• Gujarati News
  • National
  • Complaints Against Two Others, Including A Family Member Of A BJP Leader, Police Started Investigation

રેસ્ટોરન્ટમાં તોડફોડ કર્યા બાદ ફાયરિંગ|VIDEO:ભાજપ નેતાના પરિવારના સભ્ય સહિત અન્ય બે સામે ફરિયાદ, પોલીસે તપાસ શરુ કરી

એક મહિનો પહેલા

મધ્યપ્રદેશનાં જબલપુરમાં, બદમાશ યુવકોએ એક રેસ્ટોરન્ટમાં તોડફોડ કરી અને ગોળીબાર કર્યો. એવું કહેવામાં આવી રહ્યું છે કે આરોપી બીજેપી નેતાનો સંબંધી છે, જેણે દારૂ પીવાને લઈને વિવાદ શરૂ કર્યો અને પછી તેના મિત્રો સાથે તોડફોડ કરી અને હવામાં ફાયરિંગ કર્યું. ઘટના બાદ પીડિતે પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી.

રેસ્ટોરન્ટનાં માલિકે જણાવ્યું કે , જ્યાં શુક્રવારે સાંજે ત્રણ યુવકો રેસ્ટોરન્ટ પહોંચ્યા અને દારૂ પીવા લાગ્યા. ત્યારે માલિકે કહ્યું કે તે ફેમિલી રેસ્ટોરન્ટ છે અને દારૂ પીવાની મનાઈ છે. આથી ત્રણેય ગુસ્સે થઈ ગયા અને ચાલ્યા ગયા. રાત્રે ફરી પાછા આવ્યા અને ફાયરિંગ કર્યુ. હવે સમગ્ર ઘટનાનાં સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે.

ફરિયાદીએ જણાવ્યું કે આરોપી બીજેપી નેતાનો સંબંધી છે, જેણે રેસ્ટોરન્ટમાં તોડફોડ કરી ફાયરિંગ કરીને ધમકી આપી હતી. પવનની ફરિયાદના આધારે ખમરિયા પોલીસે આરોપીઓ વિરુદ્ધ ગુનો નોંધી તેમની શોધખોળ શરૂ કરી છે.

અન્ય સમાચારો પણ છે...