દીકરીને જવા ન દીધી... જમાઈનો હાઇવોલ્ટેજ ડ્રામા VIDEO:120 ફૂટ ઊંચા હાઇટેન્શન ટાવર પર ચડ્યો, બોલ્યો- મારી સાથે મોકલી દો, નહીં તો અહીં કૂદી જઈશ

12 દિવસ પહેલા

છત્તીસગઢના દુર્ગ જિલ્લામાં એક પિતાએ પોતાની દીકરીને સાસરે મોકલવાની ના પાડી દીધી તો એનો જમાઇ હાઇટેન્શન ટાવર પર ચડી ગયો હતો. 120 ફૂટ ઊંચા હાઇટેન્શન ટાવર પર ચડ્યા બાદ તેણે કહ્યું કે આને મારી સાથે મોકલી દો નહીં તો અહીંથી કૂદીને જીવ આપી દઇશ. ઘણીવાર સુધી આવું ચાલતું રહ્યું. તેનો વીડિયો પણ સામે આવ્યો. આ મામલો ભિલાઇ-03 પોલીસ સ્ટેશનની હદનો છે.

રાયપુરના ખરોરા વિસ્તારમાં રહેનાર હોરીલાલ પારદી (30) મંગળવારેપોતાની પત્નીને લેવા ગનિયારા આવ્યા હતો. જ્યારે તે સાસરે પહોંચ્યો તો સાસુ-સસરાએ પોતાની દીકરીને તેની સાથે મોકલવાની ના પાડી દીધી. હોરીલાલે પોતાનાં સાસુ-સસરાને સમજાવવાની બહુ કોશિશ કરી પણ તેઓ ન માન્યાં. ઘણા મનાવવા છતાં પણ સસરા રાજી ન થયા તો હોરિલાલ ગુસ્સામાં સાસરેથી નીકળી ગયો હતો. ત્યાર બાદ તે આત્મહત્યા કરવાના ઇરાદે લગભગ 120 ફૂટ ઊંચા હાઇટેન્શન ટાવર પર ચડી ગયો. જ્યારે તે 70 ફૂટ ઉપર સુધી ચડી ગયો તો કેટલાક લોકોની નજર તેના પર પડી.

યુવક 70 ફૂટ ઉપર ચડી ગયો હતો.
યુવક 70 ફૂટ ઉપર ચડી ગયો હતો.

સસરા દીકરી મોકલવા રાજી થયા ત્યારે ઊતર્યો જમાઇ

આ બાજુ સૂચના મળતાં જ પોલીસ ઘટના સ્થળે પહોંચી ગઇ. ત્યારબાદ તેમણે કલાકો સુધી હોરીલાલને સમજાવવાની કોશિશ કરી પરંતુ તે ન માન્યો. તે જીદ પર મક્કમ રહ્યો કે તેની પત્નીને તેની સાથે ન મોકલી તો ત્યાં સુધી તે નીચે નહીં ઊતરે. જો ન મોકલી તો જીવ પણ આપી દઇશ. પછી પોલીસે તેના સસરાને બોલાવ્યા અને તેમને સમજાવ્યા. સસરા જ્યારે તેની દીકરીને સાસરે મોકલવા માટે રાજી થયા અને જમાઇને આશ્વાસન આપ્યું ત્યારે યુવક નીચે ઊતર્યો.

યુવકને નીચે ઉતારી પોલીસ તેને લઈ જતી નજરે પડે છે.
યુવકને નીચે ઉતારી પોલીસ તેને લઈ જતી નજરે પડે છે.

ઝઘડો કરતો હતો એટલે પિયર આવી હતી

પોલીસે જણાવ્યું કે યુવક દારૂ પીને પોતાની પત્ની સાથે ઝઘડો કરતો હતો, એટલે તેની પત્ની તેને છોડીને પિયર આવી ગઇ હતી. આ કારણે તેની પત્નીનાં માતા-પિતા પણ દુઃખી હતાં. એવામાં જ્યારે યુવક પોતાની પત્નીને લેવા ગયો ત્યારે તેનાં સાસુ-સસરાએ દીકરીને સાસરે મોકલવાની ના પાડી દીધી. ત્યારે લોકોએ પોલીસને ફોન કર્યો.