• Gujarati News
  • National
  • Coincidence Of Invocation ... Shriram's Name Is Also A Combination Of Sun, Moon And Fire

અનોખો સંયોગ:આહવાનનો સંયોગ... શ્રીરામનું નામ પણ સૂર્ય, ચંદ્ર અને અગ્નિના સંયોજનથી બન્યું છે

નવી દિલ્હીએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • અમેરિકાની ડાર્ટમાઉથ યુનિવર્સિટીમાં એસોસિયેટ પ્રોફેસર, જ્યોતિષ અને ઈતિહાસ સંશોધક નીલેશ નીલકંઠ ઓક જણાવે છે શ્રીરામ, લક્ષ્મી અને દિવાળી વચ્ચેનો સંબંધ

સનાતન સાંસ્કૃતિક પરંપરા પ્રમાણે દિવાળીના દિવસે મા લક્ષ્મીની પૂજા કરાય છે. લોકમાન્યતાઓ પ્રમાણે શ્રીરામ લંકા પર વિજય મેળવ્યા પછી એ દિવસે અયોધ્યા પહોંચ્યા હતા. હવે પ્રશ્ન એ છે કે ભગવાન રામ અને મા લક્ષ્મી વચ્ચે શાસ્ત્ર સંમત સંબંધ શું છે? આ દિવસે વેપારીઓ પોતાના વહી-ખાતાનું પૂજન કેમ કરે છે?

જો લક્ષ્મી અને રામ વચ્ચેના સંબંધની વાત કરીએ તો બંનેનો સૂર્ય અને ચંદ્ર સાથે સંબંધ છે. શ્રીરામચરિતમાનસના બાળકાંડના 18મા દોહા પછી પહેલી ચોપાઈ ‘રામ’ શબ્દને વ્યાખ્યાયિત કરે છે. बंदउँ नाम राम रघुबर को। हेतु कृसानु भानु हिमकर को।। बिधि हरि हरमय बेद प्रान सो। अगुन अनूपम गुन निधान सो।। એટલે કે આપણે શ્રીરઘુનાથજીના નામ ‘રામ’ની વંદના કરીએ છીએ, જે કૃશાનુ (અગ્નિ), ભાનુ (સૂર્ય) અને હિમકર (ચંદ્ર)ના અર્થમાં છે, જે ‘ર’, ‘આ’ અને ‘મ’ના શાબ્દિક રૂપનું બીજ છે. તે રામ નામ બ્રહ્મા, વિષ્ણુ અને શિવરૂપ છે. તે વેદોનો પ્રાણ છે. નિર્ગુણ, ઉપમારહતિ અને ગુણોનો ભંડાર છે.

જ્યોતિષ પ્રમાણે જે દિવસે સૂર્ય અને ચંદ્ર તુલા રાશિમાં એક જ અક્ષાંશ પર બિરાજમાન થાય છે તે દિવસે દિવાળી મનાવાય છે. તે અમાસની રાત હોય છે, જે આખા વર્ષની સૌથી ગાઢ રાત્રિ પણ ગણાય છે. કારણ કે તુલા રાશિનું બોધક ચિહન ત્રાજવું છે. એટલે વેપારીઓ જૂના નાણાકીય વર્ષની લેવડદેવડ પૂરી કરે છે, જ્યારે નવા નાણાકીય વર્ષમાં શુભ-લાભની અપેક્ષા રાખીને વહી-ખાતાનું પણ પૂજન કરે છે.

આ જ કારણ છે જેથી લોકમાનસમાં શ્રીરામને દિવાળી સાથે જોડે છે. જ્યોતિષશાસ્ત્રમાં સૂર્ય આત્મા, તપનો પરિચાયક છે અને ચંદ્ર મન, લાભ અને સુખનો પરિચાયક છે. તેથી બંને એક સાથે એક જ અક્ષાંશ પર આવે ત્યારે એવું મનાય છે કે મન અને આત્મા, શ્રમ અને લાભ એક સાથે સંતુલિત થાય છે.

દુનિયામાં જૂનું નાણાકીય વર્ષ પૂરું થાય અને નવા નાણાકીય વર્ષની શરૂઆત થાય તે દિવાળી છે. આ જ દુનિયાના પહેલા નાણાકીય વર્ષની પરિકલ્પના છે. જો તમે વૈદિક પરંપરા પ્રમાણે જ્ઞાનમાર્ગમાં આસ્થા રાખો છો, તો તમે એમ પણ કહી શકો કે દિવાળી જ્યોતિષીય ગણિતનો પણ ઉત્સવ છે.

અગ્નિને સૂર્યની શક્તિનું સ્વરૂપ મનાયું છે. તે કેટલું મહત્ત્વનું છે તેનું અનુમાન એ વાત પરથી લગાવી શકાય છે કે ઋગ્વેદનો પહેલો મંત્ર અગ્નિને સમર્પિત છે. આ મંત્રમાં અગ્નિને જીવન સહિત દરેક યજ્ઞનો દીપ્તિમાન પુરોહિત મનાયો છે, જે આપણા માટે દેવતાઓને આમંત્રિત કરે છે.

ઋગ્વેદના જ એક પરિશિષ્ટ સૂક્તના ખિલસૂક્તમાં શ્રી સૂક્ત દ્રગ્ગોચર છે, જેને લક્ષ્મી સૂક્ત પણ કહેવાય છે, જે કામ્ય સૂક્તના રૂપમાં પ્રસિદ્ધ અને પ્રચલિત છે. અગ્નિના માધ્યમથી લક્ષ્મીજીનું આહવાન કરવા માટે શ્રી સૂક્તના પાઠ કરાય છે.

શ્રી એહિક દેવતા છે, જેમની શક્તિને પણ લક્ષ્મી કહે છે. સંપત્તિ, વૈભવ, ખેતીવાડી, પશુધન, ધાન સંપદા, સંતાન, સેવક, પરિવાર સુખ, કીર્તિ, લૌકિક સમૃદ્ધિના સંપૂર્ણ ઉપભોગના સામર્થ્ય પ્રાપ્ત કરવા અને આયુષ્ય-આરોગ્ય માટે શ્રીના માધ્યમથી લક્ષ્મીનું આહવાન કરાય છે અને એટલે દિવાળીના દિવસે લક્ષ્મીજીનું પૂજન કરાય છે. हरिः ॐ। हिरण्यवर्णां हरिणीं सुवर्णरजतस्रजाम्। चन्द्रां हिरण्मयीं लक्ष्मीं जातवेदो म आवह॥ શ્રી સૂક્તના આ પહેલા મંત્રમાં જ લક્ષ્મીજીને સૂર્ય અને ચંદ્રના આભૂષણ તરીકે એકસાથે ધારણ કર્યા હોવાનું કહેવાયું છે.

વેદ, વેદાંગ, રામાયણ મળીને એકસમાન લક્ષણ પ્રસ્તુત કરે છે, જે કહે છે કે સનાતન સંસ્કૃતિનો આધાર અંક, અક્ષર, ગણિત, કાવ્ય , જ્ઞાન અને વિજ્ઞાન છે. દિવાળીની આ ભાવનાઓનો જીવંત ઉત્સવ પણ છે.

અન્ય સમાચારો પણ છે...