તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • National
  • CM Gehlot Says Rajasthan Government Game Has Resumed, Soon It Will Be Maharashtra's Turn

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ફરી રાજકીય ઉથલપાથલના સંકેત:CM ગહેલોતે કહ્યું- રાજસ્થાનમાં સરકાર પાડવાની રમત ફરી શરૂ થઈ છે, ટૂંક સમયમાં મહારાષ્ટ્રનો પણ વારો છે

જયપુર4 મહિનો પહેલા
  • કૉપી લિંક
રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગહેલોત (ફાઈલ ફોટો) - Divya Bhaskar
રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગહેલોત (ફાઈલ ફોટો)

રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગહેલોતે શનિવારે એક મોટું નિવેદન આપ્યુ છે. ત્યારબાદ રાજકીય વર્તુળમાં ફરી સક્રિયતા વધી ગઈ છે. ગહેલોતે ફરી એક વખત ભાજપ પર સરકારને તોડવા માટે રમત શરૂ કરવાનો આરોપ લગાવ્યો છે. એટલું જ નહીં ગહેલોતે ત્યાં સુધી કહ્યું છે કે પ્રજા તો ત્યાં સુધી કહે છે કે હવે મહારાષ્ટ્રનો વારો આવશે.

CM ગહેલોતે આ વાત સિરોહીમાં કોંગ્રેસ કાર્યાલયના ઉદઘાટન કાર્યક્રમમાં કહી હતી. તેમણે કાર્યકર્તાઓને વર્ચુઅલ કોન્ફરન્સ મારફતે સંબોધિત કરી. તેમણે ગૃહમંત્રી અમિત શાહ પર મોટો આરોપ લગાવતા કહ્યું કે તે અગાઉ પણ બળવાખોર ધારાસભ્યોને મળ્યા હતા. ત્યારે શાહે ધારાસભ્યોને કહ્યું હતુ કે આ મારો પ્રેસ્ટીજ પોઇન્ટ છે. મે 5 સરકાર પાડી દીધી છે, છઠ્ઠી પણ પાડીને જ રહીશ.

કોરોનાકાળમાં પણ સરકાર પાડવાનો પ્રયાસ થયો-ગહેલોત
CM ગહેલોતે કહ્યું કે કોરોનાકાળમાં પણ રાજસ્થાનની સરકારને પાડવાનો પ્રયત્ન થયો છે. તેમણે કહ્યું કે અમારા ધારાસભ્ય જ્યારે અમિત શાહને મળ્યા હતા ત્યારે આ બેઠકમાં પેટ્રોલિયમ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાન અને રાજ્યસભા સાંસદ સૈયદ જાફર ઈસ્લામ પણ હતા. આશરે એક કલાક આ મુલાકાત ચાલી હતી.

ફરી ધારાસભ્યોએ આવી મને માહિતી આપી હતી કે અમને શરમ આવી રહી હતી કે ક્યાં સરદાર પટેલ જેવા ગૃહમંત્રી હતા અને ક્યાં તેમની ખુરશી પર હવે અમિત શાહ જેવા લોકો બેઠા છે. ધારાસભ્યોએ એમ પણ કહ્યું કે મંત્રી ધર્મેન્દ્ર પ્રધાન તે સમયે સુપ્રીમ કોર્ટ અને હાઈકોર્ટના ન્યાયમૂર્તિઓ સાથે વાતચીત કરવાનું નાટક પણ કરતા હતા અને ધારાસભ્યોને પ્રોત્સાહન આપી રહ્યા હતા.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- તમારી મહેનત અને પરિશ્રમથી કોઇ મહત્ત્વપૂર્ણ કામ પૂર્ણ થવાનું છે. કોઇ શુભ સમાચાર મળવાથી ઘર-પરિવારમાં સુખનું વાતાવરણ રહેશે. ધાર્મિક કાર્યો પ્રત્યે પણ રસ વધશે. નેગેટિવઃ- સફળતા મેળવવા માટે મર્...

વધુ વાંચો