તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

વિવાદમાં વળાંક:ગાઝિયાબાદ વીિડયો મામલે સ્વરા, ટ્વિટર ઈન્ડિયાના MD સામે ફરિયાદ

નવી દિલ્હી3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • મમતાએ ટ્વિટર પરના પ્રતિબંધની ઝાટકણી કાઢી

ઉત્તર પ્રદેશના ગાઝિયાબાદમાં એક વૃદ્ધની મારપીટનો વીડિયો સોશિયલ મીડિયા પર મૂકવા બાબતે દિલ્હી પોલીસમાં ફરિયાદ કરાઈ છે. ફરિયાદમાં અભિનેત્રી સ્વરા ભાસ્કર, ટ્વિટર ઈન્ડિયાના એમડી મનીષ મહેશ્વરી તથા અન્યોને આરોપી બનાવાયા છે. ટ્વિટર પર આરોપ છે કે તે વીડિયો સાથે મેનીપ્યુલેટેડ મીડિયાની ટેગ લગાવતું નથી. 5 જૂનનો આ મામલો અંદરોઅંદરની દુશ્મનીનો હતો.

સ્વરા ભાસ્કર તથા અન્યો પર આ વીડિયોને પ્રસારિત કરવાનો આરોપ છે. ઉલ્લેખનીય છે કે ઉત્તર પ્રદેશ પોલીસ પહેલા જ ટ્વિટર વિરુદ્ધ કેસ દાખલ કરી ચૂકી છે અને પાંચ લોકોની ધરપકડ પણ કરી છે. ઉત્તર પ્રદેશ પોલીસે આ મામલે ટ્વિટર ઉપરાંત વેબસાઈટ ધ વાયર, પત્રકાર મોહમ્મદ ઝુબેર અને રાણા ઐયુબને પણ આરોપી બનાવ્યા છે. પ્રેસ ક્લબે પત્રકારો વિરુદ્ધ એફઆઈઆર રદ કરવાની માંગ કરી છે. દરમિયાનમાં પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ ટ્વિટર વિરુદ્ધ કરાયેલી કાર્યવાહી અંગે કહ્યું છે કે કેન્દ્ર બંગાળ પર નિયંત્રણ કરવા માંગે છે. આથી જ ટ્વિટરને પણ અંકુશમાં લેવા માંગે છે.

બીજીબાજુ દિલ્હી પોલીસે ટ્વિટર ઈન્ડિયાના એમડી મનીષ મહેશ્વરીની કોંગ્રેસ ટુલકિટ મામલે ગયા મહિને પૂછપરછ કરી હતી. આઈટી મંત્રી રવિશંકર પ્રસાદે ટ્વિટર મામલે કહ્યું છે કે સરકાર ટીકાનું સ્વાગત કરે છે. ભારતના સૌથી મોટા અને જીવંત લોકતંત્ર પર તેમને ગર્વ છે. પરંતુ અભિવ્યક્તિના નામે નિયમ-કાયદાનું પાલન કરવામાં ન આવે તો તે ચલાવી લેવાશે નહીં.

ટ્વિટરનો શેર 4 મહિનામાં 25% સુધી તૂટી ગયો
ભારત સરકાર સાથેની ટક્કર ટ્વિટરને ભારે પડી રહી છે. ચાર મહિનામાં કંપનીના શેરનો ભાવ 25 ટકા સુધી તૂટી ગયો છે. બુધવારે શેરનો ભાવ 59.93 ડૉલર પર બંધ આવ્યો હતો. 26 ફેબ્રુઆરીએ તેનો ભાવ 52 સપ્તાહની ઊંચાઈએ 80.75 ડૉલરે પહોંચી ગયો હતો. ત્યારપછી અત્યાર સુધીમાં 25.78 ટકાનો ઘટાડો નોંધાયો છે. તેનું માર્કેટકેપ 47.64 અબજ ડૉલર (રૂ. 3480 અબજ) પર આવી ગયું છે.

અન્ય સમાચારો પણ છે...