ભારતમાં ડિજિટાઇઝેશનની પહેલને અસામાન્ય પરિવર્તન ગણાવતા માઇક્રોસોફ્ટના ચેરમેન સીઇઓ અને સત્યા નદેલાએ કહ્યું હતું કે આગામી વર્ષોમાં ક્લાઉડ અને આર્ટીફિશિયલ ઇન્ટેલિજન્સ ભારતના આર્થિક વિકાસમાં અનિવાર્ય ટેક્નોલોજીપુરવાર થશે. વર્ષ 2025 સુધીમાં મોટાભાગની એપ્લિકેશન્સ ક્લાઉડ ઇન્ફ્રાસ્ટ્રક્ચર પર બિલ્ટ થશે એમ જણાવતા નદેલાએ કહ્યું હતું કે આશરે 90 ટકા ડિજિટલ વર્કલૉડ ક્લાઉડ આધારિત પ્લેટફોર્મ પર શિફ્ટ થઈ જશે.
મુંબઈમાં માઇક્રોસોફ્ટ ફ્યુચર રેડી લીડરશીપ સમિટમાં બોલતા સત્યા નદેલાએ આ વાત કહી હતી.ટેકનોલોજીથી સુસસ્જ ભારત અંગે પોતાનું વિઝન રજૂ કરતા નદેલાએ કહ્યું હતું કે ભારતની ડિજિટલ સફરમાં ક્લાઉડ ટેક્નોલોજીપાયાની ભૂમિકા ભજવશે. તેમણે કહ્યું હતું કે ક્લાઉડથી કાર્યક્ષમતામાં 70થી 80 ટકાનો વધારો થશે. અમે 60થી વધુ પ્રદેશોમાં 200થી વધુ ડેટા સેન્ટર માટે રોકાણ કરી રહ્યાં છીએ. માત્ર ભારતમં જ અમે હૈદરાબાદમાં ચોથુ સેન્ટર ઉભું કરીશું. અમે દરેક જગ્યાએ ક્લાઉડ ઉપલબ્ધ થાય એ માટે પ્રયાસ કરી રહ્યાં છીએ. દરેક ફેક્ટરી, રીટેલ સ્ટોર, વેરહાઉસ અને હોસ્પિટલમાં સર્જાતા ડેટા માટે ક્લાઉડની જરૂર પડશે. ઉલ્લેખનીય છે કે સત્યા નદેલા હાલ ચાર દિવસના ભારત પ્રવાસે છે. તેઓ મુંબઈ, નવી દિલ્હી, બેંગલરુ અને હૈદરાબાદની મુલાકાત લશે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.