• Gujarati News
  • National
  • Clashes Between Sikh Hindu Groups In Anti Khalistan Zulus In Patiala, SHO Injured, SSP Firing In The Air

ખાલિસ્તાન પર પટિયાલામાં હોબાળો:ખાલિસ્તાન વિરુદ્ધ પ્રદર્શનમાં શીખ અને હિન્દુ સંગઠનો વચ્ચે અથડામણ; ફાયરિંગ, પથ્થરમારો અને તલવારો ઊછળી, SHO ઘાયલ

પટિયાલા4 મહિનો પહેલા
  • શીખ-હિંદુ સંગઠનો વચ્ચે પથ્થરમારો થયો હતો

પટિયાલામાં ખાલિસ્તાન વિરુદ્ધ પ્રદર્શનમાં કેટલાક શીખ અને હિન્દુ સંગઠનો સામસામે આવી ગયાં છે. હિન્દુ સંગઠનો પ્રદર્શન કરી રહ્યાં હતાં, જ્યારે કેટલાક શીખ સંગઠનો તેમનો વિરોધ કરવા લાગ્યાં હતાં. એને કારણે વાતાવરણ એટલું તંગદિલીભર્યું બની ગયું હતું કે બંને પક્ષ વચ્ચે પથ્થરમારો થયો હતો. આ દરમિયાન SHOને હાથ પર ઈજા થઈ હતી. સ્થિતિ પર કાબૂ મેળવવા માટે એસએસપીએ હવામાં ગોળીબાર કર્યો હતો. હાલમાં અહીં વાતાવરણ તંગદિલીભર્યું છે. પોલીસે શીખ સંગઠનોને પ્રદર્શન કરતાં અને હિન્દુ સંગઠનોને પ્રદર્શન કરતાં અટકાવ્યા હતા. સ્થળ પર ભારે પોલીસ-બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે.

પટિયાલામાં સ્થિતિ બેકાબૂ બની જતાં પોલીસકર્મીઓએ હવામાં ગોળીબાર કર્યો હતો.
પટિયાલામાં સ્થિતિ બેકાબૂ બની જતાં પોલીસકર્મીઓએ હવામાં ગોળીબાર કર્યો હતો.

ખાલિસ્તાનનું પૂતળું સળગાવાતાં વિવાદ
અહીં શિવસેનાએ ખાલિસ્તાન વિરુદ્ધ પૂતળાદહનની તૈયારી કરી હતી. આ વાતની જાણ થતાં જ ખાલિસ્તાન સમર્થકોએ વિરોધ કરવાનું શરૂ કરી દીધું હતું. ત્યાં પોલીસે તેમને રોક્યા હતા અને પરત મોકલ્યા હતા. જોકે શીખ સંગઠનોના સભ્યો તલવારો લઈને કાલી માતાના મંદિરે પહોંચ્યા હતા. બંને પક્ષો વચ્ચે પથ્થરમારો થયો હતો.

ટોળાના હુમલામાં SHO ઘાયલ
આ દરમિયાન જ્યારે SHO કરણવીરે શીખ પ્રદર્શનકારીઓને રોકવાનો પ્રયાસ કર્યો ત્યારે તેમના હાથ પર ઈજા થઈ હતી. એ બાદ એસએસપી નાનક સિંહ ઘટનાસ્થળે પહોંચ્યા હતા. પરિસ્થિતિ પર કાબૂ મેળવવા માટે તેમણે હવામાં ફાયરિંગ કર્યું હતું. હિન્દુ સંગઠનના નેતા હરીશ સિંગલાએ કહ્યું હતું કે પંજાબ પોલીસ અને આમ આદમી પાર્ટીની સરકારે આવા લોકો સામે કડક કાર્યવાહી કરવી જોઈએ.

જુલૂસ દરમિયાન દેખાવકારોને રોકવાનો પ્રયાસ કરી રહેલા પોલીસકર્મીઓ.
જુલૂસ દરમિયાન દેખાવકારોને રોકવાનો પ્રયાસ કરી રહેલા પોલીસકર્મીઓ.

બીજી તરફ, જસવિંદર સિંહ રાજપુરાએ કહ્યું હતું કે શીખ સંગઠનો ઘણા દિવસોથી અપીલ કરી રહ્યા હતા કે કેટલાંક સંગઠનો શીખ રાજ વિરુદ્ધ વાતાવરણ ડહોળી રહ્યાં છે. વહીવટી તંત્રએ આ લોકોની ધરપકડ કરી હોત તો વાતાવરણ ડહોળાયું ન હોત.

પટિયાલામાં હોબાળા દરમિયાન એક શીખ પ્રદર્શનકારીને પકડી રહેલા પોલીસકર્મીઓ.
પટિયાલામાં હોબાળા દરમિયાન એક શીખ પ્રદર્શનકારીને પકડી રહેલા પોલીસકર્મીઓ.

હાથ કાપવાના સમાચારને DCએ ફગાવ્યા
આ દરમિયાન કેટલાક સમાચાર ફરતા થયા કે શીખ પ્રદર્શનકારીઓએ SHOનો હાથ કાપી નાખ્યો. જોકે પટિયાલાના ડીસીએ આ વાતને નકારી કાઢી હતી અને કહ્યું હતું કે આ પાયાવિહોણી વાત છે. તેમણે આવી અફવાઓ ન ફેલાવવા જણાવ્યું હતું.

પટિયાલામાં ખાલિસ્તાનનો વિરોધ કરી રહેલા હિન્દુ સંગઠનના સભ્યો.
પટિયાલામાં ખાલિસ્તાનનો વિરોધ કરી રહેલા હિન્દુ સંગઠનના સભ્યો.

સ્થિતિ નિયંત્રણમાં છે, અફવાઓ પર ધ્યાન ન આપો: IG રાકેશ અગ્રવાલ
પટિયાલા રેન્જના IG રાકેશ અગ્રવાલે કહ્યું હતું કે સ્થિતિ હવે નિયંત્રણમાં છે. કોઈએ અફવા ફેલાવી હતી, જેના કારણે બંને પક્ષ વચ્ચે બોલાચાલી થઈ હતી. SHOનો હાથ કપાયો એ પણ એક અફવા છે. પરિસ્થિતિને સંપૂર્ણ રીતે શાંત કરવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. તેમણે કહ્યું હતું કે પોલીસને સ્થળ પર પરિસ્થિતિને સંભાળવા માટે હવામાં ગોળીબાર કરવો પડ્યો હતો.

એક શીખ પ્રદર્શનકારીએ પથ્થરમારો કર્યો, આ દરમિયાન પોલીસ પણ હાજર હતી.
એક શીખ પ્રદર્શનકારીએ પથ્થરમારો કર્યો, આ દરમિયાન પોલીસ પણ હાજર હતી.
પટિયાલામાં તલવાર લઈને એક શીખ પ્રદર્શનકારીને રોકી રહેલા પોલીસકર્મી.
પટિયાલામાં તલવાર લઈને એક શીખ પ્રદર્શનકારીને રોકી રહેલા પોલીસકર્મી.
અન્ય સમાચારો પણ છે...