• Gujarati News
  • National
  • Clashes Between Two Communities Over Closure Of Shops, Many Injured And Police Stoned

UPમાં જુમ્માની નમાજ બાદ હિંસા:​​​​​​​CM યોગીએ મોડી રાત્રે બોલાવી બેઠક, કહ્યું-તોફાની તત્ત્વો સામે લાગુ થશે ગેંગસ્ટર એક્ટ અને તેમનાં ઘર-સંપત્તિ પર બુલડોઝર ચાલશે

કાનપુર (ઉત્તરપ્રદેશ)એક મહિનો પહેલા
  • CCTVની મદદથી પથ્થરમારો કરનારાઓની ઓળખ કરવામાં આવી

ઉત્તરપ્રદેશના કાનપુર બેકનગંજ વિસ્તારમાં જુમ્માની નમાજ બાદ તોફાન થયાં છે. બજાર બંધ કરવાની જાહેરાતમાં બે સમુદાય વચ્ચે ભારે પથ્થરમારો થયો છે. હિંસાને અટકાવવા માટે સ્થળ પર પહોંચેલા પોલીસ અને સુરક્ષાકર્મચારીઓ પર પણ પથ્થરમારો કર્યો છે. આ ઘટના બની તે વિસ્તારમાં બન્ને કોમની મિશ્ર વસ્તી છે.

અહીં 50 કિમી અંતરે રાષ્ટ્રપતિ કોવિંદ, PM નરેન્દ્ર મોદી, ગવર્નર આનંદીબેન પટેલ અને CM યોગી આદિત્યનાથ એક કાર્યક્રમમાં ભાગ લઈ રહ્યાં હતાં. તોફાની તત્ત્વો પર નિયંત્રણ મેળવવા 12 પોલીસ સ્ટેશનના પોલીસકર્મીઓને ઘટનાસ્થળે મોકલવામાં આવ્યા હતા. આ ઘટનામાં 18 લોકોની ધરપકડ કરી લેવામાં આવી છે.

યોગીએ કહ્યું- તોફાની તત્ત્વોના ઘર પર ચાલશે બુલડોઝર
કાનપુરમાં રાષ્ટ્રપતિ રામ નાથ કોવિંદના પ્રવાસ બાદ CM યોગી સીધા ગોરખપુર પહોંચ્યા છે. શુક્રવારે મોડી રાત્રે તેમણે યુપીમાં કાયદો અને વ્યવસ્થા અંગે વર્ચ્યુઅલ બેઠક યોજી હતી. રાજ્યના અધિકારીઓએ આ બેઠકમાં ભાગ લીધો હતો. તોફાની તત્ત્વો સામે ગેંગસ્ટર એક્ટ લાગુ થશે. આ ઉપરાંત તેમની સંપત્તિ તથા ઘરો ઉપર બુલડોઝર ચાલશે.. જેમાં લૉ એન્ડ ઓર્ડર અંગે અધિકારીઓ સાથે જોડાઈ રહ્યા છે

મુસ્લિમ નેતા હયાત જફર હાશ્મી દ્વારા બજારો બંધ કરવા આપેલા આહવાનને લીધે આ હિંસક સ્થિતિની શરૂઆત થઈ હતી. ભાજપ પ્રવક્તા નૂપુર શર્માએ ટીવી ડિબેટ સમયે પૈગમ્બર મોહમ્મદ સાહેબ અંગે કરવામાં આવેલી ટિપ્પણીથી મુસ્લિમ સમાજ નારાજ હતો. શુક્રવારે બજાર બંધ કરાવવામાં આવ્યા હતા.

જુમ્માની નમાજ સમયે મોટા ભાગની મસ્જિદોમાંથી એલાન કરવામાં આવ્યું હતું કે મોહમ્મદ સાહેબ અંગે કરવામાં આવેલી ટિપ્પણીને સહન કરવામાં આવશે નહીં. પોલીસે કોઈ પણ વિસ્તારમાં લોકોને નમાજ બાદ એકત્રિત થવા મંજૂરી આપી ન હતી. પણ લોકો મોટી સંખ્યામાં માર્ગો પર નીકળી આવ્યા હતા. ત્યાર બાદ ભારે પથ્થરમારો શરૂ થઈ ગયો હતો. આ ઘટનામાં ઓછામાં ઓછા 7 લોકોને ઈજા પહોંચી છે.

CM યોગીએ કહ્યું-કડક કાર્યવાહી થશે
કાનપુર હિંસા અંગે CM યોગીએ કહ્યું છે કે તોફાની તત્ત્વો સામે આકરી કાર્યવાહી કરવામાં આવશે અને કોઈને માફ કરવામાં આવશે નહીં. CCTV મારફત આવાં તત્ત્વોની ઓળખ કરવામાં આવી રહી છે.

આ સાથે અહીં યોજાયેલા જુલૂસમાં મોટી સંખ્યામાં લોકો એકત્રિત થયા હતા. બપોરે લગભગ 3 વાગે બન્ને સમુદાયના લોકો એકબીજાની સામે આવી ગયા હતા અને ભારે પથ્થરમારો શરૂ થઈ ગયો હતો. આ ઘટનામાં અનેક લોકો ઈજાગ્રસ્ત થયા છે, જેમને જિલ્લા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.

પોલીસે લાઠીચાર્જ કર્યો તેમ છતાં પથ્થરમારો ચાલતો રહ્યો
પોલીસે લોકોને નિયંત્રિત કરવા માટે ટીયર-ગેસ છોડ્યો હતો અને લાઠીચાર્જ પણ કર્યો હતો. લોકોને ત્યાંથી હટાવવામાં આવ્યા હતા. તેમ છતાં પથ્થરમારો થતો રહ્યો હતો. પોલીસે સમગ્ર વિસ્તારની ઘેરાબંધી કરી લીધી છે. આ ઉપરાંત કેટલાક લોકોની ધરપકડ પણ કરવામાં આવી છે. કાનપુરમાં અત્યારે તણાવભરી સ્થિતિ પ્રવર્તિ રહી છે. સ્થિતિને જોતા વધુ સુરક્ષા કર્મીઓ મોકલવામાં આવ્યા છે.

બજરંગ દળના નેતા પ્રકાશ શર્મા અને વિશ્વ હિન્દુ પરિષદના નેતા પણ ઘટના સ્થળે પહોંચ્યા છે. તેમણે પોલીસે તણાવવાળા વિસ્તારોમાં અટકાવ્યા છે. DM નેહા શર્મા પણ ઘટના સ્થળે પહોંચ્યા છે.

CCTV મારફત ઉપદ્રવીઓની ઓળખ થઈ રહી છે
પોલીસ સંપૂર્ણ મજબૂતી સાથે કાર્ય હાથ ધર્યું છે અને ઉપદ્રવ ફેલાવનાર લોકોની ઓળખ કરવાનું શરૂ કરી દીધું છે. CCTVની મદદથી પથ્થરમારો કરનારાઓની ઓળખ કરવામાં આવી રહી છે.