લખનઉમાં આપની રેલી:BJP-SP પર CM કેજરીવાલે સાધ્યું નિશાન, કહ્યું- એકે કબ્રસ્તાન તો બીજાએ શ્મશાન તૈયાર કરાવ્યા

19 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • મફત વીજળી આપવી એક ચમત્કાર છે જે માત્ર કેજરીવાલ કરી શકે છેઃ દિલ્હી CM

ઉત્તરપ્રદેશના લખનઉમાં દિલ્હીના CM અને આમઆદમી પાર્ટીના સંયોજક અરવિંદ કેજરીવાલે ભાજપ અને સપા પર એકસાથે નિશાન સાધ્યું છે. કેજરીવાલે કહ્યું કે- પહેલાંની સરકારોમાંથી એકે કબ્રસ્તાન બનડાવ્યા અને બીજાએ માત્ર શ્મશાન. કેજરીવાલે લોકોને અપીલ કરતા કહ્યું કે અમને પણ તક આપો તો અમે સ્કૂલ અને હોસ્પિટલ બનડાવીશું.

અરવિંદ કેજરીવાલે લોકોને સંબોધન કરતા કહ્યું કે, "છેલ્લાં 5 વર્ષમાં યોગી સરકારે ઉત્તરપ્રદેશમાં માત્ર શ્મશાન ઘાટ જ બનડાવ્યાં એટલું જ નહીં મોટી સંખ્યામાં લોકોને ત્યાં પહોંચાડ્યા પણ ખરા. કોરોના દરમિયાન સૌથી ખરાબ વ્યવસ્થા ઉત્તરપ્રદેશમાં જોવા મળી હતી."

કેજરીવાલે કહ્યું કે, "અમે શિક્ષણને લઈને બાબા સાહેબનું સપનું પુરું નથી કરી શક્યા પરંતુ હું તે સપનાંઓને પૂર્ણ કરીશ. 75 વર્ષના રાજકીય પક્ષોએ જાણીજોઈને સરકારી સ્કૂલ યોગ્ય નથી કરી, ગરીબ લોકોને ગરીબીમાં જ સબડવા દીધા છે કે જેથી તેઓ વોટ બેંક બની રહે. હવે આવું નહીં ચાલે. હું યોગી આદિત્યનાથને આમંત્રિત કરું છું કે દિલ્હી આવી જ્યાં ઠીક લાગે ત્યાંની સ્કૂલ જોઈ લે. યોગીજી તમારાથી નહીં થાય. યોગીજીના કાર્યકાળમાં 8-8 કલાક વીજળી કાપ હોય છે. આગામી વખતે 12 કલાક વીજળી કપાશે. અમે દિલ્હીમાં 24 કલાક નિઃશુલ્ક વીજળી આપીએ છીએ."

કેજરીવાલે દાવો કર્યો કે, "દિલ્હીમાં 18 વર્ષની ઉપરની દરેક મહિલાના એકાઉન્ટમાં 1000 રૂપિયા જમા કરાવી રહ્યાં છીએ. તેને લઈને તમામ પક્ષ મને ગાળો આપે છે. તેઓને તકલીફ એટલા માટે થઈ રહી છે કેમકે તમામ પૈસા આમઆદમીને મળી રહ્યાં છે. તમે સપા, બીજેપી, બસપા અને કોંગ્રેસને તક આપી હવે અમને પણ આપો, અમે થોડી ખરાબ છીએ."

નિઃશુલ્ક વીજળી પર કેજરીવાલે શું કહ્યું?
નિઃશુલ્ક વીજળીને લઈને CM કેજરીવાલે કહ્યું, "મફત વીજળી આપવી એક ચમત્કાર છે જે માત્ર કેજરીવાલ કરી શકે છે. આજકાલ અનેક પક્ષ 300 યુનિટ ફ્રી વીજળીની વાત કરે છે પરંતુ આ ફોર્મ્યુલા માત્ર મારી પાસે જ છે. તેથી અમારા સિવાય કોઈ પણ આ કામ ન કરી શકે. અયોધ્યામાં રામલલાના દર્શન પછી મેં તે વરદાન માગ્યું કે દરેક દેશવાસીને ભગવાન રામના દર્શન કરાવી શકું. તેથી અમે તીર્થયાત્રા યોજના અંતર્ગત ધર્મસ્થળોએ ફ્રીમાં મોકલવાનું કામ કરીએ છીએ. યુપીમાં અમારી સરકાર આવી તો દરેક વ્યક્તિને અયોધ્યા કે અજમેર નિઃશુલ્ક દર્શન કરાવવાનું કામ કરીશું. ભાજપવાળા અયોધ્યા જવાથી મને ગાળો આપી રહ્યાં છે. ભગવાન ભાજપવાળાને સમૃદ્ધિ આપે."

અન્ય સમાચારો પણ છે...