ઉત્તર ભારતમાં બે દિવસમાં વરસાદ પડવાની શક્યતા:ઠંડી હજી ધ્રુજાવશે, હિમાચલમાં હિમવર્ષાના કારણે રસ્તા બંધ

નવી દિલ્હી7 દિવસ પહેલા
  • કૉપી લિંક

દેશના ઘણા વિસ્તારોમાં કડકડતી ઠંડી અને શીતલહેરનો દોર હજી ચાલુ છે. ત્યારે તેના કારણે રાજસ્થાન, મધ્યપ્રદેશ, પંજાબ અને હરિયાણામાં 23-24 જાન્યુઆરીએ વરસાદ પડવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. જ્યારે હિમાચલ પ્રદેશમાં વાતાવરણ ચોખ્ખું રહેશે, પરંતુ ભારે હિમવર્ષાના કારણે લાહોલમાં 177 તો કુલ્લૂમાં 55 રસ્તાઓ બંધ થઈ ગયા છે.
પીર પંજાલના શિખર પરથી આવ્યું હતું બરફનું તોફાન
હિમાચલમાં શનિવારે હિમપ્રપાત થયો હતો. હિમવર્ષા બાદ બપોરે સુર્યપ્રકાશ વધતા લાહોલ સ્પીતિમાં પીર પંજાલના શીખર પરથી બરફનો ખંડ પડ્યો હતો. આ બરફનો ખંડ ઠોલંગ ગામ ઉપર પડ્યો હતો. જોકે હિમપ્રપાતના કારણે લોકોમાં ભયનો માહોલ બની ગયો છે. ત્યારે સદનશીબે આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નહોતી. કુલ્લૂ અને લાહોલમાં 45 તળાવો થિજી ગયા છે.

લાહોલમાં બરફની ચાદર છવાઈ
લાહોલમાં બરફની ચાદર છવાઈ

રાજસ્થાન: 24-25એ પડશે વરસાદ, ચૂરૂમાં ફરી ઘટ્યું તાપમાન
રાજસ્થાનમાં માવઠાં બાદ ઠંડીનો પારો ફરી એકવાર ઘટી ગયો હતો. આખા દિવસ ચાલેલા ઠંડા પવન અને ઓછો સૂર્યપ્રકાશનના કારણે, ચૂરૂ, ફતેહપુરમાં તાપમાન ઘટીને 5 ડિગ્રી સેલ્સિયસ સુધી પહોંચી ગયું હતું. જયપુર, અજમેર, દોસા, ટોન્ક સહિત ઘણા શહેરોમાં ઠંડી વધવાના કારણે લોકો થથરી ઉઠ્યા હતા. હવામાન વિશેષજ્ઞો પ્રમાણે, ગણતંત્ર દિવસ સુધી એકવાર ફરીથી કડકડથી ઠંડીની અસર જોવા મળશે.
23 જાન્યુઆરીથી એકવાર ફરીથી રાજસ્થાનના વાતાવરણમાં બદલાવ જોવા મળ્યો હતો. એક નવા વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે ગંગાનગર, હનુમાનગઢની સાથે અલવર, ભરતપુર એરિયામાં 24થી 25 જાન્યુઆરી વચ્ચે કેટલીક જગ્યાએ વરસાદ પડી શકે છે. જયપુર હવામાન કેન્દ્રના રિપોર્ટ મુજબ, આજે ફતેપુરમાં લઘુત્તમ તાપમાન 9 ડિગ્રી સેલ્સિયસથી ઘટીને 5 પર પહોંચી ગયું હતું. આ રીતે ચૂરૂમાં તાપમાન 9.1થી ઘટીને 4.6 અને પિલાનીમાં પારો 8.7થી ઘટીને 3.9 ડિગ્રી સેલ્સિયસ પર પહોંચી ગયું હતું.

મધ્યપ્રદેશમાં ગાઢ ધુમ્મસ છવાયું
મધ્યપ્રદેશમાં ગાઢ ધુમ્મસ છવાયું

મધ્યપ્રદેશ: 30 ડિગ્રીને પાર કરી ગયું તાપમાન
મધ્યપ્રદેશમમાં રીવા, સતના, કટની અને દમોહના કેટલાક વિસ્તારોમાં ઝરમર વરસાદ પડ્યો હતો. ત્યારે જબલપુર, સાગર, રીવા અને શહડોલ વિભાગમાં હળવો વરસાદ પડી શકે છે. 25થી 26 જાન્યુઆરીની વચ્ચે ગ્વાનિયર-ચંબલ વિભાગ અને બુંદેલખંડમાં પણ વરસાદ પડી શકે છે. જ્યારે ભોપાલમાં વાદળો રહેશે, ઈન્દોરમાં વાતાવરણ સાફ રહેશે.
છેલ્લા ત્રણ દિવસથી દિવસના અને રાતના તાપમાનમાં વધારો નોંધાયો હતો. મોટાભાગના શહેરોમાં દિવસનો પારો 24 ડિગ્રીની પાર પહોંચી ગયો હતો. પાટનગર ભોપાલમાં દિવસનો પારો 29 ડિગ્રીથી વધો રહ્યો હતો. ત્યારે અંડવામાં 32, ખરગોનમાં 31, નર્મદાપુરમ-મંડલમાં 30 ડિગ્રીની પાર તાપમાન પહોંચી ગયું હતું.
બિહાર: મળશે ઠંડીમાં રાહત
બિહારમાં આશરે 19 દિવસથી શીતલહેર ચાલુ છે. રાજ્યમાં છેલ્લા થોડા દિવસથી ઠંડીથી લોકોને રાહત જરૂર મળી હતી, પરંતુ બે દિવસ અગાઉ વાતાવરણ અચાનક બદલાઈ ગયું હતું. પટના સહિત ઘણા જિલ્લામાં ઝરમર વરસાદ પડ્યો હતો. ત્યારે શનિવારે બાંકા જિલ્લો સૌથી ઠંડો રહ્યો હતો, ત્યાંનું લઘુત્તમ તાપમાન 5.7% ડિગ્રી સેલ્સિયસ નોંધવામાં આવ્યું હતું અને પાટનગર પટનાનું લઘુત્તમ તાપમાન 10.6 ડિગ્રી સેલ્સિયસ રહ્યું હતું. પટનાના લઘુત્તમ તાપમાનમાં આશરે 3 ડિગ્રી જેટલો વધારો નોંધાયો હતો.
હવે મહત્તમ તાપમાનમાં વધારો જોવા મળશે. પરંતુ લોકોને હળવી ઠંડી અનુભવાશે. શુષ્ક અને ઠંડા પવનના કારણે આગામી થોડા દિવસ સુધી ઠંડીમાં ઘટાડો થવાની આશા ઘણી ઓછી રહેશે. જોકે સારી વાત એ છે કે, સૂર્યપ્રકાશ નીકળવાના કારણે થોડીઘણી રાહત મળે તેવો અંદાજ છે.

છત્તીસગઢમાં બે ડિગ્રીમાંથી પાંચ ડિગ્રી તાપમાન થયું
છત્તીસગઢમાં બે ડિગ્રીમાંથી પાંચ ડિગ્રી તાપમાન થયું

છત્તીસગઢ: 5 ડિગ્રી સુધી વધ્યો પારો
છત્તીસગઢમાં ઠંડી વધી છે. હવામાન વૈજ્ઞાનિકોએ છત્તીસગઢમાં ઠંડીના સો વર્ષના વિશ્લેષણમાં જોયું કે, વાતાવરણમાં રાતનું તાાપમાન 3.1થી 5 ડિગ્રી સુધી વધી ગયું છે. આટલું ન નહિ, ઠંડીના દિવસો પણ ઘટી ગયા છે. છેલ્લા 100 વર્ષમાં આવું પહેલીવાર થયું છે.
છત્તીસગઢમાં 15 ઓક્ટોબર સુધી ચોમાસાની વિદાય બાદ હવાની દિશા ઉત્તર અને ઉત્તર-પૂર્વી થવા લાગે છે. એટલે ઓક્ટોબર અંત કે નવેમ્બરની શરૂઆતમાં સાંજથી ઠંડી અનુભવવા લાગે છે. દિવાળીની રાત્રે સામાન્ય રીતે રાજ્યના શહેરોમાં ગુલાબી ઠંડી રહેતી હતી, જે હવે નથી રહેતી. આ વર્ષે ઓક્ટોબર, નવેમ્બર અને ડિસેમ્બરમાં પણ ઠંડી નહોતી પડી. જાન્યુઆરીના પહેલા અઠવાડિયામાં ઠંડી અનુભાઈ હતી, પરંતુ બે-ત્રણ દિવસમાં તાપમાન ફરીથી વધી ગયું હતું.

અન્ય સમાચારો પણ છે...