તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

કોરોના ઈફેક્ટ:CM કેજરીવાલનો કોરોના ટેસ્ટ કરાયો: સાંજ સુધી રિપોર્ટ આવશે; તાવ-ગળામાં ઈન્ફેક્શનની ફરિયાદ

નવી દિલ્હી4 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • બે દિવસથી અરવિંદ કેજરીવાલને સામાન્ય તાવ અને ગળામાં ખરાશની તકલીફ
  • સીએમ કેજરીવાલે પોતાને બે દિવસથી હોમ આઈસોલેટ કર્યા છે

દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની તબિયત ખરાબ થઈ છે. સીએમ કેજરીવાલને બે દિવસથી સામાન્ય તાવ આવે છે અને ગળામાં ખરાશની તકલીફ છે. આજે સવારે તેમનો કોરોના ટેસ્ટ કરાવવામાં આવ્યો છે. અરવિંદ કેજરીવાલે રવિવાર બપોરથી દરેક મીટિંગો રદ કરી દીધી છે અને કોઈની સાથે મુલાકાત કરી નથી. તેમણે પોતાની જાતેને હાલ હોમ આઈસોલેટ કરી દીધા છે. આજે સાંજ સુધીમાં કેજરીવાલનો રિપોર્ટ આવવાની શક્યતા છે.

નોંધનીય છે કે, દિલ્હીની કેજરીવાલ સરકારે હોસ્પિટલના ભાગલા પાડી દીધા છે. કેજરીવાલ સરકારની કેબિનેટે નિર્ણય કર્યો છે કે, દિલ્હીની હોસ્પિટલ, ભલે તે સરકારી હોય કે પ્રાઈવેટ પરંતુ તેમાં માત્ર દિલ્હીના લોકોની જ સારવાર કરાશે. દિલ્હીમાં આવેલી માત્ર કેન્દ્ર સરકારની હોસ્પિટલોમાં બહારના લોકોની સારવાર કરાશે.

નોંધનીય છે કે, દિલ્હીમાં કુલ દર્દીઓની સંખ્યા 27,654 છે. છેલ્લા 24 કલાકમાં 1320 નવા કેસ સામે આવ્યા છે. અત્યાર સુધીમાં 761 લોકોના મોક થયા છે. દિલ્હીમાં હાલ 219 કન્ટેન્ટમેન્ટ ઝોન છે. આ આંકડા જોખમી છે. દેશના પાટનગર દિલ્હીમાં એક જૂન પછી રોજ 1200થી વધારે કેસ આવી રહ્યા છે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- તમે તમારા વિશ્વાસ તથા કાર્ય ક્ષમતા દ્વારા સ્થિતિઓ વધારે સારું જાળવી રાખવાનો પ્રયાસ કરો અને સફળતા પણ પ્રાપ્ત થશે. કોઇ પ્રકારનો પ્રોપર્ટી સંબંધી જો કોઇ મામલો અટવાયેલો છે તો આજે તેના ઉપર તમારું...

વધુ વાંચો