તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
 • Gujarati News
 • National
 • Coast Guard Prepared To See Threat Of Storm, Directing Fishermen To Return To Ports; Coast Guard Busy In Preparations

તાઉ-તે પછી હવે Yassનું જોખમ:ઓરિસ્સા-બંગાળ સહિત 5 રાજ્યોને કેન્દ્રનું એલર્ટ, કોવિડ દર્દીઓને સ્થળાંતર કરવા અને સંક્રામક બિમારીઓ માટે તૈયારી રાખો

4 મહિનો પહેલા
 • કૉપી લિંક

તાઉ-તે પછી હવે દેશની સામે Yass નામના વાવાઝોડાનં જોખમ વધી રહ્યું છે. આ વાવાઝોડું ઉત્તરી અંદમાન દરિયા અને ત્યાંથી સીધા પૂર્વ મધ્ય બંગાળની ખાડીથી શરૂ થશે. 24 મે સુધીમાં તે ચક્રવાતી વાવાઝોડુમાં પરિવર્તિત થવાની શક્યતા છે. જોખમને ધ્યાનમાં રાખીને કેન્દ્ર સરકારે આંધ્રપ્રદેશ, ઓરિસ્સા, બંગાળ, તમિલનાડુ અને અંદમાન-નિકોબારને એલર્ટ આપવામાં આવ્યું છે.

કેન્દ્ર સરકારના જણાવ્યા પ્રમાણે, 26 મેના રોજ વાવાઝોડું બંગાળ સાથે અથડાશે. કેન્દ્રએ પાંચ રાજ્યોને કહ્યું છે કે, કોવિડ દર્દીઓને સુરક્ષિત જગ્યાએ પહોંચાડવાની તૈયારી રાખવી. દરેક હોસ્પિટલોમાં પૂરતો પાવર બેકઅપ હોવો જોઈએ.

Yass પર કેન્દ્રની 5 રાજ્યોને ગાઈડલાઈન

 • ઈમરજન્સી કમાન્ડ સિસ્ટમ અને ઈમરજન્સી ઓપરેશન સેન્ટર અને કંટ્રોલ રૂમને તુરંત એક્ટિવ કરવા. નોડલ ઓફિસર તહેનાત કરવા અને તેમની કોન્ટેક્ટ ડિટેલ્સ સ્વાસ્થય મંત્રાલયને આપવી.
 • દરિયા કિનારાના રાજ્યોના દરેક જિલ્લામાં હોસ્પિટલ ડિઝાસ્ટર મેનેજમેન્ટ પ્લાન શરૂ કરી દે. તે જિલ્લામાં હોસ્પિટલોમાં ઈમરજન્સી સ્થિતિ પ્રમાણે તૈયારીઓનો રિવ્યુ કરવો.
 • જે વિસ્તાર વાવાઝોડાના રસ્તામાં આવે છે ત્યાંની જિલ્લા હોસ્પિટલ અને સ્વાસ્થય કેન્દ્રમાં દર્દીઓના ઉંચાઈ વાળા વિસ્તારોની મોટી હોસ્પિટલોમાં શિફ્ટ કરવાનું એડ્વાન્સ પ્લાનિગં કરવું.
 • કોવિડ મેનેજમેન્ટ માટે ઓબ્ઝર્વેશન યુનિટ, સ્વાસ્થય ટીમોને પણ મહામારી સિવાય ડેન્ગ્યુ, મેલેરિયા, શરદી-ખાંસી જેવી બીમારીઓ માટે પણ તૈયાર રહેવા કહ્યું.
 • વાવાઝોડાના રસ્તામાં આવતી દરેક હોસ્પિટલ અને સ્વાસ્થય કેન્દ્રોમાં પૂરતો મેન પાવર હોવો જોઈએ.
 • પ્રભાવિત જિલ્લામાં હોસ્પિટલ, લેબ અને વેક્સિન કોલ્ડ ચેન, ઓક્સિડન પ્રોડક્શન યુનિટ અને બીજી સપોર્ટિવ મેડિકલ ફેસિલિટીમાં પૂરતો બેકઅપ પાવર હોવો જોઈએ.
 • પવન ફૂંકાવાના અને વરસાદના કારણે ટ્રાન્સપોર્ટ પ્રભાવિત થઈ શકે છે. ઈમરજન્સીને ધ્યાનમાં રાખીને જરૂરી દવાઓનો સ્ટોક પહેલાં જ કરી લેવો.

કોસ્ટગાર્ડ પણ તૈયાર
ઈન્ડિયન કોસ્ટગાર્ડે પણ તેમની તૈયારી કરી લીધી છે. હવાઈ યુનિટ, જહાજ, એમ્બ્યુલન્સ અને ડોક્ટર્સની ટીમને સ્ટેન્ડબાય પર રાખ્યા છે. અહીંના દરિયા કિનારામાં માછીમારોને દૂર રહેવાનું કહેવામાં આવ્યું છે. માછીમારોને બંદર પર પરત ફરવાનો આદેશ પણ આપી દેવામાં આવ્યો છે. ICG તરફથી આજુબાજુના દરેક રાજ્યો અને કેન્દ્ર શાસિત રાજ્યોના બંદર પર નદર રાખવાનું કહેવામાં આવ્યું છે.

સતત હવામાન પર નજર રાખવામાં આવી રહી છે
ICGના પ્રવક્તાના જણાવ્યા પ્રમાણે બંગાળની ખાડીમાં હવામાન પર સતત નજર રાખવામાં આવી રહી છે. તમિલનાડુ, પોંડીચેરી, આંધ્રપ્રદેશ, ઓરિસ્સા, પશ્ચિમ બંગાળ સિવાય અંદમાન અને નિકોબાર દ્વીપમાં આઈસીજી રીમોટ ઓપરેટિંગ સ્ટેશનની મદદથી એલર્ટ મોકલવામાં આવી રહ્યા છે.

ઉત્તર પ્રદેશના ઘણાં વિસ્તારોમાં ભારે વરસાદ
ઉત્તર પ્રદેશમાં છેલ્લાં 24 કાલકમાં લખનઉ સહિત એક ડઝનથી વધારે વિસ્તારોમાં વરસાદ થી રહ્યો છે. નજીબાબાદમાં 68.8 MM સૌથી વધારે, ત્યારપછી પ્રયાગરાજમાં 46.6 MM વરસાદ થયો છે. આ સિવાય ગોરખપુરમાં 37.8, બલિયામાં 25.4, બહચરાઈમાં 31.7 MM વરસાદ થયો છે. હવામાન વિભાગના ડિરેક્ટર જેપી ગુપ્તાનું કહેવું છે કે, આગામી 24 કલાકમાં વાતાવરણ ચોખ્ખુ થઈ જશે અને પછી વરસાદની શક્યતા ઓછી છે.

અન્ય સમાચારો પણ છે...