તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ભાસ્કર એક્સપ્લેનર:ટેસ્ટમાં ત્રણ વાર ફેલ થનારા કોમર્શિયલ વાહનો સ્ક્રેપમાં જશેઃ વિંકેશ ગુલાટી

નવી દિલ્હીએક મહિનો પહેલા
 • કૉપી લિંક
વિંકેશ ગુલાટી, પ્રેસિડેન્ટ, એફએડીએ - Divya Bhaskar
વિંકેશ ગુલાટી, પ્રેસિડેન્ટ, એફએડીએ
 • બજેટમાં 15 વર્ષ જૂના કોમર્શિયલ અને 20 વર્ષ જૂના ખાનગી વાહનો માટે સ્ક્રેપ પોલિસીની જાહેરાત

સરકારે બજેટમાં જૂના વાહનો માટે ‘સ્ક્રેપ પોલિસી’ જાહેર કરી છે. તે પ્રમાણે 15 વર્ષ જૂના કોમર્શિયલ અને 20 વર્ષ જૂના ખાનગી વાહનોએ ફિટનેસ ટેસ્ટ પાસ કરવી પડશે. કોમર્શિયલ વાહનો ત્રણ વાર ટેસ્ટમાં ફેઈલ થશે, તો તે સ્ક્રેપ મનાશે. આ સ્થિતિમાં વાહન માલિકોના મનમાં અનેક સવાલો છે. જેમ કે, મારી 20 વર્ષ જૂની કારનું શું થશે? વાહન ચાલુ હાલતમાં હોય, તો શું કરવાનું? વગેરે. વાંચો સવાલોના જવાબો...

15 વર્ષ જૂના કોમર્શિયલ અને 20 વર્ષ જૂના ખાનગી વાહનોએ ફિટનેસ ટેસ્ટ પાસ કરવી પડશે.
15 વર્ષ જૂના કોમર્શિયલ અને 20 વર્ષ જૂના ખાનગી વાહનોએ ફિટનેસ ટેસ્ટ પાસ કરવી પડશે.

પ્રશ્નઃ નવી સ્ક્રેપ પોલિસી શું છે?
જવાબઃ તે અંતર્ગત 15 વર્ષ જૂના કોમર્શિયલ અને 20 વર્ષ જૂના ખાનગી વાહનોને રસ્તા પર દોડતા અટકાવાશે.

પ્રશ્નઃ આ પોલિસી ક્યારથી લાગુ થશે?
જવાબઃ હાલ તેના પર વિચાર ચાલે છે. હાલ તે ફરજિયાત નથી. સરકારનો ઈરાદો પહેલા આ પોલિસી સ્વૈચ્છિક ધોરણે લાગુ કરવાનો છે, જે બાદમાં ફરજિયાત થઈ શકે છે.

પ્રશ્નઃ ​​​​​​​આ પોલિસીનો ફાયદો શું થશે?
જવાબઃ ​​​​​​​સરકારનું માનવું છે કે, નવી નીતિથી વાયુ પ્રદૂષણ ઘટશે. બીજી તરફ, ઈલેક્ટ્રિક વાહનો કે અન્ય વાહનોનું વેચાણ વધશે, જેનાથી ઓટો સેક્ટરને ફાયદો થશે. સ્ક્રેપ સેન્ટરો શરૂ થશે, જેથી રોજગારી વધવાની આશા છે.

પ્રશ્નઃ ​​​​​​​કારને સ્ક્રેપમાં આપવાનો શું ફાયદો?
જવાબઃ ​​​​​​​આટલા જૂના વાહનોની રિ-સેલ વેલ્યુ ઓછી હોય છે અને પ્રદૂષણ વધુ ફેલાવે છે. એટલે સરકાર ચોક્કસ નીતિ બનાવવાનો વિચાર કરી રહી છે. આ માટે સબસિડી કે ઈન્સેન્ટિવ આપી શકે છે. તેના અભાવમાં સ્ક્રેપ પોલિસી ચલાવવી મુશ્કેલ છે.

પ્રશ્નઃ ​​​​​​​પોલિસી લાગુ થાય ત્યારે આવા વાહનો ચાલુ હોય તો શું કરવાનું?
જવાબઃ ​​​​​​​આ માટે ઓટોમેટેડ ફિટનેસ સેન્ટરો બનાવાશે. સ્ક્રેપ પોલિસી લાગુ થતા જૂના વાહનોને આ સેન્ટર પર લઈ જવા પડશે. ત્યાં ફિટનેસ ટેસ્ટના આધારે નક્કી કરાશે કે, કાર રસ્તા પર ચાલવાને લાયક છે કે નહીં. ફેઈલ થશે તો વાહન સ્ક્રેપ જાહેર કરાશે.

પ્રશ્નઃ ​​​​​​​કોમર્શિયલ વાહનોના ફિટનેસ ટેસ્ટમાં તે પાસ થશે, તો ક્યાં સુધી તે ચલાવી શકાશે?
જવાબઃ ​​​​​​​દરેક ફિટનેસ સર્ટિફિકેટ એક વર્ષ સુધી કાયદેસર ગણાશે. સર્ટિફિકેટ માટે દરેક વખતે ફી ચૂકવવી પડશે. ત્રણ વાર ફેઈલ થશે તો વાહન સ્ક્રેપ મનાશે.

પ્રશ્નઃ ​​​​​​​શું તેના સિવાય પણ કોઈ ખર્ચ થશે?
જવાબઃ ​​​​​​​નવી નીતિમાં ગ્રીન ટેક્સનો પણ પ્રસ્તાવ છે, જે રજિસ્ટ્રેશન વખતે રોડ ટેક્સના 10-25% હશે. જ્યારે તમે વાહનનો ફિટનેસ ટેસ્ટ કરાવશો, ત્યારે તે ચૂકવવો પડશે. તે જુદા જુદા શહેરોમાં પ્રદૂષણના હિસાબે રખાશે.

ઓટોમેટેડ ફિટનેસ સેન્ટરો બનાવાશે. સ્ક્રેપ પોલિસી લાગુ થતા જૂના વાહનોને આ સેન્ટર પર લઈ જવા પડશે.
ઓટોમેટેડ ફિટનેસ સેન્ટરો બનાવાશે. સ્ક્રેપ પોલિસી લાગુ થતા જૂના વાહનોને આ સેન્ટર પર લઈ જવા પડશે.
અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે આર્થિક યોજનાઓને ફળીભૂત કરવાનો યોગ્ય સમય છે. સંપૂર્ણ આત્મવિશ્વાસ સાથે તમારી ક્ષમતા પ્રમાણે કામ કરો. જમીનને લગતી ખરીદદારી કે વેચાણનું કામ પૂર્ણ થઇ શકે છે. વિદ્યાર્થીઓને કરિયરને લગતી કોઇ સમ...

  વધુ વાંચો