• Gujarati News
  • National
  • CM Channy First Met Captain Amarinder's MP Wife Parneet; The Mayor Of Patiala Said That The Dairy Project Was Discussed

પંજાબ કોંગ્રેસમાં નવી રાજકીય હિલચાલ:પ્રથમ વખત CM ચન્નીને મળ્યા કેપ્ટન અમરિંદરના સાંસદ પત્ની પરનીત; પટિયાલાના મેયરે કહ્યું- ડેરી પ્રોજેક્ટ અંગે ચર્ચા થઈ

ચંડીગઢ14 દિવસ પહેલા
  • કૉપી લિંક

પંજાબમાં કોંગ્રેસના રાજકીય મોરચેથી ફરી વખત ચર્ચા થવા લાગી છે. ભૂતપુર્વ CM કેપ્ટન અમરિંદર સિંહના સાંસદ પત્ની પરનીત કૌર રવિવારે ચંડીગઢ પહોંચી મુખ્યમંત્રી ચરણજીત ચન્ની સાથે મુલાકાત કરી છે. કેપ્ટનને પદ પરથી હટાવવામાં આવ્યા ત્યારબાદ આ પરનીતની નવા CM ચન્ની સાથે પ્રથમ મુલાકાત છે. આ બેઠક અંગે અન્ય કોઈ ધારણા વ્યક્ત કરવામાં આવી રહી નથી.

આ મુલાકાત એટલા માટે મહત્વની માનવામાં આવે છે કે કારણ કે કેપ્ટન અમરિંદર સિંહ કોંગ્રેસ છોડી ચુક્યા છે. તેમણે પોતાના નવા પક્ષ પંજાબ લોક કોંગ્રેસ બનાવી છે. જોકે પરનીત કૌરે અત્યાર સુધી પોતાના પત્તા ખોલ્યા નથી. પરનીત કૌરના નજીકના સૂત્રોના જણાવ્યા પ્રમાણે ચન્નીના સાથે આ બેઠકમાં ફક્ત પ્રોજેક્ટને લઈ ચર્ચા થઈ છે. આ અંગે અંદાજ વ્યક્ત કરવામાં આવી રહ્યો છે કે કેપ્ટનને ફરીથી કોંગ્રેસમાં લાવવા માટે કોઈ રાજકીય પ્રયત્ન થઈ રહ્યા નથી, પણ કોંગ્રેસના સૂત્રોએ આ અંગે ઈન્કાર કર્યો છે.

ભૂતપુર્વ CM કેપ્ટન અમરિંદર સિંહ સાથે સાંસદ પરનીત કૌર
ભૂતપુર્વ CM કેપ્ટન અમરિંદર સિંહ સાથે સાંસદ પરનીત કૌર

મેયર સામે થઈ રહ્યો હતો બળવો
આ મુલાકાત એવા સમયે થઈ રહ્યો છે કે જ્યારે કેપ્ટને કોંગ્રેસ છોડ્યા બાદ પટિયાલામાં મેયર સામે બળવો થઈ રહ્યો છે. પટિયાલાના મેયર સંજીવ શર્મા કેપ્ટનના નજીકના માનવામાં આવે છે. કેટલાક દિવસ અગાઉ કેપ્ટને કોંગ્રેસ છોડ્યું તેમ છતાં સંજીવે તેમના હક્કમાં સૂત્રોચ્ચાર કર્યાં હતા. ત્યારબાદ કોંગ્રેસ ઈન્ચાર્જ હરીશ ચૌધરી સહિત દિગ્ગજ કોંગ્રેસી નેતા પટિયાલા પહોંચ્યા હતા. ત્યારે એવી સંભાવના હતી કે મેયરને હટાવી દેવામાં આવશે.

જોકે પરનીત કૌરના કોંગ્રેસમાં જ હોવાને લીધે પાર્ટીએ આ જોખમ લીધુ નથી. આ સાથે એવી પણ ચર્ચા છે કે પટિયાલામાં મોટાભાગના કોર્પોરેટર કેપ્ટનના પાક્કા સમર્થક છે. તેને મેયરની ખુરશી બચાવવા સાથે જોડવામાં આવે છે. જોકે મેયર સંજીવ શર્માએ આ બાબતને નકારી દીધો છે.

સિદ્ધુએ કેટલાક દિવસ અગાઉ કહ્યું હતું કે પરનીત કૌર પણ કેપ્ટન સાથે નથી
સિદ્ધુએ કેટલાક દિવસ અગાઉ કહ્યું હતું કે પરનીત કૌર પણ કેપ્ટન સાથે નથી

સિદ્ધુએ કરી હતી વ્યક્તિગત ટિપ્પણી
નવજોત સિદ્ધુ પણ કેપ્ટન સાથે ન હતા. પરનીત કૌરએ પણ કેપ્ટન સાથે નથી. પરનીત કૌરએ પણ ક્યારે આ મુદ્દે જવાબ આપ્યો ન હતો કે તેઓ કોંગ્રેસમાં રહેશે કે પતિ કેપ્ટન અમરિંદર સિંહ સાથે જશે. જોકે આ વખતે કેપ્ટનને પૂછવામાં આવ્યું હતું, જોકે તેમણે આ પ્રશ્નને મુર્ખામીભર્યો ગણાવ્યો હતો. પરનીત કૌરે સિદ્ધુને ચોક્કસપણે ઘેર્યા હતા. તેમનું કહેવું હતું કે કેપ્ટન સામે થયેલી બગાવત સિદ્ધુનું ષડયંત્ર હતું.