• Gujarati News
  • National
  • Collegium Recommends Nine Names, Including 3 Woman Judges, To Centre For Appointment As SC Judges

દેશને મળી શકે છે પ્રથમ મહિલા CJI:જસ્ટિસ બી.વી. નાગરત્ના 2027માં બની શકે છે ચીફ જસ્ટિસ, કોલેજિયમે 9 જજનાં નામની ભલામણ કરી, જેમાં ગુજરાત હાઇકોર્ટનાં જજ બેલા ત્રિવેદીનો પણ સમાવેશ

3 મહિનો પહેલા
  • ગુજરાત હાઇકોર્ટના ચીફ જસ્ટિસ વિક્રમ નાથના નામની સુપ્રીમ કોર્ટમાં એલિવેશન માટે ભલામણ કરવામાં આવી છે

જસ્ટિસ બી.વી. નાગરત્ના 2027માં દેશનાં પહેલાં મહિલા ચીફ જસ્ટિસ બની શકે છે. વર્તમાન ચીફ જસ્ટિસ એન.વી. રમણાની અધ્યક્ષતા હેઠળ સુપ્રીમ કોર્ટ કોલેજિયમે જસ્ટિસ નાગરત્ના સહિત 9 જજોનાં નામની આ પદ માટે ભલામણ કરવામાં આવી છે. જસ્ટિસ નાગરત્ના અત્યારે કર્ણાટક હાઈકોર્ટનાં જજ છે.

જો જસ્ટિસ નાગરત્નાના નામને કેન્દ્ર સરકારની મંજૂરી મળી જાય તો 2027માં ચીફ જસ્ટિસ ઓફ ઈન્ડિયા બની શકે છે. જોકે તેમનો કાર્યકાળ ત્યાં એક મહિનાથી થોડા વધારે સમય સુધીનો રહેશે.

જસ્ટિસ નાગરત્નાના પિતા જસ્ટિસ ઈ.એસ.વેંકટમૈયા પણ સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટિસ રહી ચૂક્યા છે. તેમણે 19 જૂન 1989થી 17 ડિસેમ્બર 1989 સુધી આ પદ સંભાળ્યું હતું.

જસ્ટિસ નાગરત્નાએ મીડિયા રેગ્યુલેશન સિસ્ટમની વાત કહી હતી
જસ્ટિસ નાગરત્નાને 2008માં કર્ણાટક હાઈકોર્ટમાં એડિશનલ જજ નિયુક્ત કરવામાં આવ્યાં હતાં, 2010માં તેમને પર્મનન્ટ જજ નિયુક્ત કરવામાં આવ્યાં. તેમણે કોમર્શિયલ અને બંધારણીય કાયદાઓના આધારે ઘણા મહત્ત્વના નિર્ણયો લીધા છે. એના સિવાય 2012માં ફેક ન્યૂઝના વધતા જતા પ્રવાહને લીધે જસ્ટિસ નાગરત્ના અને અન્ય જજોએ કેન્દ્ર સરકારને નિર્દેશો આપ્યા હતા કે તેઓ મીડિયા બ્રોડકાસ્ટિંગને રેગ્યુલેટ કરવાની સંભાવનાઓની તપાસ કરે. જોકે તેમણે મીડિયા પર સરકાર નિયંત્રણના ભયથી પણ ચેતવ્યા હતા.

CJI રંજન ગોગોઈના નિવૃત્ત થયા પછી SCમાં કોઈ નિયુક્તિ નહિ
સુપ્રીમ કોર્ટથી 12 ઓગસ્ટે જસ્ટિસ આર.એફ. નરીમનના નિવૃત્ત થયા પછી સુપ્રીમ કોર્ટમાં જજોની સંખ્યા ઘટીને 25 થઈ ગઈ છે, જ્યારે ચીફ જસ્ટિસ સહિત 34 જજોનાં પદ અહીં છે. જો આ ભલામણ સ્વીકારવામાં આવે તો સુપ્રીમ કોર્ટમાં જજોની સંખ્યા 33 થઈ જશે અને એક જગ્યા વધશે. સુપ્રીમ કોર્ટથી જસ્ટિસ નવીન સિન્હા પણ નિવૃત્ત થઈ રહ્યા છે. પૂર્વ જસ્ટિસ રંજન ગોગોઈના 19 માર્ચ 2019માં નિવૃત્તિ પછી હજી સુધી સુપ્રીમ કોર્ટમાં કોઈપણ નિયુક્તિ કરવામાં આવી નથી.

9 ભલામણમાંથી 3 મહિલા જજ
સૂત્રો પ્રમાણે કોલેજિયમના જે 9 જજનાં નામની ભલામણ કરી છે તેમાં 3 મહિલા છે. જસ્ટિસ નાગરત્ના સિવાય જસ્ટિસ તેલંગાણા હાઈકોર્ટનાં ચીફ જસ્ટિસ હિમા કોહલી અને ગુજરાત હાઈકોર્ટનાં જજ બેલા ત્રિવેદીનાં નામની પણ ભલામણ કરવામાં આવી છે.

એના સિવાય કર્ણાટક હાઈકોર્ટના ચીફ જસ્ટિસ અભય શ્રીનિવાસ ઓકા, ગુજરાત હાઈકોર્ટના ચીફ જસ્ટિસ વિક્રમ નાથ, સિક્કિમ હાઈકોર્ટના ચીફ જસ્ટિસ જિતેન્દ્ર કુમાર માહેશ્વરી, કેરળ હાઈકોર્ટના જજ સી.ટી. રવિ અને જસ્ટિસ એમ.એમ.સુંદરેશના નામની સુપ્રીમ કોર્ટમાં એલિવેશન માટે ભલામણ કરવામાં આવી છે.

અન્ય સમાચારો પણ છે...