તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

રાજ્યમાં લોકડાઉન, CM હોળી ઉજવવા પહોંચ્યા પન્ના:વાઘને જોવા અને હોળી રમવા પરિવાર સાથે પન્ના ટાઈગર પહોંચ્યાં સીએમ શિવરાજ સિંહ ચૌહાણ

એક મહિનો પહેલા
ફાઈલ ફોટો
  • ગઈ કાલે મોડી સાંજે પહોંચ્યા પન્ના, મંદિરમાં પરિવાર સહિત હોળી મનાવી
  • કોરાનાના કારણે સીએમ હાઉસથી અંતર રાખ્યું, ચૂપચાપ એકાંતવાસમાં પહોંચ્યા

વધતા કોરોનાના કારણે ભોપાલમાં હોળીના દિવસે લોકડાઉન જેવી સ્થિતિ છે. આ સંજોગોમાં રાજ્યના મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાણ હોળી ઉજવવા રવિવારે મોડી સાંજે પરિવાર સહિત પન્ના પહોંચ્યા હતા. અહીં તેઓ મડલામાં શ્યામેન્દ્ર સિંહની અંગત જગ્યાએ બનાવવામાં આવેલી હેલીપેડમાં ઉતર્યા અને અમુક સમય તેમણે રિસોર્ટ પર પસાર કર્યો હતો. ત્યારપછી તેઓ અમાનગંજની ખીણ પાસે આવેલી પશાનગઢની તાજ ગ્રૂપ હોટલમાં પરિવાર સહિત રોકાયા હતા. ધૂળેટીના દિવસે સવારે પરિવાર સહિત રંગોના તહેવારની ઉજવણી કરી હતી. ત્યારપછી ટાઈગર રિઝર્વની સફારી કરવા જતા રહ્યા હતા. જોકે આ સંપૂર્ણ સીએમની અંગત મુલાકાત હતી. તેમાં કોઈ પાર્ટી નેતા સામેલ નહતા.

નોંધનીય છે કે, આ પહેલાં પણ સીએમ ઘણી વાર ગુપ્ત રીતે હોળીનો તહેવાર મનાવવા પન્ના પહોંચ્યા હતા. પરંતુ આ વખતે સ્થાનિક ભાજપના નેતા, સાંસદ, ધારાસભ્યો અને મંત્રીઓ સુધીને પણ ખબર પડવા દીધી નહતી. આ સંજોગોમાં સીએમની આ મુલાકાત ચર્ચાનો વિષય એટલે બન્યો છે કારણકે પૂર્વ મંત્રી કુસુમ મેહદલે કેન બેતવા લિંક યોજનાનો વિરોધ સોશિયલ મીડિયા પર કર્યો હતો, કારણકે અત્યાર સુધી પછાત જિલ્લામાં સામેલ પન્નાને પ્રશાસન દ્વારા કોઈ ભેટ આપવામાં આવી નથી. ઉપરાંત ટાઈગર રિઝર્વને વિખેરવાની પહેલ શરૂ કરવામાં આવી છે.

ટાઈગર રિઝર્વનું આકર્ષણ
ટાઈગર સફારીના સૂત્રોના જણાવ્યા પ્રમાણે પન્ના ટાઈગર રિઝર્વમાં અંદાજે એક મહિનામાં 4 વાઘણે 11 બાળકોને જન્મ આપ્યો છે. અહીં અત્યાર સુધીમાં વાઘની સંખ્યા અંદાજે 75થી 80 થઈ ગઈ છે. અકોલા બફરમાં પણ આંતરે દિવસે અહીં વાઘ જોવા મળી રહ્યા છે. ટાઈગર રિઝર્વમાં વાઘોની સંખ્યા વધવાની સાથે પાર્કનું આકર્ષણ પણ વધી રહ્યું છે. આ જ કારણ છે કે, સેલિબ્રિટઝ વાઘોના સમ્મોહનથી આકર્ષિત થઈને પન્ના ટાઈગર રિઝર્વ તરફ ખેંચાઈ રહ્યા છે.

કોરોનાના કારણે સીએમ હાઉસમાં રોકાવું યોગ્ય નથી
રાજકીય નિષ્ણાતોના જણાવ્યા પ્રમાણે જો શિવરાજ સિંહ ચૌહાણ સીએમ હાઉસ ભોપાલમાં હોળી મનાવવા આવતા તો લોકોની આવન-જાવન ચાલુ રહેતી. વધતા કોરોનાના કારણે તેમણે એકાંતવાસ માટે પન્નાની પસંદગી કરી. કારણકે તે બુંદેલખંડના મંદિરોનું શહેર છે. અહીં ઐતિહાસીક હોળી મનાવવામાં આવે છે. તે સાથે જ ટાઈગર રિઝર્વ, ટાઈગર સફારી અને ટ્રી હાઉસ સમગ્ર દેશમાં પ્રખ્યાત છે.

તો વિખેરાઈ જશે વાઘના પરિવાર
ભાજપ સૂત્રોનો દાવો છે કે, કેન બેતવા લિંક પરિયોજનાથી મધ્ય પ્રદેશના અન્ય જિલ્લા અને ઉત્તર પ્રદેશને નહેર બનાવીને પાણી આપવામાં આવશે. પરંતુ આ યોજનાથી આખો પન્ના જિલ્લો વિખેરાઈ જશે. અહીંના લોકોની રોજગારીનું સાધન માત્ર ટાઈગર રિઝર્વ છે. અહીં લોકો ટેક્સી કે અન્ય વાહનોથી પર્યટકોને સેવા આપી રહ્યા છે. જો આ સફારી બંધ થઈ જશે તો લોકો બેરોજગારલથઈ જશે. ત્યારપછી જિલ્લામાં કોઈ આવકનું સાધન રહેશે નહીં. આ સંજોગોમાં આ પરિયોજના જિલ્લામાં કાળ સાબીત થશે.

ડેમેજ કંટ્રોલના કારણે પહોંચ્યા પન્ના
નોંધનીય છે કે, પન્ના જિલ્લાના ધોધન ગામમાં કેન બેતવા લિન્ક પરિયોજનાનો બાંધ પ્રસ્તાવિત છે. તેમાં પન્ના ટાઈગર રિઝર્વની 6 હજાર હેક્ટર જમીન જતી રહેશે. ડેમ બનવાથી આ એરિયા ડૂબી જશે, જે પન્ના ટાઈગર રિઝર્વના કોર ઝોનનો મુખ્ય હિસ્સો છે. જ્યારથી આ યોજના વિશેની મહિતી લોકોને મળી છે ત્યારથી પન્ના જિલ્લામાં વિરોધ છે. આ સંજોગોમાં ચૂપચાપ સીએમનું પન્ના જવુ ચર્ચાનો વિષય બન્યો છે.

પરિયોજનાનો વિરોધ જોવા સીએમ આવ્યા
એક ચર્ચા એવી પણ માનવામાં આવે છે કે, અંગત કાર્યક્રમની વાતમાં કેન બેતવા લિંક પરિયોજનાનો વિરોધ જોવા અને ટાઈગર રિઝર્વને થનાર નુકસાનની માહિતી લેવા સીએમ શિવરાજ સિંહ ચૌહાણ અહીં આવ્યા છે. આ યોજનામાં ટાઈગર રિઝર્વનો કોર એરિયા સંપૂર્ણ રીતે ખતમ થઈ જશે અને પાર્કનો મોટો વિસ્તાર જળમગ્ન થઈ જશે. જ્યારે અમુક સૂત્રોનો દાવો છે કે, 12000 કરોડની કેન બેતવા યોજનામાં કેન્દ્ર અને ઉત્તર પ્રદેશ સરકારના ઉત્સાહ સામે મુખ્યમંત્રી ચૂપ રહેવાનું યોગ્ય સમજશે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- અધ્યાત્મિક ગતિવિધિઓમાં સમય પસાર થશે. જેથી તમારી વિચારશૈલીમાં નવીનતા આવશે. અન્યની મદદ કરવાથી આત્મિક સુખ મળી શકે છે. વ્યક્તિગત કાર્ય પણ શાંતિથી ઉકેલાઇ જશે. નેગેટિવઃ- કોઇ નજીકના સંબંધી સાથે ...

વધુ વાંચો