તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • Concerns Over Rising Corona Cases In Northeast India, Directing States To Increase Tests And Vaccinations

કોરોનાની ચિંતા:ઇશાન ભારતમાં કોરોનાના વધી રહેલા કેસ અંગે ચિંતા, રાજ્યોને ટેસ્ટ અને વેક્સિનેશન વધારવા નિર્દેશ

નવી દિલ્હી24 દિવસ પહેલા
  • કૉપી લિંક
ફાઇલ તસવીર - Divya Bhaskar
ફાઇલ તસવીર

કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે બુધવારે કહ્યું કે જે 9 રાજ્યોમાં કોરોનાના કેસ વધી રહ્યા છે ત્યાં કોવિડ નિયંત્રણ ઉપાયો મજબૂત કરાશે. આ રાજ્યોમાં ટેસ્ટ અને વેક્સિનેશનમાં ઝડપ લાવવી, સ્વાસ્થ્ય સંબંધિત પાયાના માળખાની યોજના બનાવવી અને અસરદાર નિદાન વ્યવસ્થા જેવા ઉપાયો કરાશે. કેન્દ્રીય સ્વાસ્થ્ય સચિવ રાજેશ ભૂષણે કહ્યું કે અરુણાચલ પ્રદેશ, આસામ, મણિપુર, કેરળ, મેઘાલય, નાગાલેન્ડ, ઓડિશા, ત્રિપુરા અને સિક્કિમને ચિંતાથી વાકેફ કરાવાયા છે. આ રાજ્યોને જરૂરી ઉપાયો કરવા કહેવાયું છે. 10 ટકાથી વધુ પોઝિટિવિટી રેટ ધરાવતા દેશના 17 જિલ્લામાંથી 45 પૂર્વોત્તરના છે.

પૂર્વોત્તરમાં કેસ વધતા ગૃહસચિવે સમીક્ષા કરી :
કેન્દ્રીય ગૃહસચિવ અજય ભલ્લાએ પૂર્વોત્તરનાં રાજ્યોમાં કોરોનાના કેસ વધતા અધિકારીઓ સાથે ચર્ચા કરી અને તેમને જરૂરી ઉપાયો કરવા કહ્યું હતું.

174 જિલ્લામાં ચિંતાજનક વેરિયન્ટ
35 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોના 174 જિલ્લામાં સાર્સ-સીઓવી2ના ચિંતાજનક વેરિયન્ટ મળ્યાં છે. સૌથી વધુ મહારાષ્ટ્ર, દિલ્હી, પંજાબ, તેલંગાણા, બંગાળ અને ગુજરાતમાં મળ્યાં છે. સાર્સ-સીઓવી-2 જિનોમિક્સ કન્સોર્ટિયમ દ્વારા આ વેરિયન્ટની ઓળખ આલ્ફા, બીટા, ગામા, મ્યુટેન્ટ વેરિયન્ટ ડેલ્ટા પ્લસ તરીકે કરાઇ છે.

અન્ય સમાચારો પણ છે...