• Gujarati News
  • National
  • Collided Head on At An Altitude Of 1550 Feet; Had To Make An Emergency Landing, Averted A Major Tragedy

યોગીના હેલિકોપ્ટર સાથે પક્ષી અથડાયું:1550 ફૂટની ઊંચાઈએ સામેથી અથડાયું; ઈમરજન્સી લેન્ડિંગ કરવું પડ્યું, મોટી દુર્ઘટના ટળી

વારાણસી3 મહિનો પહેલા
  • કૉપી લિંક
ઉત્તરપ્રદેશનાં સીએમ યોગી આદિત્યનાથના હેલિકોપ્ટર સાથે પક્ષી અથડાવાની ઘટના બની હતી. - Divya Bhaskar
ઉત્તરપ્રદેશનાં સીએમ યોગી આદિત્યનાથના હેલિકોપ્ટર સાથે પક્ષી અથડાવાની ઘટના બની હતી.

મુખ્યમંત્રી યોગી આદિત્યનાથના હેલિકોપ્ટરને રવિવારે સવારે વારાણસીમાં ઈમરજન્સી લેન્ડિંગ કરવું પડ્યું હતું. જમાવવામાં આવી રહ્યું છે કે 1550 ફૂટની ઊંચાઈએ તેમના ચોપર સાથે પક્ષી અથડાયું હતું. જો કે, પાયલોટની સમજણથી મોટી દુર્ઘટના ટળી હતી.

પાયલોટે પક્ષી અથડાયા બાદ સાવચેતી તરીકે હેલિકોપ્ટરને પોલીસ લાઈન ગ્રાઉન્ડ પર ઈમરજન્સી લેન્ડિંગ કરાવ્યું હતું. જેના કારણે સીએમ યોગી આદિત્યનાથને પોલીસ લાઈન ગ્રાઉન્ડથી સર્કિટ હાઉસ પરત ફરવું પડ્યું હતું. આ પછી સીએમ રોડ દ્વારા સર્કિટ હાઉસથી લાલ બહાદુર શાસ્ત્રી ઈન્ટરનેશનલ એરપોર્ટ પર પહોંચ્યા હતા.

ફ્લાઈટ રડાર 24ના ડેટા મુજબ સીએમનું હેલિકોપ્ટર 1550 ફૂટની ઉંચાઈ પર હતું.
ફ્લાઈટ રડાર 24ના ડેટા મુજબ સીએમનું હેલિકોપ્ટર 1550 ફૂટની ઉંચાઈ પર હતું.

આખરે શું થયું હતુ?
સીએમ યોગી આદિત્યનાથ સવારે 9 વાગે સર્કિટ હાઉસથી લખનઉ પોલીસ લાઈન ગ્રાઉન્ડ માટે રવાના થયા હતા. થોડા સમય પછી તેમનું હેલિકોપ્ટર અહીંથી ઉડાન ભરી હતી. ડીએમ કૌશલ રાજ શર્માએ જણાવ્યું હતુ કે લગભગ 10 મિનિટ પછી જ હેલિકોપ્ટર પોલીસ ગ્રાઉન્ડ પર પાછું લેન્ડ થયું હતુ. જેના કારણે પોલીસ અને વહીવટી તંત્રમાં દોડધામ મચી ગઈ હતી. સીએમ નીચે ઉતર્યા તો જાણવા મળ્યું કે પિસૌર પુલ પાસે 1550 ફૂટની ઉંચાઈએ આકાશમાં એક પક્ષી હેલિકોપ્ટર સાથે અથડાયું હતું.

યોગી બે દિવસના પ્રવાસે વારાણસી આવ્યા હતા
સીએમ યોગી આદિત્યનાથ શનિવારે સાંજે બે દિવસની મુલાકાતે વારાણસી આવ્યા હતા. જુલાઈમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી વારાણસી પ્રવાસનું આયોજન છે. CMએ PMની મુલાકાત દરમિયાન ઉદ્ઘાટન અને શિલાન્યાસ કરવાના પ્રોજેક્ટ વિશેની માહિતી લીધી હતી અને કાયદો અને વ્યવસ્થાની સમીક્ષા કરી હતી.

અન્ય સમાચારો પણ છે...