ઉદ્ધવની શિંદેને ભલામણ:CM અને પાર્ટી અધ્યક્ષ સહિતના તમામ પદ છોડવા માટે તૈયાર, પણ સામે આવીને વાત તો કરે

2 મહિનો પહેલા
  • ઉદ્ધવે કહ્યું- શિવસેના અને હિન્દુત્વ એક જ સિક્કાની બે બાજુ

એકનાથ શિંદેએ જેવું જ શિવસેના અને સરકાર પર દાવો કર્યો, તેના એક કલાક પછી મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેએ ફેસબુક લાઈવ કરીને મહારાષ્ટ્રની જનતા સાથે વાતચીત કરી. પરંતુ આ વાતચીત મહારાષ્ટ્રની જનતા સાથે ઓછી... એકનાથ શિંદે સાથેનો સીધો સંવાદ વધુ લાગ્યો.

ઉદ્ધવે કહ્યું કે તેમને મુખ્યમંત્રીની ખુરસીનો કોઈ જ મોહ નથી. તેઓ CM અને પાર્ટી અધ્યક્ષ પદેથી રાજીનામું આપવા માટે તૈયાર છે પરંતુ શિંદે તેમની સામે આવે અને આ વાત કરે.

ઉદ્ધવે ફેસબુક લાઈવ પર જે કહ્યું તે વાંચો
​​​​​​
"થોડાં દિવસ પહેલાં સર્જરી હોવાને કારણે લોકોને મળી ન શક્યો, પરંતુ આ કારણે કોઈ અટક્યા ન હતા. હિન્દુત્વને લઈને કોને શું કહ્યું, તે બોલવાની જરૂર નથી, વિધાનસભામાં હિન્દુત્વ પર બોલનાર હું પહેલો મુખ્યમંત્રી હતો.

બાળાસાહેબની શિવસેના અને હાલની શિવસેનામાં કોઈ જ તફાવત નથી, તેમના જ વિચાર સાથે ચાલી રહ્યો છું. હું આજે પણ હિન્દુ છું, પહેલાં પણ હતો અને આગળ પણ હિન્દુ જ રહીશ.

છેલ્લાં અઢી વર્ષથી હું મુખ્યમંત્રી છું, ત્યારથી મારી સાથે બાળાસાહેબની શિવસેનાના હિન્દુ પણ હતા. તેમને જે મળ્યું, તે બાળાસાહેબની પછીની શિવસેનાએ જ તેમને આપ્યું, તે યાદ રાખો.

મારી પાસે કોઈ અનુભવ ન હતો, અલગ રસ્તો જ પસંદ કરવો પડ્યો, જે કંઈ થયું... તે બધાંને ખબર છે. પવાર સાહેબ અને ત્રણ પક્ષની બેઠકમાં પવાર સાહેબે કહ્યું હતું, જવાબદારી તમારે જ લેવી પડશે. તમે નહીં હોવ તો શિવસેના સાથે નહીં ચાલી શકે. કોંગ્રેસ-NCP અને શિવસેનાને એકસાથે કામ કરવાનું રહેશે તો તમે જ નેતૃત્વ સંભાળો. પવારના કહેવા પર જ મેં મુખ્યમંત્રીની જવાબદારી લીધી. સોનિયા પણ ફોન કરે છે. તે પાછળ મારો કોઈ સ્વાર્થ નથી. આ તમામ લોકોએ મને મદદ કરી છે.

આ પાછળ મારો કોઈ સ્વાર્થ નથી. અલગ રસ્તો પસંદ કર્યા બાદ પણ તેનો કંઈ અર્થ હોવો જોઈએ. તમામે અનુભવ ન હોવા છતાં મને સંભાળ્યો. પરંતુ મારા લોકોને જ જો મારું મુખ્યમંત્રી પદે રહેવું પસંદ નથી તો તેઓ અહીં આવીને પણ બોલી શકે છે. સુરતમાં જઈને બોલવાની શું જરૂર હતી.

મુખ્યમંત્રી પદ છોડીને, વર્ષા બંગલો છોડીને હું માતોશ્રી જવા માટે તૈયાર છું. મને સત્તાનો મોહ નથી. મારી પાસે આવીને આ વાત રાખવાની જરૂર હતી.

2014ની ચૂંટણી અમે અમારા જોર પર અને હિન્દુત્વના મુદ્દે લડી હતી. અમે તે સમયે પણ કઠિન પરિસ્થિતિઓમાં ચૂંટણી લડી હતી. તે વાતનું ધ્યાન રહે કે 2014 પછી જે લોકો બોલી રહ્યાં છે કે શિવસેના બાળા સાહેબ ઠાકરેવાળી નથી રહી. તે લોકો ધ્યાન રાખે કે નવી શિવસેનાથી જ આપણને મંત્રી પદ મળ્યું છે.

હાલ વિધાનપરિષદની ચૂંટણી સંપન્ન થઈ. જે બાદ તમામ ધારાસભ્યો એક હોટલમાં હતા. હું ત્યાં ગયો. ત્યાં પણ મેં કહ્યું હતું કે શિવસૈનિક મહેનત કરે છે, જનતા વિશ્વાસ દાખવે છે, પરંતુ આપણાં લોકોને સાથે રાખવા માટે ભારે મહેનત કરવી પડી રહી છે.

મને ખુરશી પર બેસવાનો કોઈ જ મોહ નથી. હું પરાણે આ ખુરશી પર બેસવા નથી માગતો. પરંતુ જે કંઈ પણ કહેવું છે, તે સામે આવીને કહો. એક બાજુ એવું કહેવું કે હું શિવસૈનિક છું અને પછી આવું કામ કરવાનું. કહેવત છે કે કુહાડીમાં લાકડાંનો હાથો હોય છે અને તે જ ઝાડ કાપે છે. પાર્ટી સાથે દગાખોરી કરવી સારી વાત નથી.

શિંદેએ મને કહ્યું હોત તો હું રાજીનામું આપી દે. જો તમે ઈચ્છો છો કે હું CMની ખુરશી પર ન રહું તો મને જણાવો. ધારાસભ્યો જો મને કહે છે કે હું ખુરશી છોડી દઈશ. જ્યાં સુધી શિવસૈનિક મારી સાથે છે હું દરેક પડકારોનો સામનો કરીશ. જેઓ કહે છે કે હું શિવસેનાનું નેતૃત્વ કરવાને લાયક નથી તો હું તેમને ખાસ મહત્વ નથી આપતો.

હું સંકટનો સામનો કરનારો શિવસૈનિક છું. શિવસૈનિક કહે તો હું પદ છોડી દઈશ. ઉદ્ધવ ઠાકરે નથી જોઈતા તો પણ યોગ્ય છે, પણ મારે સામે આવીને આ વાત કરો.

તમે ફેસબુક લાઈવ જોતા હોવ તો મને કહો કે તમે મને મુખ્યમંત્રી પદ પર જોવા નથી માંગતા. તમે સામે આવીને મને આ વાત કરશો તો હું મુખ્યમંત્રી પદ છોડવા તૈયાર છું. અને જો સામે ન આવી શકો તો ફોન પર વાત કરી લો."

શિવસેના ભવનમાં સન્નાટો
આ પહેલા શિવસેનાના બળવાખોર ધારાસભ્ય ગુજરાતથી નીકળીને સવારે જ ગુવહાટી પહોંચી ગયા છે. એકનાથ શિંદેએ દાવો કર્યો છે કે તેમની સાથે 46 ધારાસભ્યો છે. જેમાં શિવસેના અને અપક્ષ ધારાસભ્યો સામેલ છે. શિવસેનાના નેતા એકનાથ શિંદે NCP-કોંગ્રેસના ગઠબંધનથી તેઓ નારાજ છે.

શિવસેના ભવન પર સન્નાટો છવાયો
શિવસેના ભવન પર સન્નાટો છવાયો

સવારે 11 વાગ્યા સુધી એક-બે શિવસૈનિકો સેના ભવનમાં આવેલા મંદિરના દર્શન માટે પહોંચ્યા હતા. પરંતુ જ્યારે ભાસ્કર ટીમે તેમની સાથે વાત કરવાનો પ્રયત્ન કર્યો તો તેમણે કેમેરા સામે કોઈ પણ વાત કરવાનો ઈનકાર કરી દીધો. ઘણાં પ્રયત્નો પછી પોતાને શિવસેનાના પદાધિકારી કહેનાર ઉદય ચૌગલેએ કહ્યું- અત્યારે સવારનો સમય છે એટલે મોટાભાગના શિવસૈનિકો તેમના જરૂરી કામો પૂરા કરવામાં હશે. જેમ જેમ દિવસ ચડશે તેમ તેમ અહીં શિવસૈનિકો ભેગા થશે. ઉદયે કહ્યું કે, શિવસેનાના કાર્યકર્તાઓ બાળા સાહેબના નિષ્ઠાવાન છે. તેઓ દરેક સ્થિતિમાં ઉદ્ધવ ઠાકરેની સાથે રહેશે.

કાલે દોઢ હજાર શિવસૈનિક અહીં જમા થયા હતા
શિવસેના ભવનમાં હાજર અમુક સિક્યુરિટી ગાર્ડે જણાવ્યું કે, મંગળવારે શિંદેની બળવાખોરીની માહિતી મળતા અહીં એકથી દોઢ હજાર શિવસૈનિક જમા થયા હતા. તેમાંથી ઘણાં લોકો ખૂબ દુખી હતા અને તેમનું દુખ તેમની આંખોમાં દેખાતું હતું. પરંતુ આજે અહીં એક પણ કાર્યકર્તા દેખાતા ન હતા.

અન્ય સમાચારો પણ છે...