• Gujarati News
  • National
  • CM Said Police Should Not Wait For Approval For Action; RPI Activists Will Be Outside Mosques

લાઉડસ્પીકર ઉતારવા અલ્ટીમેટમ:CMએ કહ્યું- કાર્યવાહી માટે પોલીસ મંજૂરીની રાહ ન જુએ; મસ્જિદોની બહાર રહેશે RPI કાર્યકર્તા

2 મહિનો પહેલા

મહારાષ્ટ્ર સરકારને લાઉડસ્પીકર અંગે અલ્ટીમેટમ આપનાર મહારાષ્ટ્ર નવનિર્માણ સેના (MNS)ના વડા રાજ ઠાકરેની મુશ્કેલીમાં વધારો થતો જોવા મળી રહ્યો છે. ઔરંગાબાદમાં રવિવારે યોજાયેલી MNSની રેલીમાં નિયમોનું ઉલ્લંઘન કરવા બદલ રાજ ઠાકરે અને આયોજકો વિરુદ્ધ ઔરંગાબાદ શહેર પોલીસ સ્ટેશનમાં કેસ નોંધવામાં આવ્યો છે. રાજ ઠાકરે પર રેલી દરમિયાન 16માંથી 12 નિયમો તોડવાનો આરોપ છે. તેમાં ઉશ્કેરણીજનક ભાષણ આપવાનો અને નિર્ધારિત સંખ્યા કરતા વધારે લોકોને બોલાવવાનો આરોપ છે.

આ દરમિયાન મનસે કાર્યકર્તાઓની ધરપકડ શરૂ થઈ ગઈ છે. 4 મેના રોજ રાજે તેમના કાર્યકરોને મસ્જિદોમાંથી લાઉડસ્પીકર હટાવવામાં નહીં આવે તો ડબલ અવાજમાં હનુમાન ચાલીસા વગાડવાનો નિર્દેશ આપ્યો છે. રાજના આ આદેશ બાદ પોલીસે મુંબઈ સહિત સમગ્ર રાજ્યમાં ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દીધો છે. મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેએ પણ પોલીસને કેટલીક છૂટ આપી છે અને કહ્યું છે કે રાજ્યમાં કાયદો-વ્યવસ્થાની સ્થિતિને નિયંત્રિત કરવા કોઈના આદેશની રાહ ન જુઓ.

મુંબઈમાં તોફાનના ડરથી 465 લોકોને શહેરની બહાર મોકલવામાં આવેલા
મુંબઈ પોલીસે રાજ ઠાકરેને IPCની કલમ 149 હેઠળ નોટિસ પાઠવી છે. પોલીસે મંગળવારે આપેલી માહિતી પ્રમાણે છેલ્લા એક મહિના દરમિયાન શહેરની 1144 મસ્જિદોમાંથી 803 મસ્જિદોએ નિયમ મુજબ લાઉડસ્પીકર લગાવવાની પરવાનગી લીધી છે. રાજ ઠાકરેના અલ્ટીમેટમને લઈ મુંબઈ પોલીસે મોટો ખુલાસો કર્યો છે. પોલીસના જણાવ્યા પ્રમાણે 4 મે, બુધવારે મુંબઈમાં અરાજકતા અને અશાંતિ ફેલાવવા લોકો બહારથી આવવાના હતા. માટે મંગળવારે પોલીસે કલમ-149 હેઠળ 855 લોકોને નોટિસ પાઠવી છે. આ પૈકી 465 લોકોને CRPC 144 હેઠળ 15 દિવસ માટે મુંબઈની બહાર મોકલવામાં આવ્યા છે. આ ઉપરાંત CRPCC 151 હેઠળ 94 લોકોને પોલીસ કસ્ટડીમાં લેવામાં આવ્યા છે. કલમ 153 હેઠળ 86 લોકોને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા. હવે કોર્ટ નક્કી કરશે કે તેમને પોલીસ કસ્ટડીમાં મોકલવા કે જIPCમોકલવામાં આવે.

RPIના કાર્યકરો મસ્જિદોની બહાર તૈનાત રહેશે
જ્યારે રાજ ઠાકરેના કોલ બાદ રિપબ્લિકન પાર્ટી ઓફ ઈન્ડિયા (આરપીઆઈ-એ) એ તેના કાર્યકરોને મસ્જિદોની બહાર ઊભા રહેવાનો નિર્દેશ આપ્યો છે. પાર્ટીના મુખ્ય કેન્દ્રીય મંત્રી રામદાસ આઠવલેએ કહ્યું કે જો કોઈ મસ્જિદમાંથી બળજબરીથી લાઉડસ્પીકર હટાવવાનો પ્રયાસ કરશે તો અમે તેનું રક્ષણ કરીશું.

રાજ પર આ આરોપ
ઔરંગાબાદ પોલીસના જણાવ્યા અનુસાર, મીટિંગમાં માત્ર 15,000 લોકોને જ હાજર રહેવાની મંજૂરી આપવામાં આવી હતી, પરંતુ એક લાખની ક્ષમતા ધરાવતું સાંસ્કૃતિક મેદાન ખીચોખીચ ભરેલું હતું. રાજ વિરુદ્ધ IPC કલમ 153 (A) (ભડકાઉ ભાષણ કરવું) હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે. આ કલમ હેઠળ ત્રણ વર્ષ સુધીની જેલ અને દંડની જોગવાઈ છે. જો આ ગુનો પૂજાસ્થળ પર કરવામાં આવે તો પાંચ વર્ષ સુધીની જેલ અને દંડ અથવા બંનેની જોગવાઈ છે.