• Gujarati News
  • National
  • What Is On Mamata's Agenda To Strengthen The Unity Of The Opposition, As The Capital, Delhi, Decides To Rise To Political Mercury?

CM મમતાની દિલ્હી મુલાકાત:વરુણ ગાંધી TMCમાં જોડાશે? જાણો વિપક્ષની એકતાને મજબૂત કરવા માટે મમતાના એજન્ડામાં શું-શું છે?

નવી દિલ્હી6 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • સયાની ઘોષની શનિવારે મુખ્યમંત્રી બિપ્લબ કુમાર દેબને ધમકી આપવાના આરોપમાં ધરપકડ કરી લેવામાં આવી છે
  • વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પણ મળશે મમતા

પશ્ચિમ બંગાળનાં મુખ્યમંત્રી મમતા બેનર્જી સંસદના શિયાળુ સત્ર પહેલાં આજથી રાજધાની દિલ્હીના ચાર દિવસના પ્રવાસે છે. મમતા બેનર્જીના દિલ્હી આવે એ પહેલાં તેમના સાંસદોને પણ અહીં પહોંચવાના નિર્દેશ મળ્યા છે. મમતા દિલ્હી એવા સમયે આવી રહ્યાં છે જ્યારે ત્રિપુરામાં પશ્ચિમ બંગાળ યુવા યુનિટના અધ્યક્ષ સયાની ઘોષની શનિવારે રાતે મુખ્યમંત્રી બિપ્લબ કુમાર દેબને ધમકી આપવાના આરોપમાં હત્યાના પ્રયાસની કલમો હેઠળ ધરપકડ કરી લેવામાં આવી છે. આ સિવાય મમતાના દિલ્હી પ્રવાસ પહેલાં ભાજપના સાંસદ વરુણ ગાંધી TMCમાં જોડાશે કે કેમ એ અંગેના અહેવાલો પણ મીડિયામાં વહેતા થયા છે.

આ સપ્તાહના અંતમાં કોર્પોરેશનની ચૂંટણી થવાની છે અને ટીમએસી અને ભાજપ બંને પાર્ટીઓ એકબીજા પર વિવિધ પ્રકારના પ્રહારો કરી રહી છે. બીજી તરફ, 29 નવેમ્બરથી સંસદનું શિયાળુ સત્ર શરૂ થવાનું છે, જેમાં સરકારે વિપક્ષના ઘણા સવાલોનો સામનો કરવાનો છે. આ વર્ષે એપ્રિલ-મેમાં પશ્ચિમ બંગાળની ચૂંટણીમાં મમતા બેનર્જીની જીત બાદ તેમનો આ બીજો રાજધાનીનો પ્રવાસ હશે. મમતાએ અગાઉના પ્રવાસમાં એ વાત સ્પષ્ટ કરી હતી કે તેઓ દર બે મહિને દિલ્હી આવશે. જોકે જુલાઈ પછીથી હવે તેઓ હવે દિલ્હી આવી રહ્યાં છે.

માહોલ બનાવી રહ્યાં છે મમતા
રાજકારણના જાણકારો કહે છે કે પશ્ચિમ બંગાળમાં ભાજપને હરાવ્યા પછી મમતા દિલ્હી વારંવાર એટલા માટે આવી રહ્યાં છે કે તેઓ માહોલ બનાવવા માગે છે કે વિપક્ષનો સૌથી તાકાતવાર ચહેરો એ જ છે. અમે ટીમસીના કેટલાક સાંસદો, પાર્ટી નેતાઓ અને રાજકીય જાણકારો સાથે વાતચીતના આધારે આ તારણ પર આવ્યા છે. મમતાના દિલ્હી પ્રવાસમાં આમ તો ઘણા મુદ્દાઓ પર ચર્ચા થવાની છે. જોકે પ્રવાસમાં આ પાંચ મહત્ત્વપૂર્ણ એજન્ડા સામેલ છે.

સંસદ ભવન.
સંસદ ભવન.

1. સંસદના શિયાળુ સત્રમાં સરકારને ચારે તરફથી ઘેરવાની તૈયારી
ટીએમસી સુપ્રીમો વિપક્ષી નેતાઓને મળીને BJPને સંસદમાં ઘેરવાની એક સંયુક્ત રણનીતિ બનાવી શકે છે. એવું કહેવાઈ રહ્યું છે કે ત્રણે કૃષિ કાયદાઓને પરત લેવાની જાહેરાત બાદ સંસદનું શિયાળું સત્ર તોફાની બની શકે છે, જેમાં વિપક્ષ સરકારને ચારેતરફથી ઘેરવાની તૈયારી કરી રહ્યું છે. મમતા આ વાતને વધુ મજબૂત બનાવવા વિપક્ષી નેતાઓને મળશે.

2. વિપક્ષી એકતાને તાકાત
રણનીતિ બનાવવાના એક ભાગરૂપે મમતા બેનર્જી વિપક્ષી એકતાને વધુ મજબૂત કરવા માટે પહોંચી રહ્યાં છે. મમતાના દિલ્હી પ્રવાસને એટલા માટે પણ મહત્ત્વનો માનવામાં આવે છે, કારણ કે પાંચ રાજ્યમાં આગામી વર્ષથી ચૂંટણી થવાની છે. મમતાની પાર્ટી આગામી વર્ષે થનારી ગોવાની વિધાનસભા ચૂંટણીમાં પણ ઊતરી રહી છે.

મમતા બેનર્જી અને પીએમ મોદી(ફાઈલ ફોટો)
મમતા બેનર્જી અને પીએમ મોદી(ફાઈલ ફોટો)

3. પીએમ સાથે મુલાકાત
મમતા બેનર્જીનો વડાપ્રધાન નરેન્દ્ર મોદીને મળવાનો કાર્યક્રમ છે. એમ કહેવાઈ રહ્યું છે કે તેઓ રાજ્યના ઘણા મુદ્દાઓ પર પીએમ સાથે ચર્ચા કરવા માગે છે. એમાં સૌથી મહત્ત્વનો મુદ્દો રાજ્યને બાકી રકમની ચુકવણી અને સીમા સુરક્ષા બળના અધિકાર ક્ષેત્રના વિસ્તારનો છે. પશ્ચિમ બંગાળ વિધાનસભાએ મંગળવારે બીએસએફના અધિકાર ક્ષેત્રનો વિસ્તાર કરવાના કેન્દ્રના નિર્ણયની વિરુદ્ધ એક પ્રસ્તાવ પસાર કર્યો હતો. આમ કરનાર આ બીજું રાજ્ય બની ગયું છે.

4. વરુણ ગાંધીને પાર્ટીમાં સામેલ કરવાની શક્યતા
રાજકારણમાં એ અંગે હાલ જબરદસ્ત ચર્ચા છે કે ભાજપ સાંસદ વરુણ ગાંધી ટીએમસીમાં સામેલ થઈ શકે છે. ભાજપના સાંસદ રહેલા બાબુલ સુપ્રીયો પહેલાં જ ટીએમસીમાં સામેલ થઈ ચૂક્યા છે. પશ્ચિમ બંગાળમાં જીત પછી ટીએમસી પાર્ટી થોડા અભિયાનમાં લાગી ગઈ છે. રાજ્યના ઘણા ભાજપ ધારાસભ્ય અને નેતા ચૂંટણી પછી ટીએમસીમાં સામેલ થયા છે. ઉલ્લેખનીય છે કે ભાજપના સાંસદ વરુણ ગાંધી TMCમાં જોડાશે એ અંગેના અહેવાલો પણ મીડિયામાં વહેતા થયા છે.

વરુણ ગાંધી (ફાઈલ ફોટો).
વરુણ ગાંધી (ફાઈલ ફોટો).

5. પત્રકારો સાથે વાતચીત
એમ કહેવાઈ રહ્યું છે કે મમતાના એજન્ડામાં રાષ્ટ્રીય મીડિયા સાથેની મુલાકાત પણ સામેલ છે, જેમાં તેઓ વિવિધ મુદ્દાઓ પર મીડિયાના સવાલોના જવાબ આપશે. જોકે એમ કહેવાઈ રહ્યું છે કે તેમની મીડિયા સાથેની આ વાતચીત ઓફ ધ રેકોર્ડ પણ થઈ શકે છે, જેવું અગાઉના પ્રવાસમાં થયું હતું. મમતા દિલ્હીમાં પત્રકારો સાથેની વાતચીત દરમિયાન હિન્દીમાં જવાબ આપે છે. હિન્દી ભાષાને મહત્ત્વ આપવા પાછળ તેમનો તર્ક ભારતમાં તેમની સ્વીકાર્યતાને વધારવાનો છે.

અન્ય સમાચારો પણ છે...