• Gujarati News
  • National
  • Himachal Pradesh Cold Weather Update; Shimla Keylong Records Minus 8 Degrees Celsius Temperature

હિમાચલમાં હિમવર્ષા:8 શહેરમાં પારો શૂન્યની નીચે; કેલાંગમાં તાપમાન માઇનસ 8 ડીગ્રી, હવે અન્ય રાજ્યોમાં પણ ઠંડીમાં વધારો થશે

એક મહિનો પહેલા

હિમાચલ પ્રદેશમાં કડકડતી ઠંડી શરુ થઈ છે. શીતલહેરના કારણે શિમલા સહિત રાજ્યના 8 શહેરોમાં લઘુત્તમ તાપમાન માઈનસ થઈ ગયું છે. લાહૌલ અને સ્પીતિ જિલ્લાના મુખ્ય મથક કેલાંગમાં માઈનસ 8 ડિગ્રી સેલ્સિયસનું સૌથી ઓછું તાપમાન નોંધાયું હતું. ગુરુવારે સાંજે અટલ ટનલ પાસે બરફનું તોફાન આવવાના કારણે અનેક વાહનો ફસાઈ ગયા.

હવામાન વિભાગે શુક્રવારે રાજ્યના ઘણા જિલ્લાઓમાં વરસાદ અને હિમવર્ષાની ચેતવણી જારી કરી છે. હવામાન વિભાગે આનું કારણ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ ગણાવ્યું છે. આ સિઝનનું સૌથી નીચું તાપમાન બુધવારે રાત્રે નોંધાયું છે. ઘણા વિસ્તારોમાં તો સપ્લાય લાઈનોમાં પીવાનું પાણી પણ જામી ગયું હતું. અહીં, રાજ્યના ચંબામાં 1 ડિગ્રી, મનાલીમાં 1 ડિગ્રી, ભુંતરમાં 1 ડિગ્રી સેલ્સિયસ તાપમાન નોંધાયું હતું.

હિમાચલમાં હિમવર્ષાના કારણે બસના રુટ બદલવા પડ્યા હતા
હિમાચલમાં હિમવર્ષાના કારણે બસના રુટ બદલવા પડ્યા હતા

અટલ ટનલ પાસે વાવાઝોડાંમાં ગાડીઓ ફસાઈ
રોહતાંગમાં ગુરુવારે સાંજે અટલ ટનલ રોહતાંગના નોર્થ પોર્ટલમાં બરફનું તોફાન આવ્યું હતું. આ દરમિયાન લાહૌલથી મનાલી તરફ આવતા વાહનચાલકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. લાહૌલ સ્પિતિમાં બ્લેક આઈસિંગ સાથે બરફના તોફાન દરમિયાન 180 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાયો હતો. લાહૌલ પોલીસની મદદથી તમામ પ્રવાસી વાહનોને સુરક્ષિત રીતે બહાર કાઢીને મનાલી મોકલવામાં આવ્યા હતા.

લાહૌલ-સ્પીતિના SP માનવ વર્માએ જણાવ્યું કે અટલ ટનલ પાસે તોફાનની ગતિ એટલી જોરદાર હતી કે વાહન ચાલતા-ચાલતા હલવા લાગ્યા. વિઝિબિલિટી પણ ઘટી હતી. પોલીસની ટીમે પોતાનો જીવ જોખમમાં મૂકીને તમામ પ્રવાસીઓને સુરક્ષિત રીતે સુરંગ પાર કરાવ્યા અને તેમને મનાલી મોકલ્યા. SPએ જણાવ્યું હતું કે કટોકટીની સ્થિતિ અને રસ્તાની સ્થિતિ અંગેની માહિતી માટે જિલ્લા ડિઝાસ્ટર કંટ્રોલ રૂમના 9459461355 કંટ્રોલ રૂમના 8988092298 નંબર પર સંપર્ક કરી શકાય છે.

અન્ય સમાચારો પણ છે...