• Gujarati News
  • Sports
  • Poonia Said Nappies Will Be Found Hanging In The Houses Of Every Village In Haryana, The Prize Inspired To Become A Pioneer.

સ્કૂલ ન જવું પડે એ માટે અખાડામાં ગયા હતા બજરંગ:પુનિયાએ કહ્યું- હરિયાણાના દરેક ગામના ઘરમાં લંગોટ લટકેલા મળશે, ઈનામે પહેલવાન બનવાની પ્રેરણા આપી

સોનીપત4 મહિનો પહેલા

કોમનવેલ્થમાં દેશને ગોલ્ડ અપાવનાર હરિયાણાના રેસલર બજરંગ પુનિયા બાળપણમાં અભ્યાસમાં તેજસ્વી નહોતો. તે સ્કૂલ ન જવું પડે એ માટે અખાડામાં જવા લાગ્યો. ત્યાં બોક્સિંગ જીતવા પર મળનારા ઈનામથી તેને પ્રોત્સાહન મળ્યું અને તે પહેલવાન બની ગયો. બજરંગ કહે છે- હરિયાણાના કલ્ચરમાં કુસ્તી છે. અહીંના ગામના દરેક ઘરમાં તમને લંગોટ લટકાતો મળશે.

જીતથી વધુ પર્ફોર્મન્સની ખુશી
બજરંગ પુનિયા તેમની જીતથી વધુ તેમના પર્ફોર્મન્સથી ખુશ છે. તેના માટે ટોક્યો ઓલિમ્પિકથી અત્યારસુધીનો સમય ખૂબ જ ઉતાર-ચઢાવવાળો રહ્યો છે. શુક્રવારે રાતે ફાઈનલ મેચ જીત્યા પછી તેણે કહ્યું હતું કે ગોલ્ડ સેમ હોય છે, પછી એ 2018માં જીત્યો હોય કે હાલ 2022માં, પરંતુ ઈજા પછી તેણે જે કમબેક કર્યું છે એ તેના માટે ખૂબ સારું છે.

ટોક્યો ઓલિમ્પિક ગેમ્સના એક મહિના પહેલાં તેમને ઈજા પહોંચી હતી. પહેલાં તેમની ગેમ એગ્રેસિવ રહેતી, આ વખતે કોમનવેલ્થમાં તે એગ્રેસિવની સાથે એટેકિંગ અને ડિફેન્સિવ રીતે પ્રિપેર થઈને આવ્યો હતો.

ફરીથી તે બજરંગને જોશે લોકો
સોનીપત નિવાસી બજરંગ પુનિયા છેલ્લાં 8 વર્ષથી ભારતનો એવો પહેલવાન રહ્યો છે, જેણે ઈન્ટરનેશનલ સ્તર પર સતત સફળતા પ્રાપ્ત કરી છે. ટોક્યો ઓલિમ્પિકમાં તેને સૌથી જોરદાર ખેલાડી માનવામાં આવતો હતો, જોકે મેચના લગભગ એક મહિના પહેલાં થયેલી ઈજાથી તે સારી રીતે રમી શક્યો નહોતો. સેમી-ફાઈનલમાં હારી ગયો હતો, જોકે પછી તેણે બ્રોન્ઝ મેડલ માટે થયેલી મેચને જીતી લીધી હતી. 2018ની કોમનવેલ્થમાં પુનિયા ગોલ્ડ મેડલ જીત્યો હતો.

ઈન્જરીમાંથી રિકવર થવામાં તેને ઘણો સમય લાગ્યો હતો. આ પહેલાં તેણે જે પણ ટૂર્નામેન્ટ રમી, એમાં પોતાના પર્ફોર્મન્સથી તે સંતુષ્ટ નહોતો. આજે તેના માટે ખુશીનો દિવસ છે. ખુશી એટલા માટે નહિ કે ગોલ્ડ જીત્યો છે, પરંતુ એટલા માટે કે તે સારું રમી શક્યો.

ફરીથી એગ્રેસિવ રમશે
બજરંગે જણાવ્યું હતું કે તેની કોશિશ એ હતી કે તે પોતાના તરફથી બેસ્ટ રમે. પહેલાં એગ્રેસિવ રમતો હતો, જોકે ઈન્જરી પછી ઘણો ચેન્જ આવી ગયો હતો. હવે પ્રયત્ન એવો છે કે ફરીથી એના પર આવે. તેણે વધુમાં કહ્યું હતું કે કોઈપણ મેચ થાય તો કોઈપણ ખેલાડી નબળો હોતો નથી. જે પણ આવે છે તે પોતાના દેશના મેડલ જીતવા માટે આવે છે. આજે તેની ફાઈટ ખૂબ સારી રહી હતી. હવે આગળ જે ટૂર્નામેન્ટ છે એમાં સારું પર્ફોર્મન્સ કરીને દેશ માટે મેડલ જીતે એની તૈયારી તેઓ જોરદાર કરશે.

સુશીલને આપ્યો ધન્યવાદ
બજરંગ પુનિયાએ વાતચીતમાં ઓલિમ્પિક મેડલવિજેતા સુશીલ કુમારને ધન્યવાદ પાઠવ્યા. સુશીલ હાલ સોનીપતના જ એક ખેલાડી સાગર પહેલવાનની હત્યાના આરોપમાં જેલમાં છે. બજરંગે કહ્યું હતું કે આપણા જે જૂના ખેલાડી છે, પછી તે રેસલિંગમાં હોય કે કોઈપણ ફિલ્ડમાં, જેમણે દેશ માટે સારું કર્યું છે, તેમને જોઈને જ શીખ્યા છે.

હવે આ ખેલાડીઓએ સારું કર્યું છે તો આપણે પણ તેમના માર્ગે ચાલીને કંઈક સારું કરીએ. રેસલિંગને જીવતી કરનાર જ સુશીલભાઈ હતા. તે ઓલિમ્પિક મેડલ જીત્યા, એ પછી જ રેસલિંગની ઓળખ બની હતી. એ પહેલાં રેસલિંગને વધુ મહત્ત્વ આપવામાં આવતું નહોતું. તેમને આપણે ધન્યવાદ આપવા જોઈએ.

અન્ય સમાચારો પણ છે...