• Gujarati News
  • National
  • Colonel Santosh Babu Martyred In Galwan Attack Honored With Mahavir Chakra, Veer Chakra To 4 Martyrs

વીર શહીદોનું સન્માન:ગલવાનમાં શહીદ થયેલા કર્નલ સંતોષ બાબુનું મહાવીર ચક્રથી સન્માન, શહીદ જવાનોને વીર ચક્ર

નવી દિલ્હી9 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે વીર શહીદોને પુરસ્કાર અર્પણ કર્યા

ગલવાન હુમલામાં શહીદ થયેલા કર્નલ સંતોષ બાબુને આજે મરણોત્તર મહાવીર ચક્ર એનાયત કરવામાં આવ્યો હતો. પરમવીર ચક્ર પછી આ બીજું સર્વોચ્ચ સૈન્ય સન્માન છે. જ્યારે, ઓપરેશન સ્નો લેપર્ડમાં સામેલ રહેલા નાયબ સુબેદાર નુદુરામ સોરેન, હવાલદાર કે પિલાની, નાયક દીપક સિંહ અને જવાન ગુરતેજ સિંહનુંપણ મરણોત્તર વીર ચક્રથી સન્માન કરવામાં આવ્યું છે. ચીન સાથેની હિંસક અથડામણમાં 20 સૈનિકો શહીદ થયા છે. મૂળ હૈદરાબાદના રહેવાસી શહીદ કર્નલ સંતોષ બાબુ 16 બિહાર રેજિમેન્ટના કમાન્ડિંગ ઓફિસર હતા.

શહીદ કર્નલ સંતોષ બાબુનું મહાવીર ચક્રથી સન્માન કરાયું હતું

રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે શહીદ કર્નલ સંતોષ બાબુના માતા અને પત્નીને પુરસ્કાર એનાયત કર્યો હતો.
રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે શહીદ કર્નલ સંતોષ બાબુના માતા અને પત્નીને પુરસ્કાર એનાયત કર્યો હતો.

4 પેરા સ્પેશિયલ ફોર્સના સુબેદાર સંજીવ કુમારને મરણોત્તર કીર્તિ ચક્રથી સન્માન કરવામાં આવ્યું છે. તેમની પત્નીને રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ તરફથી આ પુરસ્કાર આપવામાં આવ્યો હતો. જમ્મુ અને કાશ્મીરના કેરન સેક્ટરમાં આતંકવાદીને ઠાર કરવા અને અન્ય બેને ઘાયલ કરવા બદલ આ સન્માન આપવામાં આવ્યું છે.

સંજીવ કુમારને મળ્યો કીર્તિ ચક્ર

સુબેદાર સંજીવ કુમારને મરણોપરાંત કીર્તિ ચક્રથી સન્માન કરવામાં આવ્યું છે.
સુબેદાર સંજીવ કુમારને મરણોપરાંત કીર્તિ ચક્રથી સન્માન કરવામાં આવ્યું છે.

નાયબ સુબેદાર નુદુરામ સોરેનને મરણોત્તર વીર ચક્ર એનાયત કરવામાં આવ્યો હતો. રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે તેમની પત્નીને પુરસ્કાર અર્પણ કર્યો હતો. ગયા વર્ષે જૂનમાં ઓપરેશન સ્નો લેપર્ડમાં ગલવાન ઘાટીમાં ચીનની સેના દ્વારા કરવામાં આવેલા ઘાતકી હુમલા સામે તેમના પરાક્રમી પગલાં માટે તેમને આ સન્માનથી નવાજવામાં આવ્યા છે.

નુદુરામ સોરેનને વીર ચક્ર

નુદુરામ સોરેનની પત્નીને વીર ચક્ર પુરસ્કાર આપવામાં આવ્યો હતો.
નુદુરામ સોરેનની પત્નીને વીર ચક્ર પુરસ્કાર આપવામાં આવ્યો હતો.

ભારતીય સેનાના જવાન ગુરતેજ સિંહને મરણોત્તર વીર ચક્રથી સન્માનીત કરવામાં આવ્યા હતા. રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે તેમના માતા-પિતાને આ પુરસ્કાર અર્પણ કર્યો હતો.

જવાન ગુરતેજ સિંહને વીર ચક્ર

રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે ગુરતેજ સિંહના માતા-પિતાને વીર ચક્ર પુરસ્કાર એનાયત કર્યો હતો.
રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે ગુરતેજ સિંહના માતા-પિતાને વીર ચક્ર પુરસ્કાર એનાયત કર્યો હતો.

14 ફેબ્રુઆરી 2019ના રોજ પુલવામામાં સીઆરપીએફના ફાફલા પર આતંકી હુમલા બાદ સેનાના સર્ચ ઓપરેશનમાં મેજર વિભૂતિ શંકર ઢોંડિયાલે 5 આતંકીઓને ઠાર માર્યા હતા. ઓપરેશન દરમિયાન 4 જવાન શહીદ થયા હતા. મેજર વિભૂતિ શંકર ઢોંડિયાલને મરણોત્તર શોર્ય ચક્રથી સન્માન કરવામાં આવ્યા હતા. તેમની પત્ની લેફ્ટનન્ટ નિકિતા કૌલ અને માતાએ આ સન્માન મેળવ્યું હતું.

શહીદ મેજર વિભૂતિ શંકર ઢોંડિયાલની પત્ની લેફ્ટનન્ટ નિકિતા કૌલ અને માતાએ સન્માન મેળવ્યું હતું.
શહીદ મેજર વિભૂતિ શંકર ઢોંડિયાલની પત્ની લેફ્ટનન્ટ નિકિતા કૌલ અને માતાએ સન્માન મેળવ્યું હતું.
SI ઈમરાન હુસેન ટાંકની પત્ની ગુલનાઝ અખ્તરે રાષ્ટ્રપતિ હસ્તે સન્માન મેળવ્યું હતું.
SI ઈમરાન હુસેન ટાંકની પત્ની ગુલનાઝ અખ્તરે રાષ્ટ્રપતિ હસ્તે સન્માન મેળવ્યું હતું.
રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ હસ્તે જવાન હરિસિંહની પત્નીને પુરસ્કાર એનાયત કરાયો હતો.
રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ હસ્તે જવાન હરિસિંહની પત્નીને પુરસ્કાર એનાયત કરાયો હતો.
ગુરપ્રીત કૌરને રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ તરફથી વીરતા પુરસ્કાર એનાયત કરાયો હતો.
ગુરપ્રીત કૌરને રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ તરફથી વીરતા પુરસ્કાર એનાયત કરાયો હતો.
શહીદ બ્રજેશ કુમારની પત્ની શ્વેતા કુમારીને રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ તરફથી વીરતા પુરસ્કાર મળ્યો
શહીદ બ્રજેશ કુમારની પત્ની શ્વેતા કુમારીને રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ તરફથી વીરતા પુરસ્કાર મળ્યો
રાષ્ટ્રપતિ ભવનમાં ઉપસ્થિત રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ અને PM નરેન્દ્ર મોદી.
રાષ્ટ્રપતિ ભવનમાં ઉપસ્થિત રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ અને PM નરેન્દ્ર મોદી.
અન્ય સમાચારો પણ છે...