રાજુ શ્રીવાસ્તવનું AIIMSમાં અવસાન:હાર્ટ-એટેક આવ્યાના 42 દિવસ સુધી સારવાર ચાલી હતી, એક હિસ્સામાં 100% બ્લૉકેજ હતું

નવી દિલ્હી9 દિવસ પહેલા

આજે સવારે કોમેડિયન રાજુ શ્રીવાસ્તવનું નિધન થયું છે. તેઓ ઘણા દિવસથી એઈમ્સમાં વેન્ટિલેટર સિસ્ટમ પર હતા. નોંધનીય છે કે જિમમાં એક્સર્સાઈઝ કરતા સમયે તેમને હાર્ટ-એટેક આવ્યો હતો. રાજુ શ્રીવાસ્તવ છેલ્લા 40 દિવસથી વેન્ટિલેટર પર હતા.

ત્રણવાર એન્જિયોપ્લાસ્ટી

તેમની 10 વર્ષમાં ત્રણવાર એન્જિયોપ્લાસ્ટી કરવામાં આવી હતી. 10 વર્ષ પહેલાં મુંબઈની કોકિલાબેન ધીરુભાઈ અંબાણી હોસ્પિટલમાં, સાત વર્ષ પહેલાં મુંબઈની લીલાવતી હોસ્પિચલમાં એન્જિયોપ્લાસ્ટી થઈ હતી. ત્યાર બાદ 10 ઓગસ્ટે ત્રીજીવાર એન્જિયોપ્લાસ્ટી કરવામાં આવી હતી.

ડૉક્ટરે શું કહ્યું હતું?
હોસ્પિટલના ડૉક્ટરે પરિવારને કહ્યું હતું કે રાજુ ભલે પ્રતિક્રિયા ના આપે, પરંતુ તેઓ આસપાસનો અવાજ સાંભળે છે. જો તેમની કોઈ પ્રિય વાત કે અવાજ તેઓ સાંભળશે તો મગજ વધુ સક્રિય થશે. રિકવરીમાં સરળતા રહેશે.

પરિવારને તરત જ ખ્યાલ આવ્યો કે રાજુ બોલિવૂડ દિગ્ગજ અમિતાભ બચ્ચનને આદર્શ માને છે અને તેમનો અવાજ ગમે છે. પરિવારે બિગ બીની ઓફિસમાં ફોન કરીને રાજુની તબિયત અંગે માહિતી આપી હતી. બિગ બીની ઓફિસ તરફથી કહેવામાં આવ્યું કે અમિતાભ રાજુને એડમિટ કરવામાં આવ્યા ત્યારથી તેમણે ફોન પર મેસેજ મોકલ્યા છે. પરિવારે ફોન જોયો તો અમિતાભના 10 મેસેજ વાંચ્યા વગરના હતા. પરિવારે પછી બિગ બીને વિનંતી કરી કે તે આ જ મેસેજ ઑડિયોમાં મોકલે, જેથી રાજુને સંભળાવી શકાય.

પાંચ જ મિનિટમાં અમિતાભે ઑડિયો મોકલ્યો
અમિતાભ બચ્ચનને ડૉક્ટરે જે વાત કહી હતી એ પણ કહેવામાં આવી હતી. ત્યાર બાદ પાંચ મિનિટની અંદર બિગ બીએ એક ઑડિયો મેસેજ મોકલ્યો હતો.

ઑડિયોમાં શું વાત કરી હતી?
બિગ બીએ કહ્યું હતું, 'રાજુ ઊઠ, બસ હવે બહુ થયું. હજી બહુ જ કામ કરવાનું છે. જલદીથી ઊઠી જા અને બધાને હસાવતો રહે.' પરિવાર આ મેસેજ વચ્ચે વચ્ચે રાજુને સંભળાવે છે.

ઑડિયો મેસેજથી તબિયતમાં સુધારો આવ્યો હતો
રાજુ શ્રીવાસ્તવના પ્રવક્તાએ કહ્યું હતું કે બિગ બીના ઑડિયો મેસેજથી બૉડીમાં મૂવમેન્ટ વધી હતી. જોકે બ્રેન રિસ્પોન્સ નથી કરતું એ ચિંતાની વાત હતી.

ડૉક્ટર્સે જૂના રિપોર્ટ્સ મગાવ્યા થોડા દિવસ પહેલાં રાજુ શ્રીવાસ્તવના નિકટના મિત્ર મકબૂલ નિસારે કહ્યું હતું, 'રાજુની તબિયત હાલમાં સ્થિર છે. ડૉક્ટર્સની ટીમે રાજુના જૂના મેડિકલ રિપોર્ટ મગાવ્યા છે. આના આધારે ડૉક્ટર્સ બાયપાસ સર્જરી કરવાનો નિર્ણય લેશે. આમ તો રાજુ સતત ફિટ એન્ડ ફાઇન રહ્યા છે અને નિયમિત જિમ કરે છે. તેમના અનેક શહેરમાં શો લાઇનઅપમાં છે. 31 જુલાઈથી સતત શો કર્યા હતા.'

કોમેડિયન રાજુ શ્રીવાસ્તવ એક મહિનાથી નવી દિલ્હીની AIIMS હોસ્પિટલમાં એડમિટ હતા. 10 ઓગસ્ટના રોજ તેમને દિલ્હીની હોટલના જિમમાં હાર્ટ-અટેક આવ્યો હતો અને ત્યારે તેને AIIMS હોસ્પિટલમાં એડમિટ કરવામાં આવ્યો હતો. રાજુને હોસ્પિટલમાં એડમિટ થયે આજે એટલે કે 10 સપ્ટેમ્બરના રોજ એક મહિનો થયો છે. આ એક મહિનામાં બેવાર રાજુની તબિયત ખરાબ થઈ હતી.

પરિવારે કહ્યું હતું કે સાત સપ્ટેમ્બરે રાત્રે 2 વાગ્યાથી ગુરુવાર આઠ સપ્ટેમ્બરના રોજ સવારે આઠ સુધી આંખમાં મૂવમેન્ટ જોવા મળી હતી, પરંતુ ડૉક્ટર્સે કહ્યું હતું કે તેને હોશ આવ્યો તેમ કહી શકાય નહીં.

નાના-મોટા રોલ પ્લે કર્યા હતા
58 વર્ષીય રાજુ શ્રીવાસ્તવનો જન્મ 25 ડિસેમ્બર, 1963માં કાનપુરમાં મધ્યમવર્ગીય પરિવારમાં થયો છે. રાજુને નાનપણથી કોમેડિયન બનવાની ઈચ્છા હતી. તેમણે 1988માં ફિલ્મ 'તેઝાબ'માં નાનો રોલ કર્યો હતો. ત્યાર બાદ 'મૈંને પ્યાર કિયા', 'બાઝીગર', 'બોમ્બે ટુ ગોવા'માં નાના-મોટા રોલ પ્લે કર્યો હતો.

તેમણે 1994માં ટીવી શો 'ટી ટાઇમ મનોરંજન'માં કામ કર્યું હતું. તેમને ખરી ઓળખ 'ધ ગ્રેટ ઇન્ડિયન લાફ્ટર ચેલેન્જ'થી મળી હતી. તેઓ પછી 'ગજોધર'થી લોકપ્રિય થયા હતા. રાજુ છેલ્લે 2017માં ફિલ્મ 'ફિરંગી'માં જોવા મળ્યા હતા. ટીવીની વાત કરીએ તો તેમણે છેલ્લે 2014માં 'ગેંગ્સ ઑફ હસીપુર' શોને હોસ્ટ કર્યો હતો.

1993માં લગ્ન
રાજુએ 1993માં લખનઉની શિખા સાથે લગ્ન કર્યા હતા. તેમને બે સંતાન અંતરા તથા આયુષ્માન છે.

અન્ય સમાચારો પણ છે...