોપી સામે કેસ કર્યો અને ત્યાર બાદ પોલીસે આરોપીની ધરપકડ કરી હતી.

માત્ર 12 દિવસમાં આરોપીને જામીન મળી ગયા હતા
તેની ધરપકડ બાદ આરોપી ચંદ્રકાંત સુદામ કોળી માત્ર 12 દિવસ માટે જેલમાં ગયો હતો. એ પછી તેને જામીન મળી ગયા. કોલીના વકીલોએ અપીલ દાખલ કરવા સજા સ્થગિત કરવા માટે અરજી કરી છે. આ સ્વીકારતાં કોર્ટે સજા 30 દિવસ માટે મુલતવી રાખી હતી.

અન્ય સમાચારો પણ છે...