તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • National
  • Clashes Between Security Forces And Naxalites In Bijapur, Chhattisgarh; 4 Of CRPF, One Jawan Of DRG Martyred, 3 Naxalites Shot Dead

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

દેશની છાતી પર 23 ઘા:છત્તીસગઢના સુકમાના જંગલમાં નક્સલ હુમલામાં 23 જવાન શહીદ; આ ખાલી 23 ફ્રેમ શહીદોના પરિવારોનો જીવનભરનો ખાલીપો છે

બીજાપુરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
આ ખાલી 23 ફોટો ફ્રેમ છે. આ ફ્રેમમાં દરેક શહીદ પરિવારનો ખાલીપો છે. - Divya Bhaskar
આ ખાલી 23 ફોટો ફ્રેમ છે. આ ફ્રેમમાં દરેક શહીદ પરિવારનો ખાલીપો છે.
  • છત્તીસગઢના તર્રમ ક્ષેત્રના સિલગેરના જંગલમાં અથડામણ સર્જાઈ
  • CRPF,DRG,જિલ્લા પોલીસદળ અને કોરા બટાલિયનના જવાન તપાસ માટે નીકળ્યા હતા

છત્તીસગઢના સુકમા જિલ્લાના જંગલોમાં નક્સલ હુમલામાં સુરક્ષાદળોના પાંચ નહીં, પરંતુ 23 જવાન શહીદ થયા છે. આ માહિતી રવિવારે સવારે સામે આવી. એક જવાન હજુ લાપતા છે, જ્યારે 31 ઘાયલ છે. નક્સલોએ ટેકલગુડાના જંગલમાં શનિવારે આ ઘટનાને અંજામ આપ્યો હતો. જવાનોના મૃતદેહો પરથી તેઓ હથિયારો, જૂતા અને કપડાં પણ ઉતારીને લઈ ગયા. શનિવારે સવારે 11થી 4 વાગ્યા સુધી ચાલેલી આ અથડામણ પછી ફક્ત બે શહીદના મૃતદેહ બહાર કાઢી શકાયા. ત્યાં સુધી ફક્ત પાંચ જવાન શહીદ થયાની માહિતી હતી. છત્તીસગઢમાં દસ દિવસમાં આ બીજો મોટો નક્સલ હુમલો છે. 23 માર્ચે નક્સલોએ નારાયણપુર જિલ્લામાં પોલીસ બસને વિસ્ફોટ કરીને ઉડાવી દીધી હતી, જેમાં પાંચ જવાન શહીદ થયા હતા.

આ ખાલી 23 ફ્રેમ શહીદોના પરિવારોનો જીવનભરનો ખાલીપો છે...
આ ખાલી 23 ફોટો ફ્રેમ છે. આ ફ્રેમમાં દરેક શહીદ પરિવારનો ખાલીપો છે. આ ખાલીપો ના અમે ભરી શકીએ છીએ, ના તમે અને ના કોઈ સરકાર. રાજનેતાઓ જવાનોની શહીદી પર શ્રદ્ધાંજલિ આપી રહ્યા છે, પરંતુ શું આ શૂન્યતા કોઈ ઔપચારિક શ્રદ્ધાંજલિથી ભરાશે? એટલે આજે ભાસ્કર આ ઘટના સાથે કોઈ ઔપચારિક શ્રદ્ધાંજલિ પ્રકાશિત નથી કરી રહ્યું.

નક્સલ કમાન્ડર હિડમા કોણ છે, જે બીજાપુર હુમલાનો માસ્ટરમાઈન્ડ મનાઈ રહ્યો છે
છત્તીસગઢના બીજાપુર નક્સલી હુમલામાં અત્યાર સુધી 22 જવાનોના મૃતદેહ મળી આવ્યા છે અને એક જવાન ગૂમ છે. આ હુમલા પાછળ ટોચના નક્સલ કમાન્ડર હિડમાનું નામ સામે આવ્યું છે. તે અનેક હુમલામાં સામેલ રહી ચૂક્યો છે અને નિર્મમ હત્યાઓ માટે કુખ્યાત છે. આ હુમલો અચાનક નથી થયો. આ હુમલો સમજી વિચારી ઘડવામાં આવેલા કાવતરાંનો એક ભાગ છે. હિડમાની ઉંમર આશરે 40 વર્ષ છે. તે સુકમા જિલ્લાના પુવાર્તી ગામનો રહેવાસી છે. તેણે 90ના દાયકામાં નક્સલ હિંસાનો વિકલ્પ પસંદ કર્યો અને ત્યારથી અનેક નિર્દોષ લોકોના જીવ લઈ ચૂક્યો છે. તે માઓવાદીઓની પીપલ્સ લિબરેશન ગોરીલા આર્મી(પીજીએલએ) બટાલિયન-1નો હેડ છે. તે સમયાંતરે સરકારી અધિકારીઓ, પોલીસ અને જવાનો પર આવા ઘાતક હુમલા કરતો રહે છે.

અથડામણ ઝીરમ હુમલાના માસ્ટરમાઈન્ડ હિડમાના ગામમાં થઈ
અથડામણ ઝીરમ હુમલાના માસ્ટરમાઈન્ડ હિડમાના ગામમાં થઈ

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- સમય પડકાર આપનાર રહેશે. છતાંય તમે તમારી યોગ્યતા અને મહેનત દ્વારા દરેક પરિસ્થિતિનો સામનો કરવામાં સક્ષમ રહેશો. લોકો તમારા કાર્યોના વખાણ કરશે. ભવિષ્યને લગતી યોજનાઓને લઇને પણ પરિવાર સાથે થોડી ચર્...

વધુ વાંચો