તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • Coldwave Alert In Rajasthan And Punjab; Jaisalmer's Sandalwood Temperature Minus 1.5 Degrees, Even Colder Than Mount Abu

હવે પડશે હાડ થીજવતી ઠંડી:રાજસ્થાન અને પંજાબમાં કોલ્ડવેવનું અલર્ટ; જેસલમેરના ચાંદનનું તાપમાન માઇનસ 1.5 ડીગ્રી, માઉન્ટ આબુથી પણ ઠંડું

નવી દિલ્હી9 મહિનો પહેલા
  • કૉપી લિંક
કાશ્મીરમાં તાપમાન માઇનસ થઈ ગયું છે. સોનમર્ગમાં લોકો બરફથી ઢંકાયેલા રસ્તાઓ પરથી પસાર થઈ રહ્યા છે. - Divya Bhaskar
કાશ્મીરમાં તાપમાન માઇનસ થઈ ગયું છે. સોનમર્ગમાં લોકો બરફથી ઢંકાયેલા રસ્તાઓ પરથી પસાર થઈ રહ્યા છે.

ઠંડીમાં હવે સતત વધારો થઈ રહ્યો છે. હવામાન વિભાગે રાજસ્થાન અને પંજાબમાં કોલ્ડવેવનું ઓરેન્જ અલર્ટ જાહેર કર્યું છે. તાપમાન સામાન્ય કરતાં 2-4 ડીગ્રી ઘટવા પર આ અલર્ટ જાહેર કરવામાં આવે છે. રાજસ્થાનમાં જેસલમેરના ચાંદનમાં ગત રાત્રે તાપમાન માઇનસ (-)1.5 ડીગ્રી નોંધાયું હતું. કાશ્મીરમાં સતત હિમવર્ષા થઈ રહી છે. હિમાચલના અનેક વિસ્તારોમાં પણ તાપમાન માઇનસ થવાથી ત્યાં પણ બરફ જામવા લાગ્યો છે.

ફોટો કાશ્મીરના સોનમર્ગનો છે. પ્રવાસીઓ બરફ પર સ્લેજ રાઇડિંગ કરી રહ્યા છે.
ફોટો કાશ્મીરના સોનમર્ગનો છે. પ્રવાસીઓ બરફ પર સ્લેજ રાઇડિંગ કરી રહ્યા છે.

રાજસ્થાન : આગામી 4 દિવસમાં હાડ થીજવતી ઠંડી પડશે
જેસલમેરના ચાંદન વિસ્તારમાં રાતનું તાપમાન માઉન્ટ આબુ કરતાં પણ નીચે ગયું હતું. ચાંદનમાં માઇનસ 1.5 ડીગ્રી અને માઉન્ટ આબુમાં માઇનસ 1 ડીગ્રી તાપમાન નોંધાયું છે. પ્રદેશનાં 20 શહેરોમાં લઘુતમ તાપમાન 10 ડીગ્રી અને 8 જગ્યા પર 4 ડીગ્રીથી પણ ઘટ્યું છે. હવામાન વિભાગ મુજબ આગામી 4 દિવસમાં કડકડતી ઠંડી પડશે.

ફોટો માઉન્ટ આબુનો છે. જ્યારે લોકો જાગ્યા ત્યારે તેમને ગાડીઓ પર બરફ જામેલો મળ્યો.
ફોટો માઉન્ટ આબુનો છે. જ્યારે લોકો જાગ્યા ત્યારે તેમને ગાડીઓ પર બરફ જામેલો મળ્યો.
ચિત્તોડગઢમાં રાત્રિનું તાપમાન 7 ડીગ્રી સુધી ઘટી ગયુ. આને કારણે ખેતરમાં ઝાકળનાં ટીપાં જામી ગયાં.
ચિત્તોડગઢમાં રાત્રિનું તાપમાન 7 ડીગ્રી સુધી ઘટી ગયુ. આને કારણે ખેતરમાં ઝાકળનાં ટીપાં જામી ગયાં.

દિલ્હી : તાપમાન ડીગ્રી
રાજધાની દિલ્હીમાં પણ ઠંડીમાં વધારો થતાં તાપમાનનો પારો ગગડી રહ્યો છે. આજે 3 ડીગ્રી તાપમાન નોંધાયું છે. હવામાન વિભાગ મુજબ, 20 ડિસેમ્બરથી ઠંડીથી થોડી રાહત મળવાની શક્યતા છે. રવિવાર બાદથી તાપમાન 2-3 ડીગ્રીનો વધારો થઈ શકે છે.

હિમાચલ પ્રદેશ : શિમલા સહિત 8 શહેરમાં રાત્રે પારો 0થી નીચે ગયો
હિમાચલ પ્રદેશમાં પર્વતો પર હવે બરફ જામવા લાગ્યો છે, જેને કારણે મેદાની વિસ્તારોમાં કોલ્ડવેવ ચાલી રહ્યું છે. છેલ્લા 24 કલાકમાં શીમળ સહિત 8 શહેરનું લઘુતમ તાપમાન માઇનસમાં રહ્યું છે. નીચેના વિસ્તારોમાં ગાઢ ધુમ્મસ પણ છવાયેલું રહે છે.

શિમલા-ઢલી બાયપાસ પાસે ઝાડીઓમાં બરફ જામી ગયો.
શિમલા-ઢલી બાયપાસ પાસે ઝાડીઓમાં બરફ જામી ગયો.
શિમલામાં પ્રવાસીઓ સ્કેટિંગ કરી રહ્યા છે.
શિમલામાં પ્રવાસીઓ સ્કેટિંગ કરી રહ્યા છે.

પંજાબ : આગામી 48 કલાક કોલ્ડવેવ રહેશે
સમગ્ર પ્રદેશમાં હાડ થીજવતી ઠંડી પડી રહી છે. હવામાન વિભાગે આગામી 48 કલાકમાં કોલ્ડવેવનું અલર્ટ જાહેર કર્યું છે. પર્વતો પરના બરફને કારણે આગામી દિવસોમાં ઠંડીમાં હજી વધારો થઈ શકે છે. અમૃતસરથી ઊપડનારી 10 ટ્રેન ધુમ્મસને કારણે ફેબ્રુઆરીએ સુધી રદ કરવામાં આવી છે. લુધિયાણામાં આગામી 2 દિવસ ગાઢ ધુમ્મસ છવાયેલું રહેશે.

ચંદીગઢ : રાતે વધુ ઠંડી પડશે
તીવ્ર ઠંડીથી લોકોની મુશ્કેલીમાં વધારો થયો છે. ઠંડા પવન ફૂંકાઇ રહ્યા છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, રાતના તાપમાનમાં 2થી 3 ડીગ્રીનો ઘટાડો થઈ શકે છે. આગામી કેટલાક દિવસ સવારે આછું ધુમ્મસ છવાયેલું રહેશે, પરંતુ એ વિઝિબિલિટી પર વધુ અસર કરશે નહીં.

ચંદીગઢમાં ધુમ્મસ છવાઈ જવાથી ટ્રાફિક પર અસર થઈ રહી છે.
ચંદીગઢમાં ધુમ્મસ છવાઈ જવાથી ટ્રાફિક પર અસર થઈ રહી છે.
અન્ય સમાચારો પણ છે...