તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

વર્ક ફ્રોમ વિલેજ:કોલેજ ડિગ્રી જોબની ગેરન્ટી નથી, અમારું ફૉકસ સ્કિલ પર

ચેન્નઈ8 મહિનો પહેલાલેખક: આર.રામકુમાર
  • કૉપી લિંક
  • ગામડેથી આઈટી કંપની જોહો ચલાવતા શ્રીધર વેમ્બૂ કહે છે કે દરેક વ્યક્તિ હવે ઘરે પરત ફરવા માગે છે...

લૉકડાઉન દરમિયાન મોટાં શહેરોમાં ઓફિસો બંધ થવા અને કંપનીઓનું કામ સમેટી લેવાના સમાચારો તો આવતા રહ્યા છે પણ અમે તમને એ વ્યક્તિત્વ વિશે માહિતી આપવા જઈ રહ્યા છે જેમની વિચારસરણીએ તેમની કંપનીને ગામડાની કંપનીની ઓળખ અપાવી. આઈટી સોલ્યુસન્સ તથા ઈનોવેટિવ ઓનલાઈન એપ્લિકેશન્સ પ્રોવાઈડર કંપની જોહોના સંસ્થાપક શ્રીધર વેમ્બુ કહે છે કે તમામ કંપનીઓ ગામડાંઓમાં ઓફિસ ખોલે તો ગ્રામીણ અર્થતંત્ર જ નહીં સંપૂર્ણ દેશ મજબૂત થશે.

પોતાની જ જોહો સ્કૂલ ઓફ લર્નિંગના પાસ-આઉટ્સને નોકરી આપનારા અને ગામડાંમાં કર્મચારીઓ માટે બીજી તકોના અભાવ સામે ઊભા થનારા સવાલો અંગે વેમ્બુ કહે છે કે કોલેજની ડિગ્રી નોકરીની ગેરન્ટી નથી. અમે ડિગ્રીની જગ્યાએ સ્કિલ પર ફૉકસ કરીએ છીએ. જે મોટાં શહેરોમાં નોકરી કરી રહ્યા છે તે પણ પરિવાર પાસે પાછા ફરવા માગે છે. આ જરૂરિયાતે જ અમને ગામડાં તરફ જવાની પ્રેરણા આપી. આવા જ સવાલો અંગે શ્રીધર વેમ્બુએ દિવ્ય ભાસ્કર સાથે વિશેષ વાતચીત કરી. પ્રસ્તુત છે સંપાદિત અંશો-

તમારા વર્ક મૉડલ પર સવાલ ઊભા થઇ રહ્યા છે. તમારી જ સ્કૂલમાંથી ભણેલા કર્મચારીઓ પાસે ડિગ્રી નથી, તે તમારા પર જ નિર્ભર છે...
અમે અમારા કોઈ કર્મચારી સાથે બળજબરી કરતા નથી. તે અમારી જોહો સ્કૂલ ઓફ લર્નિંગમાં ભણ્યા હોય કે ક્યાંક બીજેથી, તેમના પર ગામડાંની ઓફિસમાં કામ કરવા કોઈ દબાણ કરાતું નથી. મહામારીના દોરમાં એ વસ્તુ સામે આવી છે કે લોકો સૌથી વધુ પરિવાર સાથે રહેવા માગે છે. જોહોના વર્ક એક્સપિરિયન્સની સાથે બીજી નોકરી મળવી મુશ્કેલ નથી. કોઈ કોલેજ ડિગ્રીવાળાને એક વર્ષ ટ્રેનિંગ આપવી પડે છે ત્યારે તે પ્રોડક્ટિવ સાબિત થાય છે. અનેક અભ્યાસમાં તો એટલું પણ મનાયું કે અનેક ભારતીય કોલેજોના ડિગ્રીધારક તો કામ કરવાને લાયક પણ નથી હોતા.

તમિલનાડુથી કેલિફોર્નિયા... અને ફરી તમિલનાડુ, આ સફર કેવી રીતે વીતી?
હું તમિલનાડુના તંજાવુર જિલ્લાના ઉમાયલપુરમ ગામમાં જન્મ્યો હતો. ચેન્નઈમાં ખૂબ જ સાધારણ પરિવારમાં મોટો થયો. તમિલ માધ્યમની શાળામાં ભણ્યો અને પછી આઈઆઈટી મદ્રાસ, ત્યાંથી હું પ્રિન્સ્ટન યુનિવર્સિટી ગયો અને પ્રતિષ્ઠિત સંસ્થાનોમાં વિતાવેલા સમયે મને શીખવ્યું કે નવો માર્ગ કેવી રીતે બનાવી શકાય. આ બોધથી મારી કંપનીનો જન્મ થયો. અમારો ઉદ્દેશ્ય એ જરૂરિયાતો પૂર્ણ કરવાનો હતો જે સામાન્ય રીતે પૂર્ણ થઈ શકતી નથી. પછી ભલે તે કસ્ટમરની હોય કે અમારા કર્મચારીની. 10 વર્ષ પૂર્વે અમે તેનકાસીમાં અમારી ઓફિસ શરૂ કરી જેથી લોકોને જણાવી શકીએ કે અમારા ગામથી પણ વર્લ્ડ ક્લાસ સૉફ્ટવેર તૈયાર થઈ શકે છે.

ગામમાં આઈટી સેક્ટરની ઓફિસ શરૂ કરવા પાછળ શું ઉદ્દેશ્ય છે? તમે આ લોકેશન કઈ રીતે નક્કી કરી છો? શું તેની પાછળ કોઈ વિજ્ઞાની રીત છે?
અમે ઓફિસ માટે એ ગ્રામીણ વિસ્તારની પસંદગી કરીએ છીએ જ્યાં અમારા 15-20 કર્મચારીઓના પરિવારનાં મકાન હોય. ઓફિસ સેટઅપ કરવા માટે અમારા અનુભવી મેનેજર્સમાં તેમની જ પસંદગી કરીએ છીએ જે આ વિસ્તારમાં જવા ઈચ્છુક હોય. તમે કહી શકો કે આ એક પ્રકારનું વર્ક ફ્રોમ હોમ છે... કામ ઘરની જગ્યાએ ઘરની નજીક બનેલી ઓફિસેથી કરવાનું હોય છે.

અન્ય સમાચારો પણ છે...