તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • CM Of Uttarakhand Speaks Corona Will Not Spread In Kumbh By The Grace Of Ganga, It Is Wrong To Compare It With Markaz

વિવાદોના તીરથનું વધુ એક વિવાદાસ્પદ નિવેદન:ઉત્તરાખંડના CM બોલ્યા- કુંભમાં મા ગંગાની કૃપાથી કોરોના નહીં ફેલાય, મરકઝ સાથે તુલના કરવી ખોટી છે

હરિદ્વાર2 મહિનો પહેલા

ઉત્તરાખંડના મુખ્યમંત્રી તીરથ સિંહ રાવત ફરી એક વખત વિવાદોમાં જોવા મળી રહ્યા છે. આ વખતે તેમણે કુંભ અને કોરોનાને લઈને ભાંગરો વાટ્યો છે. તેમણે કહ્યું હતું કે કુંભમાં મા ગંગાની કૃપાથી કોરોના નહીં ફેલાય. કુંભ અને મરકઝની તુલના કરવી ખોટું છે. રાવતના જણાવ્યા મુજબ, ગત વર્ષે દિલ્હીના નિઝામુદ્દીન મરકઝથી કોરોના બંધ રૂમમાંથી ફેલાયો, કેમ કે ત્યાં બધા જ લોકો એક રૂમમાં જ હાજર હતા, જ્યારે હરિદ્વારમાં કુંભક્ષેત્ર નીલકંઠ અને દેવપ્રયાગ સુધીના ખુલ્લા વાતાવરણમાં આયોજિત છે.

કુંભમાં ઊમટેલી લાખોની ભીડ અને કોરોના ગાઈડલાઈન્સનું પાલન ન હોવાને કારણે ઊઠી રહેલા સવાલો પર રાવતે કહ્યું હતું કે 'હરિદ્વારમાં 16થી વધુ ઘાટ છે. તેની તુલના મરકઝ સાથે ન કરી શકાય.' કુંભમાં બુધવારે ત્રીજું શાહી સ્નાન ચાલી રહ્યું છે. આ પહેલાં સોમવારે થયેલા શાહી સ્નાનમાં કોરોના ગાઈડલાઈન્સના ધજાગરા ઊડતા જોવા મળ્યા હતા.

ફોટો હર કી પૈડી ઘાટ પર શાહી સ્નાન માટે ઊમટેલા સાધુઓની છે. બુધવારે અહીં શાહી સ્નાનમાં 20 લાખ લોકો એકઠા થશે એવું અનુમાન છે.
ફોટો હર કી પૈડી ઘાટ પર શાહી સ્નાન માટે ઊમટેલા સાધુઓની છે. બુધવારે અહીં શાહી સ્નાનમાં 20 લાખ લોકો એકઠા થશે એવું અનુમાન છે.

સોમવારે શાહી સ્નાનમાં 35 લાખથી વધુ લોકો સામેલ થયા હતા, જેમાંથી 18,169 લોકોની તપાસ થઈ, તેમાંથી 102 લોકો સંક્રમિત મળ્યા હતા. પ્રશાસનનો દાવો છે કે કુંભમાં તે શ્રદ્ધાળુઓને જ એન્ટ્રી આપવામાં આવે છે, જેમની પાસે RT-PCRનો નેગેટિવ રિપોર્ટ છે, પરંતુ ગ્રાઉન્ડ લેવલ પરની હકીકત અલગ જ છે. કેન્દ્ર સરકાર પહેલાં જ કહી ચૂકી છે કે કુંભ કોરોનાના સુપર સ્પ્રેડર બની શકે છે. રાજ્યને સાવધાની રાખવી જોઈએ.

કુંભમાં ચાલી રહેલા શાહી સ્નાનમાં સોશિયલ ડિસ્ટન્સિંગના ધજાગરા ઊડી રહ્યા છે. પ્રશાસન પણ માની ચૂક્યું છે કે આટલી ભીડમાં ડિસ્ટન્સિંગ જેવી ગાઈડલાઈન્સ ફોલો કરાવવાનું સંભવ નથી.
કુંભમાં ચાલી રહેલા શાહી સ્નાનમાં સોશિયલ ડિસ્ટન્સિંગના ધજાગરા ઊડી રહ્યા છે. પ્રશાસન પણ માની ચૂક્યું છે કે આટલી ભીડમાં ડિસ્ટન્સિંગ જેવી ગાઈડલાઈન્સ ફોલો કરાવવાનું સંભવ નથી.

શિવસેના, NCP અને કોંગ્રેસે ઉઠાવ્યા સવાલ
શિવસેના પ્રવક્તા સંજય રાઉતે કહ્યું હતું કે કુંભથી પરત ફરનારા લોકો કોરોનાના સ્પ્રેડર બની શકે છે. રાઉતનું કહેવું છે કે શિવસેના સરકારને તહેવારો પર પ્રતિબંધ લગાડવાનું દુઃખ છે, પરંતુ લોકોના જીવ બચાવવા માટે આ જરૂરી છે. તો મહારાષ્ટ્ર સરકારના મંત્રી અને NCPના પ્રવક્તા નવાબ મલિકે કહ્યું હતું કે કુંભ અને ચૂંટણી રેલીઓને કારણે મહામારીની સ્થિતિ વધુ વણસી શકે છે. કોંગ્રેસનેતા અને મંત્રી અસલમ શેખનું કહેવું છે કે રાજ્ય સરકારે હરિદ્વારથી પરત ફરનારાઓ માટે ગાઈડલાઈન્સ નક્કી કરવી પડશે.

તબલીગી જમાત પર નિશાન, કુંભ પર મૌન કેમ
સોશિયલ મીડિયામાં કુંભમાં એકઠી થયેલી ભીડની સેંકડો તસવીર શેર થઈ રહી છે. લોકો પૂછી રહ્યા છે કે ગત વર્ષે 10-12 માર્ચે દિલ્હીના નિઝામુદ્દીન મરકઝમાં એકઠી થયેલી જમાત પર સરકારથી લઈને જનતા સુધીના લોકોએ નિશાન સાધ્યું હતું. તેમને સુપર સ્પ્રેડર કહેવામાં આવ્યા હતા. તબલીગીના કાર્યક્રમમાં 2,000થી ઓછા લોકો એકઠા થયા હતા, જ્યારે કુંભમાં લાખો લોકો ભેગા થયા છે, કોરોનાને લઈને જાહેર ગાઈડલાઈન્સના ખુલ્લેઆમ ધજાગરા ઊડી રહ્યા છે, પરંતુ આ મુદ્દે લોકો વાત કરવાનું ટાળી રહ્યા છે.

અન્ય સમાચારો પણ છે...