તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • Complaint Also Against Swara Bhaskar And Journalist Arfa Khanam; Accused Of Provocative Tweet

વીડિયો વાઇરલ થતાં વિવાદ:મુસ્લિમ વૃદ્ધને માર મારવાના કેસમાં સ્વરા ભાસ્કર અને પત્રકાર આરફા ખાનમ સામે ફરિયાદ; ઉશ્કેરણીજનક ટ્વીટનો આરોપ

નવી દિલ્હી3 મહિનો પહેલા
દિલ્હીમાં બોલિવૂડ અભિનેત્રી સ્વરા ભાસ્કર, ટ્વિટર ઇન્ડિયાના મનીષ માહેશ્વરી અને અન્ય લોકો સામે ફરિયાદ નોંધાઈ છે.
  • ગાઝિયાબાદના લોની વિસ્તારમાં અબ્દુલ સમદ નામના એક વૃદ્ધને માર મારવામાં આવ્યો હતો
  • ગાઝિયાબાદમાં મુસ્લિમ વૃદ્ધને માર મારવાનો વીડિયો વાઇરલ થતાં વિવાદ તીવ્ર બન્યો

ઉત્તરપ્રદેશના ગાઝિયાબાદમાં એક વૃદ્ધ વ્યક્તિ સાથે મારપીટ કરવા મુદ્દે વાઇરલ થયેલા વીડિયોને લઇને વિવાદ વધુ તીવ્ર બની રહ્યો છે. આ મામલે રાજધાની દિલ્હીમાં બોલિવૂડ અભિનેત્રી સ્વરા ભાસ્કર,ટ્વિટર ઇન્ડિયાના મનીષ માહેશ્વરી અને અન્ય લોકો સામે ફરિયાદ નોંધાઈ છે. આ ફરિયાદ દિલ્હીના તિલક માર્ગ પોલીસ સ્ટેશનમાં નોંધાઈ છે. પોલીસે આ મામલે અત્યારસુધીમાં બે આરોપીની ધરપકડ કરી છે.

એડવોકેટ અમિત આચાર્યએ તિલક માર્ગ પોલીસ સ્ટેશને આ ફરિયાદ નોધાવી છે. ફરિયાદમાં પત્રકાર આરફા ખાનમ શેરવાની, અભિનેતા આસિફ ખાન અને ટ્વિટર ઈન્ડિયાનું નામ પણ છે. આરોપ છે કે આ મામલે આ તમામે ઉશ્કેરણીભર્યું ટ્વીટ કર્યું હતું. પોલીસનું કહેવું છે કે હજી આ બાબતે તપાસ કરવામાં આવી રહી છે.

પોલીસે આ મામલે બે આરોપીની ધરપકડ કરી છે.
પોલીસે આ મામલે બે આરોપીની ધરપકડ કરી છે.

3 પોઈન્ટમા સમજો- ગાઝિયાબાદમાં શું થયું હતું?

  • ઉત્તરપ્રદેશના ગાઝિયાબાદ પોલીસે લોની વિસ્તારમાં અબ્દુલ સમદ નામના એક વૃદ્ધ સાથે મારપીટ કરવાનો અને અભદ્ર વર્તનનો એક વીડિયો વાઇરલ થયા બાદ FIR દાખલ કરવામાં આવી હતી. આ સમગ્ર ઘટનાને ખોટી રીતે કોમી રંગ આપવાને કારણે આ કાર્યવાહી કરવામાં આવી હતી. સોશિયલ મીડિયા પર વાઇરલ થતા વીડિયોમાં જોવા મળી રહ્યું છે કે વૃદ્ધ મુસ્લિમને માર મારવામાં આવ્યો હતો અને તેની દાઢીને કાપી નાખવામાં આવી હતી.
  • પોલીસના જણાવ્યા મુજબ, આ મામલાની સત્યતા જુદી જ છે. પીડિત વૃદ્ધે આરોપીઓને કેટલાક તાવીજ આપ્યા હતા, જેને કારણે આરોપીને પરિણામ મળ્યું નહીં, જેથી ગુસ્સે ભરાયેલા આરોપીએ આ ઘટનાને અંજામ આપ્યો હતો, પરંતુ ટ્વિટરે આ વીડિયોને મેન્યુપ્યુલેટેડ મીડિયા તરીકે ટેગ ન આપ્યું. પોલીસે એમ પણ કહ્યું હતું કે પીડિતે પોતાની FIRમાં જય શ્રીરામના નારા લગાવવા અને દાઢી કાપવા અંગેની વાત નોંધાવી નથી.
  • જે 9 લોકો સામે ફરિયાદ કરવામાં આવી છે તેમાં અયુબ અને નકવી પત્રકાર છે, જ્યારે ઝુબેર ફેક્ટ-ચેકિંગ વેબસાઇટ ઓલ્ટ ન્યૂઝના લેખક છે. ડો શમા મોહમ્મદ અને નિઝામી કોંગ્રેસના નેતા છે, જ્યારે અલીગઢ મુસ્લિમ યુનિવર્સિટીના વિદ્યાર્થી સંઘના પૂર્વ અધ્યક્ષ, ઉસ્માનીને કોંગ્રેસે ગયા વર્ષે ઓક્ટોબર-નવેમ્બરમાં બિહાર વિધાનસભાની ચૂંટણીમાં પોતાના ઉમેદવાર તરીકે મેદાનમાં ઉતાર્યા હતા.
ઉત્તરપ્રદેશના ગાઝિયાબાદમાં અબ્દુલ સમદ નામના એક વૃદ્ધને માર મારવામાં આવ્યો હતો.
ઉત્તરપ્રદેશના ગાઝિયાબાદમાં અબ્દુલ સમદ નામના એક વૃદ્ધને માર મારવામાં આવ્યો હતો.

ટૂલકિટ કેસમાં ટ્વિટર ઇન્ડિયાના MDની પૂછપરછ
બીજી તરફ, કોંગ્રેસ ટૂલકિટ કેસમાં ગુરુવારે મોટો ખુલાસો થયો હતો. ન્યૂઝ એજન્સી ANI મુજબ, સૂત્રોએ જણાવ્યું હતું કે દિલ્હી પોલીસે 31 મેના રોજ ટ્વિટર ઈન્ડિયાના MD મનીષ માહેશ્વરીની પૂછપરછ કરી હતી. દિલ્હી પોલીસની સ્પેશિયલ ટીમે આ પૂછપરછ બેંગલુરુમાં કરી હતી.

આ પહેલાં 25 મેના રોજ દિલ્હી પોલીસના સ્પેશિયલ સેલે કથિત કોંગ્રેસ ટૂલકિટ કેસમાં નોંધાયેલી ફરિયાદની તપાસ અંગે ટ્વિટરને નોટિસ મોકલી હતી. આમાં ભાજપના પ્રવક્તા સંબિત પાત્રાના ટ્વિટને મેનિપુલેટિવ કહેવા સામે ખુલાસો માગવામાં આવ્યો હતો. દિલ્હી પોલીસની બે ટીમ દિલ્હીના લાડો સરાય અને ગુરુગ્રામમાં પણ ટ્વિટરની ઓફિસ પર પહોંચી હતી.

શું છે ટૂલકિટ વિવાદ
ભાજપના પ્રવકતા સંબિત પાત્રાએ 18 મેના રોજ એક ટ્વીટ કર્યું હતું, જેમાં તેમણે એક ટૂલકિટનો હવાલો આપતાં કોંગ્રેસ પર આરોપ લગાવ્યા હતા. પાત્રાએ કહ્યું હતું કે કોંગ્રેસ કેન્દ્ર સરકાર અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીને બદનામ કરવા માટે ટૂલકિટનો ઉપયોગ કરી રહી છે. તેને કોંગ્રેસની રિસર્ચ ટીમે તૈયાર કર્યું છે.

પાત્રાએ દાવો કર્યો છે કે રાહુલ ગાંધી સહિત કોંગ્રેસના અનેક નેતાઓ પણ આ ટૂલકિટ દ્વારા સોશિયલ મીડિયા પર પોસ્ટ કરે છે. ટ્વિટરે આ જ ટ્વીટને 'મેનિપુલેટેડ મીડિયા' જણાવ્યું અને કહ્યું હતું કે આ દાવો તથ્યાત્મક રીતે યોગ્ય નથી.