તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • Cocktails Of Intoxication And Speed Destroyed The Laughing Family, The Father Had Dreamed Of Making His Daughter A Doctor, Now Both Are No More

રોંગ સાઇડથી આવતી હાઇ સ્પીડ કારે મારી ટક્કર:પિતા-દીકરીનાં ઘટનાસ્થળે જ મોત, આ વાતથી અજાણ પત્ની વારંવાર પૂછતી રહી- તે કેમ છે, ગુસ્સે થયેલા લોકોએ કાર સળગાવી

એક મહિનો પહેલા
  • કૉપી લિંક

નશા અને સ્પીડના કોકટેલે એક હસતા-રમતા પરિવારને વેરવિખેર કરી નાખ્યો. બે કાર વચ્ચે થયેલા એક્સિડન્ટમાં પિતા અનિલ પાલ અને તેની 5 વર્ષની દીકરી નિકિતાનું ઘટનાસ્થળે જ મોત થઈ ગયું છે. જ્યારે 3 વર્ષની દીકરી અને પત્ની ગંભીર રીતે ઘાયલ છે. અનિલ પાલ એક સમયે ચાઈનીઝ ફૂડની લારી ચલાવતો હતો. મહેનત કરીને તેણે એક વાન ખરીદી હતી. આ વાન તે સ્કૂલ વર્ધીમાં ચલાવતો હતો, પરંતુ બે વર્ષથી કોરોનાને કારણે સ્કૂલો બંધ હોવાથી ગાડી ચાલતી નહોતી. અનિલે તેની મોટી દીકરી નિકિતાને ડોક્ટર બનાવવાનું સપનું જોયું હતું. એક્સિડન્ટ સમયે કાર સ્પીડમાં તો હતી અને પોલીસનું માનવું છે કે ચાલક નશામાં પણ હતો.

મોડી રાતે 12.30 વાગે થયો એક્સિડન્ટ
મૃતકોની ઓળખ 40 વર્ષના અનિલ પાલ અને 5 વર્ષની નેન્સી તરીકે થઈ છે. બીજી બાજુ, અનિલની પત્ની રેનુ અને 3 વર્ષની દીકરી ભવ્યા ગંભીર રીતે ઘાયલ છે. માનવામાં આવે છે કે ગુરુવારે અનિલ ઝાંસી વિસ્તારમાં વાનમાં પરિવાર સાથે તેના સાસરીના એક કાર્યક્રમમાં ગયો હતો. રાતે 12.30 વાગે પરત ફરતી વખતે જ્યારે તે એજી ઓફિસ પુલ પહોંચ્યો ત્યારે રોંગ સાઈડથી ફુલ સ્પીડમાં આવતી કાર અનિલની કાર સાથે અથડાઈ હતી. બંને કાર વચ્ચેની ટક્કર એટલી જોરદાર હતી કે વાનના આગળની સાઈડ ફુરચા ઊડી ગયા હતા. ઘટનામાં અનિલ પાલ અને તેની દીકરી નિકિતાનું ઘટનાસ્થળે જ મોત થઈ ગયું હતું. જ્યારે પત્ની રેનુ અને દીકરી ભવ્યા ગંભીર રીતે ઘાયલ છે. ઘટના પછી ત્યાંથી પસાર થતા લોકોએ પોલીસને માહિતી આપી હતી. ત્યાર પછી પોલીસે બંને ઘાયલોને હોસ્પિટલ પહોંચાડ્યા હતા.

ઘટનાસ્થળે ભેગા થયેલા લોકોએ કાર સળગાવી દીધી.
ઘટનાસ્થળે ભેગા થયેલા લોકોએ કાર સળગાવી દીધી.

પત્ની વારંવાર પૂછતી રહી કે દીકરીઓ ઠીક તો છે ને?
ઘટના પછી ગંભીર રીતે ઘાયલ રેનુને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી છે. તેની એક દીકરી અને પતિનું મોત થઈ ગયું છે. 3 વર્ષની દીકરી ભવ્યાની સ્થિતિ એકદમ નાજુક છે, જ્યારે પણ રેનુને ભાન આવે છે ત્યારે તે એક જ વાત પૂછે છે કે મારા પતિ કેમ છે, ક્યાં છે? મારી દીકરીઓ ઠીક તો છે ને? રેનુની સ્થિતિ જોઈને કોઈની હિંમત નથી કે તેને કહે કે તેનો પતિ અને એક દીકરી હવે આ દુનિયામાં નથી રહ્યાં. અનિલ પાલ અને તેની દીકરીનાં મોતથી ઘોસીપુરામાં માતમ છવાઈ ગયો છે. પરિવાર ચલાવનાર તે એકમાત્ર હતો.

અનિલ પાલ દીકરીને ડોક્ટર બનાવવા માગતો હતો.
અનિલ પાલ દીકરીને ડોક્ટર બનાવવા માગતો હતો.

ગાડીની સ્પીડ એટલી વધારે હતી કે એરબેગ પણ ખૂલી ગઈ
અકસ્માત કરનાર કાર કિયાની સેલ્ટોઝ હતી. એની સ્પીડ 100 કિમી પ્રતિ કલાકની હતી. ઓટો એક્સપર્ટ લખન કુમારે જણાવ્યું હતું કે ગાડી નવી હતી. એક્સિડન્ટ વખતે ગાડીની સ્પીડ 100થી 110 કિમી પ્રતિ કલાકની હોવાની શક્યતા છે, એટલે જ એક્સિડન્ટ પછી એરબેગ ખૂલી ગઈ છે. જો કારની સ્પીડ 80 અથવા તેથી ઓછી હોતી તો એક્સિડન્ટ સમયે એરબેગ ના ખૂલત. એરબેગ ખૂલવાને કારણે કિયાના મુસાફરો બચી ગયા છે. બીજી બાજુ પોલીસે જણાવ્યું હતું કે ટક્કર મારનાર કાર પરિવહન વિભાગની વેબસાઈટ પર ચાર બાબા મંદિર પાસે રાનીપુરમાં રહેતા સતીશ પરિહારના નામે રજિસ્ટર્ડ થઈ છે.

ગુસ્સે થયેલા લોકોએ હોબાળો કર્યો
ઘટના પછી રાતે 2 વાગ્યાથી એજી ઓફિસ પુલ પર લોકોની ભીડ ભેગી થઈ ગઈ હતી. રાતે 10થી સવારે 6 વાગ્યા સુધી નાઈટ કર્ફ્યૂ લાગુ હતો. ત્યાં રોકાયેલા લોકો એક્સિડન્ટ જોઈને સખત ગુસ્સે હતા. ગુસ્સે થયેલા લોકોએ પહેલા આરોપીની કારના કાચને પથ્થર મારીને તોડી દીધા અને થોડીવાર પછી કારને ઊંધી પાડીને તેમાં આગ લગાવી દીધી હતી. થોડી જ મિનિટોમાં કાર સળગવા લાગી. ત્યાં હાજર પોલીસોની સંખ્યા ખૂબ ઓછી હતી, તેથી તેઓ ગુસ્સે થયેલા લોકોને રોકી ના શક્યા. કંટ્રોલ રૂમની મદદ માગી ત્યારે ફોર્સ પહોંચી. ત્યાર પછી ફાયરબ્રિગેડની ગાડી પહોંચીને આગ પર કાબૂ મેળવ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...