તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • National
  • Companies Are Firing People, Crowds At Railway Stations, Workers Not Wanting To Push Like Last Year

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

લોકડાઉનનો ભય, મુંબઈ ખાલી થઈ રહ્યું છે:નોકરીમાંથી કંપનીઓ લોકોને કાઢી રહી છે, રેલવે સ્ટેશનો પર ભીડ, ગત વર્ષ જેવા ધક્કા નથી ખાવા ઈચ્છતા મજૂરો

6 દિવસ પહેલા
  • કૉપી લિંક
આવી જ ભીડ રવિવારથી મુંબઇના લોકમાન્ય તિલક ટર્મિનસ સ્ટેશનની બહાર જોવા મળી રહી છે. - Divya Bhaskar
આવી જ ભીડ રવિવારથી મુંબઇના લોકમાન્ય તિલક ટર્મિનસ સ્ટેશનની બહાર જોવા મળી રહી છે.
  • ગત વર્ષે લોકડાઉનના પગલે પગપાળા જવાની નોબત આવી હતી, તેથી લોકોએ વતન તરફ પ્રયાણ શરૂ કર્યું
  • મુસાફરોને વતન પરત ફરવામાં સરળતા રહે તે માટે રેલવેએ ટ્રેનોની સંખ્યામાં વધારો કર્યો

કોરોનાના એક વર્ષ બાદ ગત વર્ષે ઊભી થઈ હતી, તેવી પરિસ્થિતિ ફરીથી સર્જાઈ રહી છે. મુંબઈમાં કોરોના સંક્રમિતોનો આંક સતત વધતો જઈ રહ્યો છે. અહીંયા ફરી લોકડાઉન આવશે તેના ભયથી પ્રવાસી મજૂરો અને અન્ય લોકો પાછા પોતાના વતન તરફ જઈ રહ્યા છે. મુંબઈના તમામ વિસ્તારોમાં ભીડ જણાઈ રહી છે, ટિકિટો લેવા માટે લોકો લાંબી લાઈનો લગાવી રહ્યા છે. ભિવંડી અને થાણેમાં હાલત ખરાબ જણાઈ રહી છે. તેની સાથે મોટાભાગની કંપનીઓએ પણ કર્મચારીઓને નોકરીમાંથી કાઢવાનું શરૂ કરી દીધું છે.

રિઝર્વેશન વગર સ્ટેશનમાં એન્ટ્રી પર પ્રતિબંધ, પરિવારને લઈને પહોંચ્યા લોકો
મુંબઈના લોકમાન્ય તિલક ટર્મિનસ સ્ટેશન પર રવિવાર પછી દરરોજ લોકોના ટોળે-ટોળા આવી રહ્યા છે. અહીંયા રિઝર્વેશન વગર કોઈને એન્ટ્રી આપવામાં નથી આવતી. ઉત્તર પ્રદેશના રહેવાસી અને ધારાવીમાં સંવિદા પર હેલ્થ કેર વર્કરના રૂપમાં કાર્ય કરી રહેલા અહેમદ ખાને જણાવ્યું હતું કે, ગત વર્ષે અચાનક લોકડાઉનથી અમને ઘણી મુશ્કેલી પડી હતી, અમે પોલીસના દંડા પણ ખાધા હતા. હવે ફરીથી આ પરિસ્થિતિનું નિર્માણ ન થાય તે માટે અમે અત્યારથી વતન તરફ જઈ રહ્યા છીએ.

આ તસવીર મુંબઈના મરીન ડ્રાઇવની છે. ઘરનું ભાડું બચાવવા માટે, કામદારો ઘરની બહાર નીકળે છે અને આ રીતે જાહેર સ્થળોએ એકઠા થઈ જાય છે.
આ તસવીર મુંબઈના મરીન ડ્રાઇવની છે. ઘરનું ભાડું બચાવવા માટે, કામદારો ઘરની બહાર નીકળે છે અને આ રીતે જાહેર સ્થળોએ એકઠા થઈ જાય છે.

એક ટંકનું ભોજન કરવાના રૂપિયા નહોતા, મહા મુસિબતે ઘરેથી મંગાવ્યા
UPના બાંદાના રહેવાસી રાજેશ પરિહાર મુંબઈમાં સિક્યોરિટિ ગાર્ડની નોકરી કરી રહ્યા છે. તેઓએ જણાવ્યું હતું કે લોકડાઉનની આશંકાએ તેમની કંપનીએ રાજેશને નીકાળી દીધા હતા. તેમની પાસે ઘરે જવાના પણ રૂપિયા નહોતા, જેથી તેઓએ પરિવાર પાસેથી પૈસા મંગાવી અને વતન તરફ પરત ફરી રહ્યા છે.

એલટીટી સ્ટેશનની બહારનું ચિત્ર. ઘરે પરત ફરતા મોટાભાગના લોકો ઉત્તર પ્રદેશ અને બિહારના છે.
એલટીટી સ્ટેશનની બહારનું ચિત્ર. ઘરે પરત ફરતા મોટાભાગના લોકો ઉત્તર પ્રદેશ અને બિહારના છે.

ફરીથી આટલા ઉદ્યોગો પર અસર પહોંચી શકે છે
મજૂરોના પલાયન કરવાથી પાવરલૂમ ઈન્ડસ્ટ્રી સહિત તેના સાથે જોડાયેલા સાઈઝિંગ, કંસ્ટ્રક્શનના કામો ઊપર પણ માઠી અસર પહોંચી શકે છે. રાજ્ય સરકારના દર્શાવેલા આંકડા મુજબ મુંબઈમાં 2020માં લગભગ 11.86 લાખ પ્રવાસી મજૂરો વતન ભણી થયા હતા. જોકે આંકમાં જોઈએ તો આ સંખ્યા 25 લાખની આસપાસ હતી.

ક્યાં-ક્યાંથી પ્રવાસીઓ આવે છે
ઈકોનૉમિક એન્ડ પોલિટિકલ વીકલીના એક રિપોર્ટના આધારે મુખ્ય રુપે UP, બિહારથી પ્રવાસી મજૂરો મુંબઈ અને દિલ્હી આવે છે. પછી મધ્યપ્રદેશ, ઓરિસ્સા અને ઝારખંડથી મજૂરો અહીં મુંબઈ આવતા હોય છે.

ગત વર્ષે પગપાળા જવાની નોબત આવી હતી
ગત વર્ષે અચાનક લોકડાઉન લાદવામાં આવતા ઘણા બધા પ્રવાસીઓને પગપાળા ઘરે જવું પડ્યું હતું. તેમના ધંધા-રોજગાર પણ ઠપ થઈ ગયા હતા. જેથી લોકો તેમના વતન પરત ફર્યા હતા.

રેલવેએ ટ્રેનોની સંખ્યામાં વધારો કર્યો
યાત્રિઓની સંખ્યામાં વધારો જોઈને સેન્ટ્રલ અને મધ્ય રેલવેએ ઘણી બધી વિશેષ ટ્રેનોને શરૂ કરી છે. મુંબઈથી ગોરખપુર, પટના અને દરભંગા માટે વિશેષ ટ્રેન શરૂ કરવાનો નિર્ણય કર્યો છે. 01053 સ્પેશિયલ એલટીટી 13 અને 20 એપ્રિલના રોજ સાંજે 4.40 વાગ્યે ઉપડશે અને ત્રીજા દિવસે બપોરે 2 કલાકે ગોરખપુર પહોંચશે. 01054 વિશેષ ગોરખપુરથી 15 અને 22 એપ્રિલના 4.05 વાગે પ્રસ્થાન કરશે અને બીજે દિવસે રાત્રે 11.45 વાગ્યે પહોંચશે. 21401 સુપરફાસ્ટ વિશેષ ટ્રેન પુણેથી 9, 11, 16 અને 18 એપ્રિલે સાંજે 4.15 વાગ્યે પ્રસ્થાન કરશે અને બીજા દિવસે 11.45 વાગ્યે દાનાપુર પહોંચશે.

કોરોનાના વધતા જતા કેસો વચ્ચે સુરક્ષા કર્મચારીઓએ ભીડને દૂર કરવા માટે ખૂબ જ મહેનત કરવી પડે છે.
કોરોનાના વધતા જતા કેસો વચ્ચે સુરક્ષા કર્મચારીઓએ ભીડને દૂર કરવા માટે ખૂબ જ મહેનત કરવી પડે છે.

ભીડ ઓછી કરવા માટે રેલવે આ કાર્ય કરી રહી છે
મધ્ય રેલવેના મુખ્ય જનસંપર્ક અધિકારી શિવાજી સુતારના જણાવ્યા પ્રમાણે રેલવે સ્ટેશનમાં માત્ર ટિકિટ બુક કરાવી હોય તેવા મુસાફરોને જ પ્રવેશ અપાય છે. પહેલા જે લોકો સામાન્ય શ્રેણીમાં યાત્રા કરી રહ્યા હતા, તેઓને હવે સેકન્ડ સિટિંગ શ્રેણીમાં નિર્ધારિત ટિકિટો આપવામાં આવી રહી છે. તેની સાથે ભીડ પર કાબૂ લેવા પ્લેટફોર્મ ટિકિટની કીંમત પણ 50 રૂપિયા કરી દેવાઈ છે.

અન્ય સમાચારો પણ છે...

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ અનુકૂળ રહેશે. વાતચીત કરીને તમે તમારા કામ કઢાવી શકશો. તમારી કોઇ નબળાઈ ઉપર પણ તમે કામ કઢાવી શકવામાં સક્ષમ રહેશો. મિત્રોનો સાથ અને સહયોગ તમારી હિંમત અને તાકાતને વધારશે. ને...

વધુ વાંચો