• Gujarati News
  • National
  • Company Employee Had A Heated Argument With Tamil Nadu's Grahas Over Lack Of Knowledge Of Hindi Language, The Company Had To Apologize

ફરી વિવાદમાં ઝોમેટો:કંપનીના કર્મચારીએ હિંદી ભાષાની જાણકારી નહીં હોવા અંગે તમિલનાડુના ગ્રાહક સાથે ઉગ્ર ચર્ચા કરી, કંપનીએ માફી માગવી પડી

નવી દિલ્હીએક મહિનો પહેલા
  • ઝોમેટોએ સોશિયલ મીડિયા પર લખ્યું કે વનક્કમ તમિલનાડુ, અમે અમારા કસ્ટમર એજન્ટના વ્યવહાર માટે માફી માગી છીએ

ફૂડ ડિલીવરી કંપની ઝોમેટો તેના એક કર્મચારીના મુદ્દે ફરી એક વખત ચર્ચામાં છે. ચેન્નાઈના એક ગ્રાહકે આરોપ લગાવ્યો છેકે કંપનીના એક કર્મચારીએ હિંદી ભાષા મુદ્દે તેની સાથે ઉગ્ર ચર્ચા કરી હતી. ગ્રાહકે આ અંગેની ચેટનો એક સ્ક્રીનશોર્ટ પણ સોશિયલ મીડિયા પર શેર કર્યો છે. ત્યારબાદ ઝોમેટોએ જાહેરમાં ગ્રાહકની માફી માગી હતી.

ચેન્નાઈના વિકાસે ઝોમેટોમાંથી ફૂડનો ઓર્ડર આપ્યો હતો. તેણે પોતાનો ઓર્ડર રિસીવ કરવામાં સમસ્યા આવી રહી હતી. આ અંગે વિકાસે ઝોમેટોને ફરિયાદ કરી અને તેણે રેસ્ટોરન્ટનો સંપર્ક કરવા માટે કહ્યું, આ અંગે ઝોમેટોના કર્મચારીએ જણાવ્યું કે તેણે રેસ્ટોરન્ટને 5 વખત ફોન કર્યો, પણ ભાષાને લગતી મુશ્કેલીને લીધે યોગ્ય રીતે વાત થઈ શકી ન હતી.

આ અંગે વિકાસે કહ્યું કે ઝોમેટો તામિલનાડુમાં સેવા આપી રહ્યું છે તો તેણે એક તમિલ ભાષી વ્યક્તિને કામ પર રાખવી જોઈએ. તેણે ઝોમેટોના કર્મચારીને પૈસા રેસ્ટોરન્ટમાંથી રિફંડ કરવા કહ્યું. જવાબમાં કર્મચારીએ કહ્યું હિંદી આપણી રાષ્ટ્રભાષા છે. માટે તે બિલકુલ સામાન્ય વાત છે કે દરેકને થોડી-ઘણી હિંદી આવડતી હોવી જોઈએ. ત્યારબાદ વિકાસે કહ્યું કે ભાષાની મુશ્કેલી મારી સમસ્યા નથી. તમે જલ્દીથી પૈસા પરત કરો.

ઝોમેટોએ માફી માગી
જેવી આ બાબત સોશિયલ મીડિયા પર આવી તે સાથે જ ઝોમેટોએ સોશિયલ મીડિયા પર ગ્રાહકની માફી માગી. ઝોમેટોએ સોશિયલ મીડિયા પર લખ્યું કે વનક્કમ તમિલનાડુ, અમે અમારા કસ્ટમર એજન્ટના વ્યવહાર માટે માફી માગી છીએ. અમે કર્મચારીને અયોગ્ય વર્તણૂક બદલ કંપનીમાંથી કાઢી મુક્યો છે. આ ઘટના અંગે અમે સત્તાવાર નિવેદન આપ્યું છે. અમને આશા છે કે આગામી સમયમાં તમે અમને વધારે સારી સેવા કરવા તક આપશો.

કંપનીએ લખ્યું કે કર્મચારીની ટિપ્પણી, ભાષા અને વિવિધતા અંગે ઝોમેટોના વલણનું પ્રતિનિધિત્વ કરતું નથી. અત્યારે ઝોમેટો એપના એક તમિલ આવૃત્તિ પર કામ ચાલી રહ્યું છે. કંપનીએ આ ઘટનાની તપાસ કરી રહી છે.