2025માં બિહાર વિધાનસભાની ચૂંટણીમાં મુખ્યમંત્રી નીતિશ કુમાર મુખ્યમંત્રી પદના દાવેદાર નહીં હોય. તેમણે પોતે આની જાહેરાત કરી છે. પટનામાં મહાગઠબંધનના ધારાસભ્યોની બેઠકમાં નીતિશે કહ્યું હતું કે '2025ની વિધાનસભા ચૂંટણી તેજસ્વી યાદવના નેતૃત્વમાં લડવામાં આવશે. મારું લક્ષ્ય 2024ની લોકસભામાં ભાજપને હરાવવાનું છે. હું CM કે PM પદના ઉમેદવાર બનવા માગતો નથી.'
મારા પછી નેતૃત્વ તેજસ્વી યાદવ કરશે
વિત્તમંત્રી અને JDUના વરિષ્ઠ નેતા વિજય ચૌધરીએ જણાવ્યું હતું કે 'બિહાર વિધાનસભા પછી મહાગઠબંધનના ધારાસભ્યોની બેઠક થઈ હતી. જેમાં મુખ્યમંત્રીએ સાફ શબ્દોમાં કહી દીધું હતું કે મારા પછી નેતૃત્વ તેજસ્વી યાદવ કરશે. 2025ની વિધાનસભા ચૂંટણી તેજસ્વી યાદવની લીડરશિપમાં લડાશે.'
દારુબંધી વિશે મહાગઠબંધનના ધારાસભ્યોના પ્રશ્નો ઉઠાવવા પર ચૌધરીએ કહ્યું હતું કે 'મુખ્યમંત્રીએ તમામ નેતાઓની સામે સ્પષ્ટતા કરી છે કે દારુબંધીના નિર્ણય સમયે તમામ પક્ષોનું સમર્થન મળ્યું હતું. હવે તેના પર સવાલ ઉઠાવવાનો કોઈ અર્થ નથી.'
નીતિશે કહ્યું હતું 'તેજસ્વીને આગળ વધારવાના છે'
આ પહેલા સોમવારે નાલંદામાં ડેન્ટલ કોલેજના ઉદ્ઘાટન પ્રસંગે નીતિશ કુમારે કહ્યું હતું કે 'બિહારમાં ઘણા સમયથી વિકાસના કામો થઈ રહ્યા છે. પરંતુ તેજસ્વીજી જ્યાં છે, ત્યાંથી હવે તેમને આગળ લઈ જવવાના છે. અમારે જે કરવું હતું તે અમે કર્યું છે. હવે તેમને દરેક કામ કરાવવાનું છે. આ માટે હવે તેઓ બધું જોઈ અને સમજી રહ્યા છે. તેઓ એક-એક કામ કરવાનો પ્રયત્ન કરી રહ્યા છે.'
આ દરમિયાન ડેપ્યુટી CM તેજસ્વી યાદવે કહ્યું હતું કે 'અમે નીતિશજીના નેતૃત્વમાં તમામ સંભવિત પગલાં લઈ રહ્યા છીએ. પાયાની સુવિધાઓ, શિક્ષણ, દવા અને કમાણી સુધારવા પર કામ કરવામાં આવી રહ્યું છે.'
JDUના નેતાઓએ JDU ઓપન નેશનલ અધિવેશનમાં જે રીતે 2024ને લઈને પોતાની લાઇન ક્લિયર કરી હતી કે મુખ્યમંત્રી નીતિશ કુમાર વડાપ્રધાન પદના ઉમેદવાર બનશે. 2024ની લોકસભા ચૂંટણી મુખ્યમંત્રી નીતિશ કુમારના નેતૃત્વમાં લડવામાં આવશે. હવે JDU નેતાઓને RJDનું સમર્થન મળ્યું છે.
જો તમે ખોટી લોબિંગ કરશો તો અધિકારીઓ તમારી વાત સાંભળશે નહીં
RJDના ધારાસભ્ય રાહુલ તિવારીએ જણાવ્યું હતું કે 'બેઠકમાં મુખ્યમંત્રી નીતિશ કુમારે તેજસ્વી યાદવના નેતૃત્વ વિશે વાત કરી અને તે ધારાસભ્યોને ચેતવણી પણ આપી જેઓ કહે છે કે અધિકારીઓ અમારી વાત સાંભળતા નથી. મુખ્યમંત્રીએ ધારાસભ્યોને કહ્યું હતું કે જો તેઓ ખોટી સલાહ લેશે તો અધિકારીઓ તમારી વાત નહીં સાંભળે. સન્માન મેળવવું હોય તો ખોટી વાતોને બાજુમાં મુકી દો.'
રાહુલ તિવારીએ વધુમાં કહ્યું હતું કે 'દારૂબંધીને લઈને કોંગ્રેસના ધારાસભ્યોને નિશાન બનાવતા મુખ્યમંત્રીએ એમ પણ કહ્યું કે જ્યારે દારૂબંધી થઈ રહી હતી ત્યારે જલીલ મસ્તાન દારૂબંધી મંત્રી હતા, જે કોંગ્રેસના હતા અને તેમના નેતૃત્વમાં આ દારૂબંધી થઈ હતી. આવી સ્થિતિમાં જો પૂર્વ ધારાસભ્ય પ્રશ્નો ઉઠાવે છે તો તે પહેલા સમજવું જોઈએ કે તેઓ કયા આધારે સવાલો ઉઠાવી રહ્યા છે.'
2013માં કહ્યું હતું કે 'જે થાય તે પણ ભાજપ સાથે કોઈ દિવસ નહિ જઈએ'
માર્ચ 2013માં ભાજપ સાથે છેડો ફાડ્યા પછી મુખ્યમંત્રી નીતિશ કુમારે કહ્યું હતું કે જે થઈ જાય તે પણ હવે ભાજપ સાથે નહિ જઈએ. હવે આ ચેપ્ટર ક્લોઝ થઈ ચૂક્યું છે. 'ભાજપથી અલગ થવાનો નિર્ણય મેં ભાવનાઓમાં નહિ, પરંતુ સમજી વિચારીને લીધો હતો.' મુખ્યમંત્રીએ આ વાત વિધાનસભામાં રાજ્યપાલના ભાષણ પછી કહી હતી.
હવે કાકા-ભત્રીજાના ફોટોઝ જુઓ...
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.