• Gujarati News
  • National
  • Coming Home In An Intoxicated State Was Hard On The Young Man; Lathi Charged 15 Times In 30 Seconds

દારૂડિયા પતિ સામે પત્ની બની રણચંડી:નશીલી હાલતમાં ઘરે આવવું યુવકને ભારે પડ્યું; 30 સેકન્ડમાં 15વાર લાઠીચાર્જ થયો

18 દિવસ પહેલા

ઉત્તર પ્રદેશના હરદોઈમાં એક દારૂડિયા પતિએ પરિવારજનોને હેરાન કરવાનું ભારે પડ્યું હતું. તેની પત્ની, માતા અને બહેને તેને લાકડીઓ વડે માર માર્યો હતો. યુવક કછૌના પોલીસ સ્ટેશન વિસ્તારમાં રહે છે અને બાલામાળના રેલવે ગંજમાં ભાડાની દુકાનમાં કામ કરે છે. યુવકની દારૂ પીવાની આદતથી પરિવારના દરેક લોકો પરેશાન હતા. પરંતુ જ્યારે આ યુવક ફરીથી નશામાં ધૂત આવ્યો ત્યારે ઘરની મહિલાઓએ તેને લાકડીઓ વડે માર માર્યો હતો. જ્યારે આ ઘટના બની ત્યારે રાહદારીઓ અને દુકાનદારો જોતા જ રહી ગયા હતા. દુકાનદારોનું કહેવું છે કે, પરિવારના લોકોએ પણ તેને અનેકો વખત પોલીસ સ્ટેશનના હવાલે કર્યો છે. જો કે, આમાં કોઈ સુધારો જોવા મળ્યો નથી.

અન્ય સમાચારો પણ છે...