કોર્ટમાં દલીલ:કર્ણાટકમાં કોલેજો ખૂલી પણ હિજાબ પહેરેલી યુવતીઓને રોકવામાં આવી

બેંગલુરુ6 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ઘૂંઘટ, ક્રોસ, પાઘડી પર કેમ રોક નહીં?

કર્ણાટક હાઇકોર્ટમાં બુધવારે ચોથા દિવસે હિજાબ પર પ્રતિબંધની વિરુદ્ધ મુસ્લિમ વિદ્યાર્થિનીઓની અરજી પર સુનાવણી થઈ. ચીફ જસ્ટિસ રિતુરાજ અવસ્થી, જસ્ટિસ કૃષ્ણા એસ. દીક્ષિત અને જસ્ટિસ જેએમ ખાજીની બેન્ચમાં અરજદારો તરફથી રજૂ વકીલે કહ્યું, ઘૂંઘટ, દુપટ્ટા, પાઘડી, ક્રોસ અને ચાંદલા જેવા ધાર્મિક પ્રતિકો લોકો પહેરી રહ્યા છે, માત્ર હિજાબને કેમ નિશાન બનાવવામાં આવી રહ્યો છે?

એક અરજદાર તરફથી રજૂ વકીલ રવિ વર્મા કુમારે કહ્યું, સમાજના તમામ વર્ગોમાં અનેક ધાર્મક પ્રતીકો છે. બંગડી પહેરવામાં આવે છે, શું તે ધાર્મિક પ્રતીક નથી? બંગડી પહેરવી અને ચાંદલો કરનારી છોકરીને બહાર નથી કરવામાં આવતી. ક્રોસ પહેરનાર પર રોક નથી. સેનામાં જો પાઘડી પહેરનાર હોઈ શકે છે તો ધાર્મિક ચિહ્નની સાથે ક્લાસમાં કેમ ન આવી શકે. હિજાબને લઈને ભેદભાવ કેમ છે? માત્ર ગરીબ મુસ્લિમ વિદ્યાર્થિનીઓ જ તેના દાયરામાં કેમ? તેમને ધર્મના આધાર પર ક્લારથી બહાર કરવામાં આવી રહી છે.

આ બંધારણના આર્ટિકલ 15નું ઉલ્લંઘન છે. બુધવારે પણ હિજાબ પહેરવાના કારણે મુસ્લિમ વિદ્યાર્થિનીઓને ક્લાસમાં ન જવા દીધી. આ ભેદભાવપૂર્ણ છે. કોઈ નોટિસ નહીં. અમારો પક્ષ સાંભળવામાં નથી આવતો. સીધો દંડ ફટકારવામાં આવી રહ્યો છે. આનાથી વધુ શું હોઈ શકે છે? મૂળે, રાજ્યમાં શિક્ષણ સંસ્થાનોમાં હિજાબ પર રોકના આદેશ બાદ મામલો કોર્ટ પહોંચ્યો છે.

વચગાળાના આદેશમાં કોર્ટે શુક્રવારે હિજાબ અને ભગવા ખેસ જેવી ચીજો પહેરીને આવનાર પર રોક લગાવી હતી અને સ્કૂલોને ખોલવા કહ્યું હતું. આ પહેલા સોમવારે વિદ્યાર્થિનીઓ તરફથી વકીલ દેવદત્ત કામતે પક્ષ રજૂ કર્યો હતો. તેમણે દલીલ કરી હતી કે હિજાબ ઈસ્લામનો અનિવાર્ય હિસ્સો છે અને રાજ્ય બંધારણ હેઠળ મળેલા અધિકારોમાં દખલ ન કરી શકાય. એક અન્ય અરજદારના વકીલ યૂસુફ મુછાલે કહ્યું કે મુસ્લિમ છોકરીઓને શિક્ષણ અને ધર્મમાંથી એકની પસંદગી કરવા માટે મજબૂર ન કરી શકાય.

એક વર્ષ પહેલા નોટિસ આપવાની હતી
વર્માએ રાજ્યના શિક્ષણ અધિનિયમનો હવાલો આપતા કહ્યું કે જો શિક્ષણ સંસ્થાન યૂનિફોર્મમાં ફેરફાર કરે છે તો તેમણે વાલીઓને એક વર્ષ પહેલા નોટિસ આપવી પડશે. હિજાબ પર રોકની નોટિસ એક વર્ષ પહેલા આપવી જોઈતી હતી.

ઉડ્ડુપીમાં કલમ 144 લાગુ કેસ કરનાર યુવતીઓ આવી નહીં
કર્ણાટકમાં કડક સુરક્ષા-વ્યવસ્થાની વચ્ચે એક સપ્તાહ પછી પ્રી-યુનિવર્સિટી અને ડિગ્રી કોલેજ બુધવારે ખૂલી ગઈ. ઉડુપી જ્યાંથી વિવાદ શરૂ થયો હતો, ત્યાં કલમ 144 લાગુ હતી. પીયુ કોલેના આચાર્ય રૂદ્રે ગોડાએ જણાવ્યું, હિજાબ પર રોકને કોર્ટમાં પડકાર આપનારી વિદ્યાર્થિનીઓ કોલેજ નહોતી પહોંચી. મોટાભાગની વિદ્યાર્થિનીઓ હિજાબ હટાવીને ક્લાસમાં પહોંચી. કુંડાપુરની પીયુ કોલેજ સહિત કેટલીક અન્ય સંસ્થામાં 23 વિદ્યાર્થિનીઓ હિજાબ પહેરવા પર અડગ રહેવાના કારણે તેમને ક્લાસમાં જવા ન દીધી.

કોર્ટ રૂમમાં આ દલીલો થઈ કુમાર : શિક્ષણ વિભાગે સરકારી કોલેજની ગાઇડલાઇન્સમાં કોઈ યુનિફોર્મ નક્કી નથી કર્યો. યુનિફોર્મ થોપવા પર આચાર્યની વિરુદ્ધ કાર્યવાહીની ચેતવણી આપી છે. કાયદામાં હિજાબ પર પ્રતિબંધ નથી. જસ્ટિસ દીક્ષિત : જો નિયમોમાં કોઈ ચીજનો પ્રતિબંધ નથી તો શું તેનો અર્થ એ છે કે તેની મંજૂરી છે. કોઈ એવું કહી શકે છે કે ક્લાસમાં હથિયાર લાવવા માટે કોઈ લાઇસન્સની જરૂર નથી કારણ કે કોઈ રોક નથી. બેન્ચ : શૈક્ષણિક માપદંડો માટે શું યુનિફોર્મ નક્કી ન કરી શકાય? કુમાર : યુનિફોર્મનો શૈક્ષણિક માપદંડો સાથે કોઈ સંબંધ નથી. તે શિક્ષક-વિદ્યાર્થી અનુપાત, પાઠ્યક્રમથી સંબંધિત છે.

વિધાનસભામાં હોબાળો: હિજાબ વિવાદની વચ્ચે કર્ણાટક વિધાનસભામાં બુધવારે કોંગ્રેસ અને ભાજપની વચ્ચે જોરદાર ચર્ચા થઈ. પૂર્વ સીએમ અને વિરોધ પક્ષના નેતા સિદ્ધારમૈયાએ રાજ્યના મંત્રી કે.એસ. ઈશ્વરપ્પાના તિરંગાને બદલે ભગવો ધ્વજ હોવાની વાતને દેશદ્રોહ ગણાવતા કાર્યવાહીની માંગ કરી. બીજી તરફ, ચર્ચા દરમિયાન ઈશ્વરપ્પાએ વિધાનસભામાં ભારત માતા કી જયના નારા લગાવ્યા.

અન્ય સમાચારો પણ છે...