તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • CM Uddhav Thackeray Will Address This Evening At 8.30 Pm, Likely To Give A 15 day Lockdown In Mumbai Maharashtra

મહારાષ્ટ્રમાં લોકડાઉન જેવાં નિયંત્રણો:આજે રાત્રે 8 વાગ્યાથી 1 મે સુધી 'બ્રેક ધ ચેઇન' અભિયાન ચાલશે; સમગ્ર રાજ્યમાં કલમ-144 અમલી બનશે, ઉદ્ધવે કહ્યું-પરિસ્થિતિ નિયંત્રણ બહાર

4 મહિનો પહેલા
  • મહારાષ્ટ્રમાં કોરોના કાબૂ બહાર, સ્થિતિ ખૂબ જ ગંભીર અને ડરાવનારી
  • ઓક્સિજનની ભારે અછત સર્જાઈ, કેન્દ્ર હવાઈ માર્ગે મોકલે
  • રાજ્યમાં ડબલિંગ રેટ 36 દિવસનો થઈ ગયો છે
  • મુંબઈમાં 919 ઈમારતો હાલ સીલ કરી દેવામાં આવી છે

મહારાષ્ટ્રમાં બુધવારે રાત્રે 8 વાગ્યાથી 1 મે સવારે 7 વાગ્યા સુધી લોકડાઉન જેવાં નિયંત્રણો લાગુ કરવામાં આવ્યા છે. એનાથી બ્રેક ધ ચેઇન અભિયાન નામ આપવામાં આવ્યું છે. સમગ્ર રાજ્યમાં કલમ-144 લાગુ કરવામાં આવી છે. પરિસ્થિતિ નિયંત્રણ બહાર છે ત્યારે તેને અંકુશમાં લેવા કડક પગલાં ભરવાં પડશે.

બુધવારે રાત્રે 8 વાગ્યાથી લોકડાઉન જેવાં કડક નિયંત્રણો લાગુ થશે
મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેએ રાજ્યના લોકોમાં કોઈપણ પ્રકારની પેનિક કે અફરાતફરીની સ્થિતિ ન સર્જાય એ માટે "લોકડાઉન" શબ્દનો સીધો ઉપયોગ ટાળ્યો હતો. અલબત્ત, તેમણે રાજ્યમાં કોરોનાની સ્થિતિ નિયંત્રણ બહાર જઈ રહી હોઈ લોકડાઉન જેવાં જ કડક નિયંત્રણો લાદવાની જાહેરાત કરી છે. તેમણે પોતાના સંબોધનમાં ​​ ​​જાહેરાત કરી છે કે મહારાષ્ટ્રમાં આવતીકાલે રાત્રે 8 વાગ્યાથી સખત નિયંત્રણો લાગુ થશે. આવતીકાલથી 'બ્રેક ધ ચેઇન' અભિયાન શરૂ થશે.​​​​​

મહારાષ્ટ્રમાં આવશ્યક સેવાઓ સિવાય તમામ સેવાઓ અટકાવવામાં આવી છે. 15 દિવસ સુધી ફક્ત આવશ્યક સેવાઓ જ યથાવત્ રહેશે. બિનજરૂરી રીતે અવરજવર પર સંપૂર્ણ પ્રતિબંધ રહેશે. સમગ્ર રાજ્યમાં કલમ-144 લાગુ રહેશે. કારણ વગર ઘરની બહાર નીકળવા પર પ્રતિબંધ રહેશે. અલબત્ત, સ્થાનિક અને અન્ય બસોની સેવા ચાલુ રહેશે. ઓટો-ટેક્સિ સેવા પણ ચાલુ રહેશે. બેન્કને લગતા કામકાજ ચાલુ રહેશે.

રાજ્યમાં શ્રમિકો-રિક્ષાચાલકોને આર્થિક મદદ કરશે સરકાર
CM ઉદ્ધવ ઠાકરેએ 12 લાખ શ્રમિકોને 1500-1500 રૂપિયા આર્થિક મદદ આપવાની જાહેરાત કરી છે. તેમણે કહ્યું છે કે રિક્ષાચાલકોને પણ રૂપિયા 1500ની મદદ કરવામાં આવશે. આ ઉપરાંત આદિવાસીઓને પણ રૂપિયા 2000ની આર્થિક મદદ કરવામાં આવશે. રાજ્ય સરકારે કોવિડ સંબંધિત સુવિધાઓ માટે રૂપિયા 3,300 કરોડનું ભંડોળ ફાળવ્યું છે. આ ઉપરાંત 5.50 હજાર કરોડના આર્થિક મદદનું પેકેજ તૈયાર કર્યું છે.

રાજ્યમાં ઓક્સિજનની ભારે અછત, કોરોનાની સ્થિતિ નિયંત્રણ બહાર
રાજ્યમાં પરીક્ષાઓ મોકૂફ રાખવામાં આવી છે. કોરોનાવાયરસ નિયંત્રણ બહાર થઈ ગયો છે. કોરોના માટે કરવામાં આવેલી તમામ વ્યવસ્થા ખૂબ જ ઓછી પડી રહી છે. પરિસ્થિતિ નિયંત્રણ બહાર જતી રહી છે. મહારાષ્ટ્રમાં હોસ્પિટલો પર જબરદસ્ત દબાણ સર્જાયું છે. રાજ્યમાં ઓક્સિજનની ભારે અછત પ્રવર્તિ રહી છે. અમને અન્ય રાજ્યોમાંથી પણ ઓક્સિજન મગાવવાની છૂટ આપવામાં આવે. કેન્દ્ર સરકાર માર્ગોની સાથે હવાઈ માર્ગો મહારાષ્ટ્રમાં ઓક્સિજન મોકલવામાં આવે. આ માટે વાયુસેનાનો ઉપયોગ કરવા અપીલ કરી. વેક્સિનેશનની પ્રક્રિયા વધારે ઝડપી કરવામાં આવે. તેનાથી કોરોનાની લહેરને નબળી પાડી શકાશે.

આ લોકડાઉનમાં શું હશે
આ અગાઉ એવી શક્યતા દર્શાવવામાં આવતી હતી કે આ લોકડાઉન ગઈ વખત જેવું નહીં હોય તેમાં ઈમરજન્સી સેવાઓ ચાલુ રાખવામાં આવશે. ખાનગી ઓફિસો બંધ રાખવામાં આવશે જ્યારે જરૂરી સેવાઓવાળી સંસ્થા ચાલુ રાખવામાં આવશે. સ્કૂલ, કોલેજ, થિયેટર, ગ્રાઉન્ડ, પાર્ક જિમ વગેરે બંધ રાખવામાં આવશે. એવું પણ જાણવા મળ્યું છે કે, રેસ્ટોરાં પણ માત્ર ગોમ ડિલિવરી માટે ચાલુ રાખવામાં આવશે. દરેક જાહેર કાર્યક્રમો પર પ્રતિબંધ રાખવામાં આવશે. આ ઉપરાંત આર્થિક રીતે નબળાં આ સમય માટે કોઈ પેકેજ પણ બનાવવામાં આવી શકે છે.

મંત્રી અસલમ શેખે સંકેત આપ્યા છે કે, થોડા જ કલાકોમાં મુંબઈ અને મહારાષ્ટ્ર માટે નવા કડક દિશાનિર્દેશો જાહેર કરવામાં આવશે. અસલમ શેખે કહ્યું કે, કોરોના પર અંકુશ લગાવવા માટે મહારાષ્ટ્ર સરકાર દ્વારા ઘણાં પગલાં લેવામાં આવ્યા છે. પરંતુ કેસ ઓછા નથી થઈ રહ્યા તેથી હવે વધુ કડક દિશાનિર્દેશ લાગુ કરવામાં આવશે અને તે વિશે નવી એસઓપી પણ જાહેર કરવામાં આવશે.

આજે સવારથી અત્યાર સુધીમાં મુંબઈમાં 6905 નવા કેસ નોંધાયા છે અને આ સિવાય 43 લોકોના મોત થયા છે. રાજ્યમાં ડબલિંગ રેટ 36 દિવસનો થઈ ગયો છે. શહેરમાં 919 ઈમારતો હાલના સમયે સીલ કરવામાં આવી છે. નાગપુરમાં છેલ્લાં 24 કલાકમાં કોરોના વાઈરસના કારણે 69 લોકોના મોત થયા છે. આ દરમિયાન મહારાષ્ટ્ર સરકારે ફરી એક વાર લોકડાઉનના સંકેત આપ્યા છે.

લોકડાઉનના ડરથી પેનિક બાઈંગ શરૂ થઈ ગયું છે.
લોકડાઉનના ડરથી પેનિક બાઈંગ શરૂ થઈ ગયું છે.

મુંબઈમાં પેનિક બાઈંગ
લોકડાઉનની શક્યતાના પગલે મુંબઈમાં કરિયાણાની દુકાનની બહાર લાંબી લાઈનો જોવા મળી છે. લોકડાઉનના ડરથી અહીં લોકોએ કરિયાણું અને જીવન જરૂરિયાતની વસ્તુઓ ભેગી કરવાની શરૂઆત કરી દીધી છે. લોકોનું કહેવું છે કે, અમે એવી કોઈ સ્થિતિમાં ફસાવા નથી માંગતા કે અમારી પાસે કરિયાણાની પણ અછત આવી જાય.

મજૂરોએ પલાયન શરૂ કર્યું
લોકડાઉનની શક્યતાએ મોટી સંખ્યામાં પ્રવાસી મજૂરો મહારાષ્ટ્રથી પલાયન કરી રહ્યા છે. મોટા ભાગના મજૂરોને કામ મળવાનું બંધ થઈ ગયું છે. આવી સ્થિતિ એ સમયે શરૂ થઈ છે જ્યારે માત્ર વીકેન્ડ લોકડાઉન, નાઈટ કર્ફ્યૂ અને અમુક પ્રતિબંધો લાગુ કરવામાં આવ્યા છે. સંપૂર્ણ લોકડાઉનની તો હજી જાહેરાત પણ નથી થઈ. ધારાવીથી 25 હજાર મજૂરો પલાયન કરી ચૂક્યા છે.

મુંબઈમાં છેલ્લા એક અઠવાડિયાથી મજૂરો પલાયન થવા લાગ્યા છે.
મુંબઈમાં છેલ્લા એક અઠવાડિયાથી મજૂરો પલાયન થવા લાગ્યા છે.