ભારતીય સેનાના જવાનોને નિશાન બનાવવા માટે પાકિસ્તાન હનીટ્રેપનું આખું નેટવર્ક ચલાવી રહ્યું છે. હાલમાં જ જોધપુરમાં સેનાના જવાનને હનીટ્રેપમાં ફસાવવાનો મામલો સામે આવ્યો છે. જોધપુરમાં ગનરના પદ પર તહેનાત પ્રદીપને પાકિસ્તાની એજન્ટે રિયા બનીને ફસાવ્યો હતો. પાકિસ્તાની એજન્ટની સુંદરતા અને લગ્નના બહાને ફસાયેલા પ્રદીપે તેને સેનાની ગુપ્ત માહિતી જણાવી હતા. પ્રદીપ હાલ જેલમાં છે.
આ ઘટના સામે આવ્યા બાદ ભાસ્કરે આ મામલે તપાસ કરી હતી, જેમાં જાણવા મળ્યું હતું કે પાકિસ્તાને સેનાના જવાનોને ફસાવવા માટે હનીટ્રેપના 7 મોડ્યુલ તૈયાર કર્યા છે, જેમાં 25થી વધુ યુવતીઓ છે. તેમાંથી કેટલીક કોલેજ ગર્લ્સ છે તો કેટલીક સેક્સ વર્કર છે. સેનામાં જે રીતે ટ્રેનિંગ આપવામાં આવે છે, તે જ રીતે પાકિસ્તાન આ યુવતીઓને હનીટ્રેપની ટ્રેનિંગ આપી રહ્યું છે.
તપાસ રિપોર્ટમાં વાંચો- પાકિસ્તાનનું હનીટ્રેપ મોડ્યુલ કેવી રીતે કામ કરે છે...
સુખ-દુઃખમાં સાથ આપવાના નામે શરૂઆત, ન્યુડ કોલિંગ છેલ્લો પ્રહાર
સીક્રેટ ડોક્યુમેન્ટ માટે રૂપિયાની પણ ઓફર કરે છે
કેટલીક બાબતોમાં હનીટ્રેપ ગર્લ્સ સીક્રેટ ડોક્યુમેન્ટ માટે રૂપિયાની પણ ઓફર કરે છે. સેનાના સીક્રેટ ડોક્યુમેન્ટના બદલે 10 થી 12 હજાર રૂપિયાની ઓફર પણ કરે છે. રૂપિયા ભારતમાં રહેલ સ્લીપર સેલ દ્વારા પહોંચાડવામાં આવે છે. સ્લીપર સેલને બિટકોઈનની મદદથી રૂપિયા મોકલવામાં આવે છે. જ્યાથી તે એટીએમ કેશ ડિપોઝીટ મશીન અથવા ઓનલાઈન સૈનિકના ખાતામાં રૂપિયા ટ્રાન્સફર કરે છે.
ભારતીય નંબર પરથી બનાવે છે વોટ્સએપ આઈડી
ભારતીય દળો સાથે જોડાયેલા અધિકારીઓ અને જવાનોનો સંપર્ક કરવા માટે આ યુવતીઓ પહેલા સ્થાનિક લોકો સાથે મિત્રતા કરે છે. ફ્રી સેક્સ ચેટ અને ન્યુડ વિડીયો કોલની ઓફર કરીને તેમની પાસેથી વોટ્સએપ ઓટીપી મેળવી લે છે જેથી ભારતીય નંબર પરથી વોટ્સએપ આઈડી બનાવી શકે. આ એટલા માટે છે કે વોટ્સએપ પર +92 નંબર જોયા પછી કોઈને શંકા ન જાય અને +91 જોયા પછી યુવતી ભારતીય જ છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.