બરફાચ્છાદિત ‘જન્નત’:માઇનસ 6.0 અને 2.3 ડિગ્રી સાથે શ્રીનગર અને જમ્મુમાં સૌથી ઠંડી રાત

શ્રીનગર19 દિવસ પહેલા
  • કૉપી લિંક

શ્રીનગર અને આસપાસના વિસ્તારોમાં બે દિવસથી થઇ રહેલી બરફવર્ષાને પગલે સમગ્ર કાશ્મીર સફેદ ચાદરમાં લપેટાઇ ગયું છે. હિમવર્ષાના દિવસોએ આપણા આ ‘સ્વર્ગ’ના કુદરતી સૌંદર્યને વધુ આકર્ષક બનાવી દીધું છે. શ્રીનગરથી માંડીને ગુલમર્ગ, દલ લૅક હોય કે પછી પહલગામ, ચારેય તરફ બરફની ચાદર છવાયેલી જોવા મળે છે. સહેલાણીઓ રસ્તામાં તેમનાં વાહન અટકાવી બરફમાં મસ્તી કરીને કાશ્મીરનો પ્રવાસ યાદગાર બનાવી રહ્યા છે.

ડ્રંગ વોટરફોલ થીજી ગયો
હિમવર્ષા અને શીતલહેરને પગલે ડ્રંગ વોટરફોલ થીજી ગયો. પ્રતિકૂળ હવામાનને કારણે મોટા ભાગની ફ્લાઇટ્સ રદ થઇ રહી છે. તાપમાન શૂન્યથી એક ડિગ્રી નીચે જતાં પરિવહન વ્યવસ્થા પર અસર થઇ છે. સહેલાણીઓ ફ્લાઇટના સમયમાં ફેરફાર સાથે શ્રીનગર પહોંચી રહ્યા છે.

અન્ય સમાચારો પણ છે...