• Gujarati News
  • National
  • Come With Family Or Spouse; The Mosque Administration Said This Is Not A Place To Make Tiktok

જામા મસ્જિદ મહિલાઓની એન્ટ્રી બેનનો નિર્ણય પરત લેશે:શાહી ઇમામે અપીલ કરતા કહ્યું- મુલાકાતીઓ ગરિમા જાળવી રાખે

4 દિવસ પહેલા

દિલ્હીની જામા મસ્જિદ મહિલાઓની સિંગલ એન્ટ્રી પરનો પ્રતિબંધ પરત ખેંચશે. સૂત્રોના જણાવ્યા અનુસાર દિલ્હીના ઉપ-રાજ્યપાલ વીકે સક્સેનાએ મસ્જિદના શાહી ઈમામ બુખારીને પ્રતિબંધ હટાવવાની અપીલ કરી હતી, જેને શાહી ઈમામે સ્વીકારી લીધી છે. જો કે તેમણે અપીલ કરતા કહ્યું છે કે મસ્જિદમાં આવતા લોકોએ સ્થળની ગરિમા જાળવી રાખે.

ગુરૂવારે દિલ્હીની જામા મસ્જિદે મહિલાઓની સિંગલ એન્ટ્રી પર પ્રતિબંધ લગાવ્યો હતો. મસ્જિદની દીવાલો પર આની નોટિસ કોપી લગાવી દેવામાં આવી હતી, જે મુજબ મસ્જિદમાં છોકરી અથવા છોકરીઓને એકલા આવવા પર પ્રતિબંધ મૂક્યો હતો. એટલે કે છોકરીઓ ગ્રુપ સાથે મસ્જિદની અંદર જવાની પરવાનગી નહોતી.

આ અંગે મસ્જિદ પ્રશાસને કારણ આપ્યું હતું કે સિંગલ છોકરીઓ છોકરાઓને સમય આપી મસ્જિદમાં મળવા બોલાવે છે. તેઓ અહીં ડાન્સ કરતા વીડિયો બનાવે છે, અમે તેના પર પ્રતિબંધ લગાવી રહ્યા છીએ. જો કે દિલ્હી મહિલા આયોગના અધ્યક્ષ સ્વાતિ માલીવાલે આ મુદ્દે મસ્જિદને નોટિસ પાઠવી હતી છે.

મસ્જિદની દીવાલો પર નોટિસ લગાવવામાં આવી છે, જેમાં લખ્યું છે કે મસ્જિદમાં છોકરી કે છોકરીઓને પ્રવેશ નહીં મળે.
મસ્જિદની દીવાલો પર નોટિસ લગાવવામાં આવી છે, જેમાં લખ્યું છે કે મસ્જિદમાં છોકરી કે છોકરીઓને પ્રવેશ નહીં મળે.

મસ્જિદના પ્રવક્તાએ કહ્યું- ધર્મસ્થળોને લોકો પાર્ક સમજી રહ્યાં છે.
આ આદેશને લઈ વિવાદ વધતા જામા મસ્જિદના પ્રવક્તા સબીઉલ્લાહ ખાને કહ્યું હતું કે પરિવાર અને પતિ સાથે આવતી મહિલાઓ પર આ પ્રતિબંધ લાગૂ નથી પડતો. મસ્જિદ પરિસરમાં ખોટી ગતિવિધિઓને રોકવા માટે આ નિર્ણય લેવામાં આવ્યો છે.

તેમણે કહ્યું હતું કે મહિલાઓ પર રોક નથી લગાવવામાં આવી છે. પરિવાર અને વિવાહિત લોકો માટે કોઈ પ્રતિબંધ નથી, પરંતુ છોકરીઓ એકલી આવે છે, છોકરાઓને મળવા માટે બોલાવે છે. અહીં ખોટી ગતિવિધિઓ કરે છે. છોકરીઓ મસ્જિદમાં ડાન્સ કરે છે અને ટિકટોક વીડિયો બનાવે છે. આ પ્રતિબંધ ખોટી ગતિવિધિઓને રોકવા માટે લગાવ્યો છે. જો કોઈ અહીં આવીને ઇબાદત કરવા ઇચ્છે તો કરી શકે છે, પરંતુ કોઈપણ ધાર્મિક સ્થળને પાર્ક સમજી લેવું તે યોગ્ય નથી.

દિલ્હી મહિલા આયોગના અધ્યક્ષે નિર્ણયને ખોટો ગણાવ્યો
સ્વાતિ માલીવાલે કહ્યું કે જામા મસ્જિદમાં મહિલાઓના પ્રવેશ પર રોક લગાવવાનો નિર્ણય બિલકુલ ખોટો છે. સ્ત્રી અને પુરૂષ વચ્ચે પૂજાના અધિકારમાં કોઈ તફાવત ન હોવો જોઈએ. તેમણે એમ પણ કહ્યું કે તે આ મામલે જામા મસ્જિદને નોટિસ આપી હતી.

સ્વાતિ માલીવાલે ટ્વીટ કરીને મસ્જિદના નિર્ણય સામે વાંધો ઉઠાવ્યો. તેમણે કહ્યું કે મહિલાઓના પ્રવેશ પર પ્રતિબંધ લગાવવાનો કોઈને અધિકાર નથી.
સ્વાતિ માલીવાલે ટ્વીટ કરીને મસ્જિદના નિર્ણય સામે વાંધો ઉઠાવ્યો. તેમણે કહ્યું કે મહિલાઓના પ્રવેશ પર પ્રતિબંધ લગાવવાનો કોઈને અધિકાર નથી.
અન્ય સમાચારો પણ છે...