તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • CM Said Muslim Traveler Should Control His Own Population; If The Population Continues To Grow Like This, One Day My House Will Be Encroached Upon

આસામમાં પ્રવાસી મુસ્લિમોને સલાહ:CMએ કહ્યું, ગરીબી દૂર કરવી હોય તો વસતિ પર કાબૂ મેળવે મુસ્લિમ, આબાદી આ રીતે જ વધતી રહી તો એક દિવસ મારા ઘરમાં પણ ઘૂસી જશો

10 દિવસ પહેલા

આસામના નવા મુખ્યમંત્રી હેમંત બિસ્વા શર્માએ CMની ખુરસી સંભાળ્યાને એક જ મહિનામાં વિવાદાસ્પદ નિવેદન આપ્યું છે. તેમણે પ્રવાસી મુસ્લિમોને પોતાની જનસંખ્યાને નિયંત્રણ કરવાની સલાહ આપી છે. શર્માએ એને સામાજિક જોખમ સાથે જોડતાં કહ્યું હતું કે પ્રવાસી મુસ્લિમ ફેમિલી પ્લાનિંગ પર ધ્યાન આપે તો જમીન પર જોવા મળતી અતિક્રમણની સમસ્યાઓનું સમાધાન થઈ શકે છે.

મુખ્યમંત્રીનું કહેવું છે કે જો જનસંખ્યા આ રીતે જ વધતી રહી તો એક દિવસ કામાખ્યા મંદિરની જમીન પર પણ અતિક્રમણ થઈ જશે. ત્યાં સુધી કે મારું ઘર પણ અતિક્રમણથી નહીં બચી શકે. તેમણે આ પ્રકારનું નિવેદન એક પ્રેસ-કોન્ફરન્સમાં અતિક્રમણવિરોધી અભિયાન સાથે જોડાયેલા સવાલોના જવાબ દરમિયાન આપ્યું હતું.

જનસંખ્યા વિસ્ફોટ પણ ગરીબીની જેમ મુખ્ય સમસ્યા
મુખ્યમંત્રીએ કહ્યું, 'અમે વિધાનસભાના ગત સત્રમાં જનસંખ્યા નીતિ લાગુ કરી ચૂક્યા છીએ, પરંતુ જનસંખ્યાનું ભારણ ઓછું કરવા માટે અલ્પસંખ્યક મુસ્લિમ સમુદાયની સાથે ખાસ રીતે કામ કરવા માગીએ છીએ. તેમનું કહેવું છે કે જનસંખ્યા વિસ્ફોટ પણ ગરીબી અને અતિક્રમણની જેમ મુખ્ય સામાજિક સમસ્યા છે.'

શર્માએ કહ્યું હતું કે જંગલો, મંદિરો અને વૈષ્ણવ મઠની જમીન પર અતિક્રમણની છૂટ ન આપી શકાય, પરંતુ હું સમજું છું કે જનસંખ્યા વધવાને પગલે આવું થઈ રહ્યું છે. હું અન્ય પક્ષના દબાણ પણ સમજું છું. અંતે લોકો ક્યાં રહેશે?

મુખ્યમંત્રીના આ નિવેદનને લઈને વિવાદ શરૂ થઈ ગયો છે. AIUDFના મહાસચિવ અનીમુલ ઈસ્લામે કહ્યું હતું કે CMનું નિવેદન રાજનીતિથી પ્રેરિત છે અને તેઓ એક સમુદાયને નિશાન બનાવી રહ્યા છે. જ્યારે રાજ્ય સરકારે જનસંખ્યા નીતિ બનાવી તો અમે ક્યારેય આ અંગે વિરોધ કર્યો ન હતો, પરંતુ આ દુર્ભાગ્યપૂર્ણ છે કે મુખ્યમંત્રી પ્રવાસી મુસ્લિમોની વસતિ વધવાના સાચા કારણને નથી સમજી શકતા. આનું કારણ ગરીબી અને નિરક્ષરતા છે અને તેના સમાધાન માટે મુખ્યમંત્રીએ કોઈ યોજના જ નથી બનાવી.

આસામની આબાદીમાં 31% પ્રવાસી મુસ્લિમ
આસામના સેન્ટ્રલ અને લોઅર વિસ્તારમાં બંગાળી બોલવાવાળા મુસ્લિમોને બાંગ્લાદેશી પ્રવાસી માનવામાં આવે છે. ગત વિધાનસભા ચૂંટણીમાં ભાજપે એવો મેસેજ આપ્યો હતો કે તેઓ આસામના મૂળ સમુદાયોને પ્રવાસી મુસ્લિમોથી બચાવવા માટેનાં પગલાં ભરશે. આસામની 3.12 કરોડની વસતિમાં 31% પ્રવાસી મુસ્લિમ છે. ચૂંટણી દરમિયાન રાજ્યની 126માંથી 35 વિધાનસભા સીટ પર તેમની મહત્ત્વની ભૂમિકા હોય છે.

અન્ય સમાચારો પણ છે...