• Gujarati News
  • National
  • CM Channy Leaves For Delhi With MP Bittu And Nagra, Prepares To Accept Resignation From Punjab Congress Ministerial Post, Meets Sonia

સિદ્ધુ અંગે નિર્ણય:પંજાબ કોંગ્રેસના પ્રમુખ પદ પરથી રાજીનામું મંજૂર કરવાની તૈયારી, સાંસદ બિટ્ટુ અને નાગરા સાથે CM ચન્નીની બેઠક યોજાઈ

જાલંધર15 દિવસ પહેલા

નવજોત સિદ્ધુને પંજાબ કોંગ્રેસના પ્રમુખ પદ પરથી રજા મળી શકે છે. તેમણે એક સપ્તાહ અગાઉ રાજીનામું આપી દીધું હતું. જેને કોંગ્રેસ હાઈકમાન્ડ તરફથી મંજૂરી મળી શકે છે. આ માટે મુખ્યમંત્રી ચરણજીત ચન્નીને દિલ્હી પહોંચ્યા છે. તેમની સાથે સાંસદ રવનીત બિટ્ટુ અને કુલજીત નાગરાને પણ બોલાવવામાં આવ્યા છે અને તેમની સાથે બેઠક યોજાઈ છે.

સિદ્ધુનું રાજીનામું સ્વીકાર્યાં બાદ બિટ્ટુ અથવા નાગરા પૈકી કોઈ એકને પંજાબ કોંગ્રેસના પ્રમુખ બનાવવામાં આવી શકે છે. કોંગ્રેસના સૂત્રોના જણાવ્યા પ્રમાણે સિદ્ધુની જીદ્દી વલણથી નારાજ કોંગ્રેસ હાઈકમાન્ડ આ અંગે હવે નિર્ણય લેવાના મૂડમાં છે. ત્રણેયની સોનિયા ગાંધી સાથે મુલાકાત થઈ શકે છે. જોકે સત્તાવાર રીતે આ અંગે પુષ્ટી બેઠક બાદ જ થઈ શકે છે.

DGP અને AGને હટાવવાની માગ પર અડગ સિદ્ધુ તેમની સાથે સહમત નથી. CM ચન્નીએ કહ્યું હતું કે UPSC સાથે ત્રણ અધિકારીઓના પેનલ આવ્યા બાદ નિર્ણય કરી લેશે.હવે, એડવોકેટ જનરલ પાસેથી શ્રી ગુરુ ગ્રંથ સાહિબની બેઅદમીના કેસ અંગે સ્પેશિયલ પબ્લિક પ્રોસિક્યુટરને આપી શકતા હતા. તેમ છતાં સિદ્ધુની નારાજગી અટકી ન હતી.

અમરિંદરને હટાવ્યા બાદ પણ નવા CMથી ખુશ ન હતા
કોંગ્રેસ હાઈકમાન્ડે સિદ્ધુની જીદ્દ પૂરી કરીને સુનીલ જાખડને હટાવી સિદ્ધુને પંજાબ કોંગ્રેસ પ્રમુખ બનાવી દીધા હતા. તેમની જીદ્દથી જ કેપ્ટન અમરિંદર સિંહને CMની ખુરશી પરથી હટાવી દીધેલા. ત્યારબાદ તેઓ નવા CM ચન્નીથી પણ નારાજ થઈ ઘરે બેસી ગયા હતા. આ સાથે એવું માનવામાં આવે છે કે હાઈકમાન્ડ પણ આ મુદ્દે નારાજ છે.

નાગરાને મંત્રી પદ મળ્યું ન હતું, બિટ્ટુ બિઅંત સિંહના પૌત્ર
કુલજીત નાગરાને ચન્ની મંત્રીમંડળમાં સામેલ કરવામાં આવ્યા હતા. છેલ્લી ઘડીએ તેમનું નામ કાપી નાંખવામાં આવ્યું હતું. નાગરા અત્યારે પંજાબ કોંગ્રેસના કાર્યકારી પ્રમુખ છે. સંભવતઃ સિદ્ધુને હટાવ્યા બાદ નાગરાને પ્રમુખ બનાવી શકે છે. આ ઉપરાંત લુધિયાનાથી કોંગ્રેસના સાંસદ રવનીત બિટ્ઠુ પણ પંજાબના રાજકારણમાં મોટું નામ ધરાવે છે. તેઓ પંજાબમાં આંતકવાદના સમયે શહીદ થયેલા ભૂતપુર્વ મુખ્યમંત્રી બિઅંત સિંહના પૌત્ર છે.