તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
છત્તીસગઢના સુકમા જિલ્લાના જંગલોમાં નક્સલ હુમલામાં સુરક્ષાદળોના પાંચ નહીં, પરંતુ 23 જવાન શહીદ થયા છે. આ માહિતી રવિવારે સવારે સામે આવી. એક જવાન હજુ લાપતા છે, જ્યારે 31 ઘાયલ છે. નક્સલોએ ટેકલગુડાના જંગલમાં શનિવારે આ ઘટનાને અંજામ આપ્યો હતો. જવાનોના મૃતદેહો પરથી તેઓ હથિયારો, જૂતા અને કપડાં પણ ઉતારીને લઈ ગયા. શનિવારે સવારે 11થી 4 વાગ્યા સુધી ચાલેલી આ અથડામણ પછી ફક્ત બે શહીદના મૃતદેહ બહાર કાઢી શકાયા. ત્યાં સુધી ફક્ત પાંચ જવાન શહીદ થયાની માહિતી હતી. છત્તીસગઢમાં દસ દિવસમાં આ બીજો મોટો નક્સલ હુમલો છે. 23 માર્ચે નક્સલોએ નારાયણપુર જિલ્લામાં પોલીસ બસને વિસ્ફોટ કરીને ઉડાવી દીધી હતી, જેમાં પાંચ જવાન શહીદ થયા હતા.
આ ખાલી 23 ફ્રેમ શહીદોના પરિવારોનો જીવનભરનો ખાલીપો છે...
આ ખાલી 23 ફોટો ફ્રેમ છે. આ ફ્રેમમાં દરેક શહીદ પરિવારનો ખાલીપો છે. આ ખાલીપો ના અમે ભરી શકીએ છીએ, ના તમે અને ના કોઈ સરકાર. રાજનેતાઓ જવાનોની શહીદી પર શ્રદ્ધાંજલિ આપી રહ્યા છે, પરંતુ શું આ શૂન્યતા કોઈ ઔપચારિક શ્રદ્ધાંજલિથી ભરાશે? એટલે આજે ભાસ્કર આ ઘટના સાથે કોઈ ઔપચારિક શ્રદ્ધાંજલિ પ્રકાશિત નથી કરી રહ્યું.
નક્સલ કમાન્ડર હિડમા કોણ છે, જે બીજાપુર હુમલાનો માસ્ટરમાઈન્ડ મનાઈ રહ્યો છે
છત્તીસગઢના બીજાપુર નક્સલી હુમલામાં અત્યાર સુધી 22 જવાનોના મૃતદેહ મળી આવ્યા છે અને એક જવાન ગૂમ છે. આ હુમલા પાછળ ટોચના નક્સલ કમાન્ડર હિડમાનું નામ સામે આવ્યું છે. તે અનેક હુમલામાં સામેલ રહી ચૂક્યો છે અને નિર્મમ હત્યાઓ માટે કુખ્યાત છે. આ હુમલો અચાનક નથી થયો. આ હુમલો સમજી વિચારી ઘડવામાં આવેલા કાવતરાંનો એક ભાગ છે. હિડમાની ઉંમર આશરે 40 વર્ષ છે. તે સુકમા જિલ્લાના પુવાર્તી ગામનો રહેવાસી છે. તેણે 90ના દાયકામાં નક્સલ હિંસાનો વિકલ્પ પસંદ કર્યો અને ત્યારથી અનેક નિર્દોષ લોકોના જીવ લઈ ચૂક્યો છે. તે માઓવાદીઓની પીપલ્સ લિબરેશન ગોરીલા આર્મી(પીજીએલએ) બટાલિયન-1નો હેડ છે. તે સમયાંતરે સરકારી અધિકારીઓ, પોલીસ અને જવાનો પર આવા ઘાતક હુમલા કરતો રહે છે.
પોઝિટિવઃ- કોઇ જગ્યાએ રોકાણ કરવા માટે સમય ઉત્તમ છે, પરંતુ કોઇ અનુભવી વ્યક્તિનું માર્ગદર્શન લો. ધાર્મિક તથા અધ્યાત્મિક ગતિવિધિઓમાં પણ તમારું વિશેષ યોગદાન રહેશે. કોઇ નજીકના સંબંધી દ્વારા શુભ સૂચના મળી શક...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.