તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

દેવભૂમિમાં 'તીરથ'ની વિદાઈ:ઉત્તરાખંડના મુખ્યમંત્રી તીરથ સિંહ રાવતે રાજીનામું આપ્યું, માત્ર 115 દિવસ જ CM રહ્યા

નવી દિલ્હી / દેહરાદૂનએક મહિનો પહેલા
  • સતપાલ મહારાજ, બસિન્દર ભગત વગેરે સીએમની રેસમાં

ઉત્તરાખંડના મુખ્યમંત્રી તીરથ સિંહ રાવત શુક્રવારે રાત્રે લગભગ 11:15 વાગ્યે રાજ્યપાલ બેબી રાની મોર્યને પોતાનું રાજીનામું સોંપી દીધું છે. તે માત્ર 115 દિવસ જ મુખ્યમંત્રી રહી શક્યા હતા. આની પહેલા 2002માં BJPના ભગત સિંહ કોશ્યારી 123 દિવસ સુધી CM રહ્યા હતા.

રાજીનામું આપ્યા પછી રાવતે કહ્યું હતું કે બંધારણીય સંકટના કારણે તેમણે આ નિર્ણય લીધો છે. તેમણે તક આપવા બદલ વડા પ્રધાન નરેન્દ્ર મોદીનો આભાર વ્યક્ત કર્યો. વળીં, ભાજપના પ્રદેશ અધ્યક્ષ મદન કૌશિકે કહ્યું કે ઉપરથી ઓર્ડર આવ્યો હોવાથી મુખ્યમંત્રીએ રાજીનામું આપ્યું છે. તેમણે કહ્યું કે તેમના બાદ જે મુખ્યમંત્રી બનશે તે કોઇ ધારાસભ્ય હશે. શનિવારે યોજાનારી ધારાસભ્યોની બેઠકમાં આ અંગે નિર્ણય લેવાઇ શકે છે.

પ્રેસ કોન્ફરન્સમાં રાજીનામા અંગે વાત ના ઉચ્ચારી
આની પહેલા રાત્રે 10 વાગ્યે રાવતે પ્રેસ કોન્ફરન્સ કરી હતી. જેમાં તેમણે પોતાના કાર્યકાળની ઉપલબ્ધિઓ ગણાવી હતી. ત્યારપછી તે કોન્ફરન્સ પૂરી કરીને જતા રહ્યા હતા. પત્રકારોએ તેમને રાજીનામા અંગે પણ સવાલો પૂછ્યાં હતા, પરંતુ તે જવાબ આપ્યા વગર જતા રહ્યા હતા.

પહેલા વાતો સામે આવી રહી હતી કે તીરથ સિંહ રાવત ભાજપના અધ્યક્ષ જેપી નડ્ડાને રાજીનામુ આપી ચૂક્યા છે. હવે રાજ્યના નવા મુખ્યમંત્રના પદ પર ધનસિંહ રાવત અને સતપાલ મહારાજ બેસી શકે છે, એવી ચર્ચાઓએ જોર પકડ્યું છે. ભાજપે કેન્દ્રીય મંત્રી નરેન્દ્ર સિંહ તોમરને રાજ્યના સેન્ટ્રલ સુપરવાઈઝર બનાવ્યા છે. તે શનિવારે બેઠકમાં હાજરી આપશે.

CM તીરથ સિંહ રાવતે ઉત્તરાખંડની રાજ્યપાલ બેબી રાની મૌર્યને રાજીનામું આપ્યું.
CM તીરથ સિંહ રાવતે ઉત્તરાખંડની રાજ્યપાલ બેબી રાની મૌર્યને રાજીનામું આપ્યું.

સાડા 3 મહિનામાં ખુરશી પર સંકટ આવ્યું
મુખ્યમંત્રી બન્યા પછી ભાજપને સતત વિવાદિત નિવેદનો આપતા તીરથસિંહ રાવતે સાડા ત્રણ મહિનામાં રાજીનામું આપી દીધું. સૂત્રોના જણાવ્યા પ્રમાણે, પાર્ટીએ દિલ્હી બોલાવીને તેમના રાજીનામાની માગ કરી હતી અને તેમણે પાર્ટી અધ્યક્ષ જે.પી.નડ્ડાને રાજીનામું પણ સોંપી દીધું છે.

કુંભ દરમિયાન તીરથ સિંહ રાવતે જેવી રીતે ભીડ એકઠી થવા માટે છૂટ આપી હતી અને ત્યારપછી કોરોના તપાસના નામે જે કૌભાંડો બહાર આવ્યા તેમાં એના નજીકના લોકો સામેલ હતા. આ ઘટસ્ફોટો થતા એમની સ્થિતિ ખરાબ થઈ ગઈ હતી. આમ પણ તીરથ જેવી રીતે કામ કરી રહ્યાં હતા એના પરથી લાગતું હતું કે આગામી ચૂંટણીમાં એમનું પત્તું સાફ થઈ જશે. જોકે, ભાજપ તિરથને કેન્દ્રમાં પણ પદ આપી શકે છે, કેમ કે તે પૌડી ગઢવાલ બેઠક પરથી સંસદ પણ છે.

નવા CM માટે સતપાલ મહારાજનું નામ મોખરે
નવી CM પદ માટે ભાજપ હવે કોઇને બહારથી લાવ્યા કરતા ધારાસભ્યોમાંથી પંસદ કરવાના પક્ષમાં છે. અત્યારે સતપાલ મહારાજનું પલડું સૌથી વધારે ભારે લાગી રહ્યું છે. સૂત્રોના જણાવ્યા પ્રમાણે પાર્ટીએ દિલ્હી બોલાવી તેમનું રાજીનામું માગ્યું અને તેમને પાર્ટી અધ્યક્ષ જે.પી.નડ્ડાએ રાજીનામું આપ્યું હતું.

ઉત્તરાખંડમાં વિધાનસભાની બે બેઠક ખાલી
ત્રિવેન્દ્ર સિંહ રાવતને હટાવી 10 માર્ચના રોજ તીરથ રાવતને મુખ્યમંત્રી બનાવાયા હતા. તીરથ રાવત હાલમાં પૌડી લોકસભા બેઠક પરથી સાંસદ છે. ઉત્તરાખંડમાં વિધાનસભાની બે બેઠક ખાલી છે. ત્યાં પેટાચૂંટણી યોજાવાની છે, પરંતુ આગામી વર્ષના ફેબ્રુઆરી-માર્ચ મહિનામાં રાજ્યમાં વિધાનસભા ચૂંટણી યોજાવાની છે. તીરથ ભાજપના સૌથી ઓછા સમયના મુખ્યપ્રધાન બન્યા છે. મુખ્યમંત્રીની દોડમાં સતપાલ મહારાજ, બસિન્દર ભગત, હરત રાવત, ધનસિંહ રાવત, બિસન ચૌપાલ વગેરેનો સમાવેશ થાય છે.

રાજીનામાનું કારણ: તીરથ સિંહ રાવતે નડ્ડાને લખેલા પત્રમાં કહ્યું છે કે આર્ટિકલ 164એ હેઠળ તેમણેે મુખ્યમંત્રી બન્યા પછી 6 મહિનામાં વિધાનસભાના સભ્ય બનવું જોઈએ, પરંતુ આર્ટિકલ 151 મુજબ જો વિધાનસભાની ચૂંટણી માટે 1 વર્ષથી ઓછો સમય હોય તો ત્યાં પેટાચૂંટણી કરાવાતી નથી, આથી બંધારણીય સંકટ ઊભું ન થાય એ માટે રાજીનામું આપું છું.

તીરથના બહાને મમતા પર નિશાન
ભાજપનું તીરથ સિંહ રાવત છ મહિનામાં ધારાસભ્ય નહીં બની શકવાની બંધારણીય મજબૂરી પાછળ દૂરનું રાજકારણ છે. બંધારણની કલમ 164-4 હેઠળ કોઈપણ મંત્રી ધારાસભ્ય બન્યા વિના છ મહિના પદ પર રહી શકે છે. એવામાં તીરથનો બલી આપી ભાજપ પ.બંગાળનાં મુખ્યમંત્રી મમતા બેનર્જીને રાજીનામું આપવા મજબૂર કરવા માગે છે. કોરોનાને કારણે ચૂંટણીપંચ પેટાચૂંટણી કરાવે એવા સંકેત નથી, આથી મમતાએ નવેમ્બર સુધીમાં ચૂંટણી ના થાય તો રાજીનામું આપી કોઈ અન્યને મુખ્યમંત્રી બનાવવો પડશે.