તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
આગામી વર્ષે વિધાનસભા ચૂંટણી થવાની છે ત્યારે તે પહેલાં બંગાળમાં ભાજપ અને તૃણુમૂલ કોંગ્રેસ (TMC) વચ્ચેનો ટકરાવ વધી રહ્યો છે. જે બોલપુરમાં થોડા દિવસ પહેલાં અમિત શાહે રોડ શો કરીને 5 વર્ષમાં સોનાર બાંગ્લા બનાવવાનો દાવો કર્યો હતો, તો મમતા બેનર્જીએ આજે પદયાત્રા કરી છે. બંગાળના મુખ્યમંત્રી મમતાએ મંગળવારે પદયાત્રા પછી કહ્યું કે કેટલાંક ધારાસભ્યોને પાર્ટી છોડવાથી કોઈ જ ફર્ક નહીં પડે, કેમકે જનતા અમારી સાથે છે.
તેઓએ કહ્યું કે ભાજપ કેટલાંક ધારાસભ્યોને તો ખરીદી શકે છે, પરંતુ તૃણુમૂલને ન ખરીદી શકે. મમતાએ પડકાર આપ્યો કે ભાજપ 294 સીટનું સપનું છોડી દે, તેઓ બંગાળમાં માત્ર 30 સીટ જીતીને દેખાડે.
હિંસા અને વ્હેંચનારી રાજનીતિ બંધ કરો ભાજપઃ મમતા
તેઓએ બીરભૂમના બોલપુરમાં ભાજપ જોરદાર હુમલો કરતા કહ્યું કે બંગાળની સંસ્કૃતિને નષ્ટ કરવા માટે ષડયત્ર કરવામાં આવી રહ્યું છે. ભાજપ હિંસ અને વ્હેંચનારી રાજનીતિને બંધ કરે. તેઓએ કહ્યું કે જે લોકો મહાત્મા ગાંધી અને દેશના મહાન લોકોનું સન્માન નથી કરતા, તેઓ 'સોનાર બાંગ્લા' બનાવવાની વાત કરે છે.તેઓએ કહ્યું કે મને ખરાબ લાગે છે કે જ્યારે હું જોવું છું કે વિશ્વભારતીમાં સાંપ્રદાયિક રાજનીતિને આગળ વધારવાના પ્રયાસો કરવામાં આવી રહ્યાં છે. વિશ્વ ભારતીના કુલપતિ ભાજપના માણસ છે. તેઓ સાંપ્રદાયિક રાજનીતિ કરી રહ્યાં છે. આ યુનિવર્સિટીની વિરાસતને નષ્ટ થઈ રહી છે.
ટાગોરની ધરતી પર નફરતની રાજનીતિ માટે જગ્યા નથી
તેઓએ ભાજપને બહારની પાર્ટી ગણાવતા કહ્યું કે નોબલ વિજેતા રવિન્દ્રનાથ ટાગોરની ધરતી પર નફરતની રાજનીતિ કરનારાઓ ક્યારેય જીતી નથી શકતા. અહીંના લોકો ધર્મનિરપેક્ષતા પર એવી રાજનીતિ કરનારાઓને ક્યારેય જીતવા નથી દેતા.
શાહે તૃણુમૂલના ગઢમાં કર્યો રોડ શો
આ પહેલાં શાહે તૃણુમૂલના કિલ્લા બોલપુરમાં રોડ શો કર્યો હતો. બોલપુરમાં મમતાથી પહેલાં 43 વર્ષ સુધી કોમ્યુનિસ્ટનો કબજો રહ્યો. શાહે કહ્યું હતું કે તમે કોમ્યુનિસ્ટોને તક આપી, મમતાને તક આપી, એક વખત અમને તક આપો અને અમે 5 વર્ષમાં સોનાર બાંગ્લા બનાવી દઈશું. શાહે કહ્યું હતું કે આવો રોડ શો ક્યાંય નથી જોયો, ભીડથી તે વાત પુરવાર થાય છે કે બંગાળની જતના હવે બદલાવ ઈચ્છે છે.
બોલપુર મહત્વનું કેમ?
ચૂંટણીમાં ભાજપ અને તૃણુમૂલ માટે બોલપુરનું ઘણું જ મહત્વ છે. આ સંસદીય ક્ષેત્ર ક્યારેક કોમ્યુનિસ્ટ પાર્ટીનો અભેદ કિલ્લો હતો. 1971થી 2014 સુધી અહીં સતત કોમ્યુનિસ્ટ પાર્ટીનું રાજ રહ્યું. જેમાં ચાર વખત સરાદિશ રૉય અને સાત વખત દિગ્ગજ નેતા સોમનાથ ચેટર્જી ચૂંટણી જીત્યા. 2014માં તૃણુમૂલ કોંગ્રેસે આ કિલ્લો જીતી લીધો. બે વખતથી આ સીટ પર તેમનો જ કબજો છે.
પોઝિટિવઃ- આજે તમે તમારા વ્યક્તિગત સંબંધને મજબૂત કરવામાં વધારે ધ્યાન આપશો. સાથે જ તમારા વ્યક્તિત્વ અને વ્યવહારમાં થોડું પરિવર્તન લાવવા માટે સમાજસેવી સંસ્થાઓ સાથે જોડાવવું અને સેવા કાર્ય કરવું ખૂબ જ યોગ...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.